________________
૧૦
પ્રતિમાશતક | શ્લોક : ૧
બતાવવા અર્થે ‘અનાલોકિતા' વિશેષણ આપવું, અર્થાત્ અન્વય સમાપ્ત થયા પછી ફરી વિશેષણનું ગ્રહણ કરવું, તે સમાપ્તપુનરાત્તત્વરૂપ દોષ છે, જે કાવ્યની અંદર દોષરૂપે સ્વીકારાયેલ છે. તેના નિરાકરણ માટે કહે છે કે, યદ્યપિ આકાંક્ષા પૂરી થયા પછી ફરી વિશેષણનું ઉપાદાન કરવામાં આવે ત્યારે સમાપ્તપુનરાત્તત્વ દોષ પ્રાપ્ત થાય છે, પરંતુ વાક્યાન્વય થયા પછી પણ તે વાક્યના બોધથી પ્રાપ્ત થતા અર્થમાં કોઈક આકાંક્ષા રહેતી હોય ત્યારે, તે આકાંક્ષાના નિવારણ માટે ફરી વિશેષણ મૂકવામાં આવે તો દોષ પ્રાપ્ત થતો નથી. એ રીતે પ્રસ્તુતમાં વાક્યાન્વય સમાપ્ત થવા છતાં ‘વિનયતે’ પદથી સર્વોત્કૃષ્ટણું પ્રાપ્ત થયું, અને તેના કારણે ‘મૂર્તિ સર્વ આદરણીય છે,’ પ્રમાણે પ્રાપ્ત થયું, અને તે રીતે જો મૂર્તિ બધા વડે આદર કરાતી હોય, તો લુંપાકો વડે કેમ આદર કરાતી નથી ? આ જાતની આકાંક્ષા ત્રણ પદના વાક્યાન્વયથી સંતોષાતી નથી. તેથી એ આકાંક્ષાના નિવારણ માટે ‘અનાલોકિતા' એ વિશેષણ મૂકેલ છે, તેથી દોષ નથી. કેમ કે, ત્રણ પાદથી અન્વયમાં કોઈ આકાંક્ષા બાકી ન રહેતી હોત અને ફરી મૂર્તિનું વિશેષણ મૂકવામાં આવ્યું હોય તો જ સમાપ્તપુનરાત્તત્ત્વ દોષ પ્રાપ્ત થાત.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, મૂર્તિ વિજય પામે છે, એમ કહેવાથી મૂર્તિ સર્વોત્કૃષ્ટરૂપે વિજય પામે છે, એ અર્થ પ્રાપ્ત થયો; અને તેથી મૂર્તિ સર્વને આદરણીય છે તે પ્રાપ્ત થાય. તો પછી લુંપાક વડે કેમ આદર કરાતી નથી ? એ શંકાના નિવારણ માટે આ વિશેષણ આપેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે, જો લુંપાક વડે આદર કરાતી નથી, તો તે સર્વથી આદરણીય છે એમ કેમ કહી શકાય ? તેથી કહે છે
ટીકાર્ય :
તે દિ.....બાવરીયત્વક્ષતિઃ તેઓ મોહ અને પ્રમાદથી ઉન્મત્ત છે. એથી કરીને તેઓના અનાદરમાં પણ સર્વપ્રેક્ષાવાળાના આદરણીયપણાની ક્ષતિ નથી=સર્વ વિચારકોને મૂર્તિ આદરણીય છે તેમાં ક્ષતિ નથી. (તે અર્થ ‘વિનયતે’ પદથી ઘોતિત થાય છે.)
કૃત્યુ.....તદ્દોષવ્યવસ્થિતેઃ, આથી કરીને=પૂર્વમાં આશંકા થયેલી કે, જો મૂર્તિ સર્વને આદરણીય છે, તો લુંપાક વડે કેમ સ્વીકારાતી નથી ? તે આશંકાના નિરાકરણ માટે અનાલોકિતા વિશેષણ છે આથી કરીને, ઉક્તદોષનો અભાવ છે–સમાપ્તપુનરાત્તત્વદોષનો અભાવ છે, કેમ કે, પ્રકૃતના અનુપાદક વિશેષણના ફરી ઉપાદાનમાં જ તે દોષની વ્યવસ્થિતિ છે.
વિશેષાર્થ :
શ્લોકના ત્રણ પાદોથી વાક્યાન્વય સમાપ્ત થવા છતાં ‘વિનયતે’ કહેવાથી ત્યાં આશંકા થતી હતી કે મૂર્તિ સર્વને આદરણીય છે, તો લુંપાકને કેમ નહિ ? તે આશંકાનું નિવારણ શ્લોકના ચોથા પાદથી થાય છે. પરંતુ તે આશંકાના નિવારણરૂપ જે પ્રકૃત વસ્તુ, તેને ન કહેનાર એવા વિશેષણનું ફરી ઉપાદાન કરવામાં આવે તો સમાપ્તપુનરાત્તત્વ દોષની વ્યવસ્થિતિ છે.