________________
૧૪૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
છે, તે પ્રમાણે કહેવાં. બાકીનું તે પ્રમાણે જ=શક્રના લોકપાલની જેમ જ, જાણવું. યાવત્ મૈથુન સેવવા સમર્થ નથી. હે ભગવંત ! તે આ પ્રમાણે છે ? (ઉત્તર :-) હે ભગવંત ! યાવત્ વિહરે છે. સૂ. ૪૦૬, ભગ. ૧૦/૫.
ટીકા ઃ
एवं षष्ठे सूर्याभातिदेशेन शक्रसुधर्माधिकारो प्रतिमासक्थिप्रतिबद्धो भावनीयः । तथाहि
कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरन्नो सभा सुहम्मा पन्नत्ता गो० ! जंबुद्दीवे २ मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडेंसगा प० तं० - असोगवडेंसए जाव मज्झे सोहम्मवडेंसए । से णं सोहम्मवडेंसए महाविमाणे अद्धतेरसयजोयणसयसहस्साइं आयाम - विक्खंभेणं एवं जहा सूरियाभे तव माणं तहेव उववाओ । (सू० ४०७) तए णं से सक्के सिद्धाययणं पुरच्छिमिल्लेणं दारेणं अणुपविसइ २ जेणेव देवच्छंदए जेणेव जिणपडिमा तेणेव उवागच्छइ २ जिणपडिमाणं आलोए पणामं करेइ २ लोमहत्थगं गिण्हइ, जिणपडिमाओ लोमहत्थएणं पमज्जइ २ जिणपडिमाओ सुरभिणा गंधोदए णं ण्हाणेइति । जाव आयरक्खत्ति । अर्चनिकायाः परो ग्रन्थस्तावद् वाच्यो यावदात्मरक्षकाः, स चैवं लेशतः तए णं से सक् ३ सभं सुहम्मं अणुप्पविसइ २, सीहासणे पुरच्छाभिमुहे निसीयइ । तए णं सक्कस्स ३ अवरुत्तरेण (उत्तरेणं) उत्तरपच्छिमेणं चउरासीई सामाणिअसाहस्सीओ णिसीयंति । पुरच्छिमेणं अट्ठ अग्गमहिसीओ, दाहिणपुरच्छिमेणं अब्भितरिआए परिसाए बारसदेवसाहस्सीओ णिसीयंति । दाहिणेणं मज्झिमाए परिसाए चोद्दसदेवसाहस्सीओ, दाहिणपच्छिमेणं बाहिरिआए परिसाए सोलसदेवसाहस्सीओ णिसीयंतीत्यादि । (अयं पाठः तत्र टीकागतः) ।।१०।।
–
ટીકાર્ય ઃएवं સદ્ધિ - એ પ્રમાણે ભગવતીસૂત્ર દશમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં સૂર્યાભદેવના અતિદેશ વડે પ્રતિમારૂપ હાડકાં સાથે પ્રતિબદ્ધ શક્રની સુધર્મસભાનો અધિકાર ભાવવો. તે આ પ્રમાણે -
હે ભગવંત ! દેવેંદ્ર દેવરાજા શક્રની સુધર્માંસભા ક્યાં આવેલી છે ? હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશામાં રત્નપ્રભા પૃથ્વી ઉપર, એ પ્રમાણે જેમ રાજપ્રશ્નીયમાં યાવત્ પાંચ અવતંસક કહેલા છે, તે આ પ્રમાણે - અશોકાવતંસક યાવત્ મધ્યમાં સૌધર્માવતંસક. તે સૌધર્માવર્તસક મહાવિમાન સાડા બાર લાખ યોજન આયામ-વિખંભ વડે છે=લાંબું પહોળું છે. એ પ્રકારે જેમ સૂર્યાભમાં તે પ્રકારે જ માન=પ્રમાણ અને તે પ્રકારે જ ઉપપાત જાણવો. (સૂ. ૪૦૭)
ત્યાર પછી તે શક્ર સિદ્ધાયતનમાં પૂર્વના દ્વારથી પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને જે બાજુ દેવસ્કંદ, જે બાજુ જિનપ્રતિમા તે બાજુ જાય છે, જઈને જિનપ્રતિમાને જોવામાત્રથી પ્રણામ કરે છે, પ્રણામ કરીને મોપિચ્છ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને જિનપ્રતિમાઓને મોરપિચ્છ વડે પ્રમાર્જના કરે છે, પ્રમાર્જના કરીને સુગંધી ગંધોદક વડે=જળ વડે, અભિષેક કરે છે. યાવત્ આત્મરક્ષક સુધીનો પાઠ જાણવો.
અર્ચનિકાથી આગળનો ગ્રંથ ત્યાં સુધી કહેવો, યાવત્ આત્મરક્ષક દેવો કહેલા છે, ત્યાં સુધી પાઠ કહેવો અને