________________
૧૮૨
પ્રતિમાશતક, શ્લોક : ૧૪ નયભેદથી એ પ્રકારની પરિભાષા કરો, પરંતુ અનુગત ધર્મવ્યવહાર પુષ્ટિશુદ્ધિમતું ચિત્તઅનુગત ક્રિયા જ છે. તેનો ભાવ એ છે કે, જેટલા વચનમાર્ગો છે, તેટલા નયમાર્ગો છે; તે નિયમ મુજબ સર્વવિરતિના યોગક્ષેમના પ્રયોજક એવા વ્યાપારને જ ધર્મ કહેવો, અન્યને નહિ; એ વિવક્ષારૂપ નયભેદથી= નયવિશેષથી, એમ કહી શકાય કે જિનવંદનાદિ ધાર્મિક વ્યવસાય છે, જિનપૂજનાદિ નહિ. પરંતુ મોક્ષને અનુકૂળ એવાં સર્વ અનુષ્ઠાનો અનુગત એવો ધર્મવ્યાપાર પુષ્ટિશુદ્ધિમતું ચિત્તઅનુગત ક્રિયા જ છે, એ રીતે જિનપૂજા પણ ધર્મરૂપ બનશે જ.
અહીં વિશેષ એ છે કે, જિનપૂજાદિ, જિનવંદનાદિ યાવતું ચારિત્રપાલનની ક્રિયાઓ પણ, પુષ્ટિશુદ્ધિમતું ચિત્તને નહિ અનુસરનારી જીવે અનંતીવાર સેવી છે, પરંતુ તે સ્થૂલ વ્યવહારથી ધર્મરૂપ હોવા છતાં પારમાર્થિક વ્યવહારથી ધર્મરૂપ નથી. જ્યારે જીવની અંદર કર્મમળ દૂર થવાને કારણે તથાવિધ નિર્મળતા થાય છે, ત્યારે પુષ્ટિશુદ્ધિમતું ચિત્ત પેદા થાય છે. (પુષ્ટિ એ પુણ્યના ઉપચયરૂપ છે, અને શુદ્ધિ એટલે કર્મમળના અપગમથી જીવની નિર્મળતારૂપ છે.) તેથી જ્યારે પ્રશસ્ત કોટિનો શુભ અધ્યવસાય વર્તે છે ત્યારે જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, અને અશુભ કર્મોનો અપગમ કરે છે ત્યારે ચિત્ત પુષ્ટિશુદ્ધિવાળું વર્તતું હોય છે. અને તેવા ચિત્તને અનુસરનારી એવી જિનપૂજા કે જિનવંદનાદિ ક્રિયાઓ બને છે ત્યારે, જીવ અપુનબંધકાદિ દશાને પામેલો હોય છે, અને તેથી તેવી સર્વ ક્રિયાઓમાં અનુગત પારમાર્થિક ધર્મવ્યવહાર છે. તે દૃષ્ટિથી જિનપૂજામાં કે જિનવંદનાદિમાં પણ ધર્મનો વ્યવહાર માનવો ઉચિત છે, કેમ કે, પુષ્ટિશુદ્ધિમતું ચિત્તઅનુગત ક્રિયાઓ મોક્ષનું કારણ બને છે. આમ છતાં ન વિશેષથી વિવક્ષા કરો તો જિનવંદનમાં ધર્મવ્યવહાર થઈ શકે, પરંતુ જિનપૂજામાં ધર્મવ્યવહાર ન થઈ શકે, પરંતુ એટલામાત્રથી કોઈ ક્ષતિ નથી. જેમ નવિશેષથી–નિશ્ચયનયથી, તો સમ્યક્ત પણ અપ્રમત્ત મુનિને હોય છે તેટલામાત્રથી ચોથા ગુણસ્થાનકમાં પણ સમ્યક્ત માનવામાં કોઈ ક્ષતિ નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, સર્વ અનુષ્ઠાનોમાં પુષ્ટિશુદ્ધિમતું ચિત્તઅનુગત ક્રિયા ધર્મવ્યાપાર છે, અને તે રીતે દેવોની જિનપૂજાદિ ધર્મવ્યાપાર છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
તુર્થ ..... દેવાનામ્ | ચોથા ગુણસ્થાનકની ક્રિયાના અનુરોધથી દર્શનાચારરૂપપણું હોવાને કારણે દેવોની જિનપૂજાદિ દર્શાવ્યવસાયાત્મક સિદ્ધ છે. વિશેષાર્થ -
દેવોને ચોથા ગુણસ્થાનક સુધીની પ્રાપ્તિ હોય છે. તેથી જે દેવો ચોથા ગુણસ્થાનકમાં છે, તે ગુણસ્થાનકને અનુરૂપ ક્રિયા તે દર્શનાચારરૂપ છે, અને તે દર્શનાચારની ક્રિયાસ્વરૂપ જ દેવોની જિનપૂજા છે. તેથી દેવોની જિનપૂજા દર્શનવ્યવસાયાત્મક સિદ્ધ છે.