________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૪
વિશેષાર્થ :
૩૧૭
‘દ્રવ્યસ્તવ' એ શબ્દરૂપ શરીરના ઘટક બે અંશો છે. (૧) દ્રવ્ય, (૨) સ્તવ.
આનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ભાવસ્તવનું કારણ છે માટે ‘દ્રવ્ય’ શબ્દ કહેવાય છે, પણ હિંસાત્મક હોવાને કા૨ણે દ્રવ્યસ્તવ નથી કહેવાતું. માટે ‘દ્રવ્યસ્તવ' કારણવાચી છે, પરંતુ હિંસાવાચી નથી. તેથી દ્રવ્યસ્તવના શરીરના ઘટકરૂપ પણ હિંસાની પ્રાપ્તિ નથી. માટે દ્રવ્યસ્તવપણાથી જ્યારે દ્રવ્યસ્તવથી અનુમોદના કરાય છે, ત્યારે હિંસાની અનુપસ્થિતિ રહે છે.
ઉત્થાન :
દ્રવ્યસ્તવની અનુમોદનાથી હિંસાની અનુમોદના નથી, તેને જ પુષ્ટ કરતાં કહે છે
ટીકાર્યઃइत्थमेव શસ્યતે | આ રીતે પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવત્યેન અનુમોદ્યપણું હોવાને કારણે હિંસાની અનુપસ્થિતિ છે એ રીતે જ, શ્રીનેમિનાથ ભગવાન વડે ગજસુકુમારનું સ્મશાનપ્રતિમાપરિશીલન અનુજ્ઞાત કરાયે છતે=સંમત કરાયે છતે, તેના અવિનાભાવી=સ્મશાનપ્રતિમાપરિશીલનના અવિતાભાવી, તેના શિરોજ્વલનનું=ગજસુકુમારનું મસ્તક બળવાનું, અનનુજ્ઞાત છે=ભગવાન વડે અસંમત છે, એ પ્રમાણે ઉપપાદન કરવું=કથન કરવું, શક્ય છે.
૦ ‘ચ્છિરોન્વલનમનુજ્ઞાતમ્' પાઠ છે ત્યાં તરોવૃત્તનમનનુજ્ઞાતમ્ પાઠની સંભાવના છે. એ મુજબ અમે અર્થ
કરેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવની સાથે અવિનાભાવી હિંસા હોવા છતાં હિંસાની અનુમોદના નથી, પરંતુ દ્રવ્યસ્તવની અનુમોદના છે, ત્યાં પૂર્વપક્ષી કહે છે –
ટીકા ઃ
द्रव्यस्तव एव परप्राणापहारानुकूलव्यापारत्वाद् हिंसेति चेत् ? तथापि द्रव्यस्तवत्वं न हिंसात्वमिति न क्षतिः । वस्तुतो विहारादावतिव्याप्तिवारणाय प्रमादप्रयुक्तप्राणव्यपरोपणत्वं हिंसात्वं वाच्यम्, तच्च न प्रकृत इति न दोषः ।
ટીકાર્ય :
દ્રવ્યસ્તવ ..... મૈં ક્ષતિ: ।પરપ્રાણના અપહારને અનુકૂળ વ્યાપારપણું હોવાથી દ્રવ્યસ્તવ જહિંસા છે. તેની સામે ગ્રંથકાર કહે છે કે, તો પણ દ્રવ્યસ્તવત્વ એ હિંસાત્વ નથી, એથી કરીને કોઈ ક્ષતિ નથી.