________________
૧૫૬
પ્રતિમાશતક, શ્લોક : ૧૧ અન્ય ઘણા યાવત્ દેવ અને દેવીઓ વડે પરિવરેલો, સર્વ ઋદ્ધિ વડે યાવત્ (વાજિત્ર આદિના) નાદિત અવાજ વડે, જ્યાં સિદ્ધાયતન છે ત્યાં સમીપમાં આવે છે. સમીપમાં આવીને સિદ્ધાયતનમાં પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને
જ્યાં દેવછંદક, જ્યાં સિદ્ધાયતન છે ત્યાં સમીપમાં આવે છે. સમીપમાં આવીને જિનેશ્વરની પ્રતિમાઓને જોવામાત્રથી પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંછી ગ્રહણ કરે છે, મોરપીંછી ગ્રહણ કરીને જિનેશ્વરની પ્રતિમાઓને મોરપીંછી વડે પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને જિનેશ્વરની પ્રતિમાઓને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવે છે, સ્નાન કરાવીને સુરભિ ગંધકાષાયિક વસ્ત્ર વડે ગાત્રોને લૂછે છે, ગાત્રોને લૂછીને સરસ ગોશીષચંદન વડે ગાત્રોને લેપ કરે છે, લેપ કરીને - જિનપ્રતિમાઓના અંગો ઉપર દેવદૂષ્ય યુગલો પહેરાવે છે, પહેરાવીને પુષ્પારોહણ પુષ્પ ચઢાવે છે, મલ્લારોહણ ફૂલોની માળા ચડાવે છે, ગંધારોહણગંધયુક્ત દ્રવ્યો ચડાવે છે, ચૂર્ગારોહણ ચૂર્ણ ચડાવે છે, વસ્ત્રારોહણ=વસ્ત્ર ચડાવે છે, આભરણારોહણ અલંકારો ચડાવે છે. પુષ્પ, માલ્ય, ગંધ, ચૂર્ણ, વસ્ત્ર અને આભરણ ચડાવીને વિકસિત, સંયુક્ત, વિપુલ, વૃત્ત, પ્રલમ્બિત=લટકતી, પુષ્પમાળાઓના સમુદાયને કરે છે. પુષ્પમાળાઓના સમુદાયને કરીને હાથમાંથી છૂટીને વિપ્રમુક્ત થયેલાં પાંચવર્ણનાં પુષ્પોથી મુત્કલ, પુષ્પjજના ઉપચારથી કલિત કરે છે. કલિત કરીને જિનપ્રતિમાની આગળ શુભ, ચીકણા, શ્વેત, રજતમય અતિનિર્મળ દિવ્ય તંદુલો વડે આઠ આઠ મંગલ આલેખે છે. (અષ્ટમંગલનાં નામ આ પ્રમાણે - (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદાવર્ત, (૪) વર્ધમાન શરાવસંપુટ (૫) ભદ્રાસન, (૬) કલશ, (૭) મસ્યયુગલ અને (૮) દર્પણ.
(અચ્છરસવાળા તંદુલો વડે–દિવ્ય તંદુલો વડે, એ પ્રમાણે અર્થ જાણવો. અચ્છરસ છે જેમાં તે અચ્છરસા=નિર્મળ રસવાળા, અથવા અચ્છરસ છે જેમાંથી તે અચ્છરસા=નિર્મળ રસવાળા એ પ્રમાણે વ્યુત્પત્તિ જાણવી. અહીં તો નો એ પ્રમાણે વીપ્સાકરણથી=બે વાર કહેલ હોવાથી, પ્રત્યેક તે આઠ આઠ મંગલ સમજવાં, એમ વૃદ્ધ કહે છે. વળી, અન્ય આઠ' એ સંખ્યા અને અષ્ટમંગલ એ સંજ્ઞા છે, એ પ્રમાણે કહે છે. એટલે આઠ અષ્ટમંગલ આલેખે છે, એમ અર્થ સમજવો.)
ત્યાર પછી ચંદ્રની પ્રભા જેવી અને વજરત્ન વૈદુર્યરત્નમય વિમલ દંડવાળી, કાંચન મણિરત્નોની ભક્તિથી રચનાવિશેષથી, ચિત્ર=વિવિધરૂપયુક્ત, કાલાગુરુ પ્રવર કુંદુરષ્ક, તુરષ્ક ધૂપથી મઘમઘાયમાન ઉત્તમ ગંધથી અનુવિદ્ધ એવા ધૂમાડાને મૂકતો (૧) ઉત્તમ ન્યૂનધોત્તમેન - પ્રાકૃત હોવાથી પદવ્યત્યય થયેલ છે, વૈર્યમય (ધૂપ) કડુચ્છને ધૂપઘણાને, ગ્રહણ કરીને પ્રયત્નપૂર્વક જિનેશ્વરોને ધૂપ આપીને, ૧૦૮ વિશુદ્ધ ગ્રંથથી યુક્ત=૧૦૮ શ્લોક પ્રમાણ નિર્દોષ શબ્દરચનાથી યુક્ત એ પ્રમાણે અર્થ જાણવો. અર્થયુક્ત અર્થસાર, અપુનરુક્ત, મહાવૃત્તોથી (છંદોથી) યુક્ત એવી સ્તુતિ કરે છે. (તથાવિધ દેવલબ્ધિના પ્રભાવથી આવી સ્તુતિઓ રચી શકે છે.) સ્તુતિ કરીને સાત-આઠ પગલાં પાછળ ખસે છે. પાછળ ખસીને ડાબા પગને ઊભો કરે છે, ઊભો કરીને જમણા પગને ધરણિતલ ઉપર સ્થાપન કરીને, ત્રણ વાર મસ્તકને પૃથ્વીતલ ઉપર અડાડે છે. અડાડીને કાંઈક ઊંચો થાય છે, ઊંચો થઈને બે હાથ જોડી મસ્તક ઉપર શીર્ષાવર્ત અંજલિ કરીને આ પ્રમાણે બોલે છે. નમુત્યુસં અરિહંતાણં યાવત્ સંપત્તાણું. એ પ્રમાણે પ્રણિપાત દંડક ભણીને વંદન કરે છે, નમસ્કાર કરે છે.
વન્દ્રતે તે પ્રતિમાઓને પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિ વડે વંદન કરે છે, નમતિ =પ્રણિધાનાદિ યોગ વડે નમસ્કાર કરે છે. આ પ્રમાણે એક કોઈક અર્થ કરે છે. અન્ય વળી કહે છે - વિરતિવાળાઓને જ પ્રસિદ્ધ ચૈત્યવંદનની વિધિ હોય છે. બીજાઓને તે પ્રકારે અભ્યપગમપૂર્વક કાયોત્સર્ગની અસિદ્ધિ છે, જેથી કરીને સામાન્યથી વંદન કરે છે. આશયવૃદ્ધિ થવાને કારણે અભ્યત્થાન નમસ્કાર વડે નમસ્કાર કરે છે.