________________
પ્રતિમાશતક | શ્લોક : ૮ 1
ટીકાર્ય :
૧૦૫
વિવા
વિચારળયા । અથવા જો પૂર્વમાં ભગવાન વડે કહેવાયેલ અર્થના દર્શનસ્થળમાં જ આવા પ્રકારનો પ્રયોગ થઈ શકે, એ પ્રકારે કલ્પના કરાય છે, તો યથોક્ત ગર્ભગૃહમાં રહેલ મહાવ્યાધિવાળા એવા મૃગાપુત્રને જોનારા એવા ગૌતમસ્વામીના અધિકારમાં પણ તે પ્રકારે પ્રયોગ થવો જોઈએ. અર્થાત્ ‘ઘેરૂં’ પ્રયોગ થવો જોઈએ, અને ત્યાં ‘ઘેરૂં’ પ્રયોગ થતો નથી. એથી કરીને અસંબદ્ધ બોલનારા પામરની સાથે વિચારણાથી શું ?
ટીકા ઃ
स्यादेतत् - ‘तस्स ठाणस्स' इति अत्र तच्छब्दाव्यवहितपूर्ववर्त्तिपदार्थ परामर्शकत्वान्नन्दीश्वरादिचैत्यवन्दननिमित्तकालोचनाऽभावप्रयुक्ताया एवाऽनाराधनाया अभिधानाद् विगीतमेतद् । मैवम् । तच्छब्देन व्यवहितस्याप्युत्पातेन गमनस्यैव आलोचनानिमित्तस्य परामर्शात्, यतनया विहितेन नभोगमनेनापि दोषाभावात् । अत एव च यतनया ग्रामानुग्रामं विहरता गौतमस्वामिनाऽष्टापदारोहावरोहयोः जंघाचारणलब्धिं प्रयुज्य तच्चैत्यवन्दने निर्दोषता ।
ટીકાર્ય ઃ
સ્થાવેતત્ ..... વિીિતમંતવ્ । અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે – ‘તસ્સ ટાળK’–તે સ્થાનની, એ પ્રકારે પ્રયોગમાં ‘તત્’ શબ્દ અવ્યવહિત પૂર્વવર્તી પદાર્થનો પરામર્શક હોવાથી, નંદીશ્વરાદિમાં ચૈત્યવંદન નિમિત્તક આલોચનાના અભાવ પ્રયુક્ત જઅનારાધનાનું અભિધાન હોવાથી, આ વિગીત છે=પૂર્વમાં સિદ્ધાંતકારે કહેલ કે, ચારણો ચૈત્યવંદન કરે છે તે શાસ્ત્રપાઠ છે, માટે પ્રતિમા વંદનીય છે, તે વિગીત=ગહિત, છે.
વિશેષાર્થ :
ભગવતીસૂત્રમાં ચારણમુનિના પાઠમાં છેલ્લે કહ્યું કે, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરે તો તેને આરાધના નથી. ત્યાં ‘ત્' શબ્દ અવ્યવહિત પૂર્વવર્તી પદાર્થનો=તત્ શબ્દના વ્યવધાન વગર પૂર્વમાં કહેલા પદાર્થનો, પરામર્શક હોવાને કારણે વિદ્યાચારણ-જંઘાચારણે નંદીશ્વરાદિમાં જિનપ્રતિમાને જે વંદન કર્યું છે, તે નિમિત્તે આલોચના તેમને પ્રાપ્ત થઈ, અને તે આલોચનાના અભાવને કારણે જ અનારાધકપણાનું કથન છે. તેથી તેઓએ કરેલ જિનપ્રતિમાને વંદન કરવા જેવું છે, એમ સિદ્ધ થાય નહિ; પરંતુ તે પ્રાયશ્ચિત્તનો વિષય બને છે, એમ માનવું પડે.
ઉત્થાન :
પૂર્વપક્ષીના ઉક્ત કથનનો ‘મૈ’ થી ઉત્તર આપતા સિદ્ધાંતકાર કહે છે