________________
૩૮
પ્રતિમાશતક/ શ્લોક : ૨ નાગવંસારિત્તવોદિનામનરૂ' એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, પ્રથમ કથનમાં નામનું ઉચ્ચારણમાત્ર હોય છે, પરંતુ તે નામ કોઇ સંસારી અન્ય જીવ સાથે સંબંધિતરૂપે ઉપસ્થિત નથી, પરંતુ ભગવાન સાથે સંબંધિતરૂપે ઉપસ્થિત છે; અને જે વ્યક્તિને ભગવાનના જેટલા ગુણોનો બોધ હોય તે પ્રમાણે ભગવાન પ્રત્યેનું મહત્ત્વ તેના હૈયામાં વર્તતું હોય છે, અને ઉપયોગપૂર્વક નામનું સ્મરણ કરે તો તે ભગવાન સાથે સંબંધિતરૂપે ઉપસ્થિત થવાથી હૈયામાં ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિવાળો થાય છે, તેથી તે નમસ્કારસ્મરણ દર્શનવિશુદ્ધિનું કારણ બને છે. જ્યારે ભગવાનની સ્તુતિ કરવામાં શબ્દોલ્લેખરૂપે જ ભગવાનની ભિન્ન ભિન્ન અવસ્થાઓની સ્પષ્ટ ઉપસ્થિતિ થાય છે; અને ભગવાન જ્યારે સાધક અવસ્થામાં હોય છે ત્યારે ભગવાનમાં કારણરૂપે રત્નત્રયી વર્તે છે, અને વીતરાગ બને છે ત્યારે પૂર્ણકક્ષાએ ખીલેલી અવસ્થારૂપે રત્નત્રયી ત્યાં વર્તે છે; અને તે સર્વની સ્તુતિ દ્વારા ઉપસ્થિતિ થવાથી તતિબંધક કર્મનું વિગમન થાય છે, તેથી સ્તુતિ રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ બને છે. અને વળી સ્તુતિ કરનારને ભગવાન પ્રત્યેનો જે બહુમાનભાવ છે, તેના કારણે જન્માંતરમાં ભગવાનના શાસનની પ્રાપ્તિરૂપ બોધિલાભ થાય છે; તેને સામે રાખીને સ્તુતિદ્વારા રત્નત્રયીની પ્રાપ્તિ અને બોધિલાભ કહેલ છે. ટીકા :
____ द्रव्यनिक्षेपाराध्यता च सूत्रयुक्त्या स्फुटैव प्रतीयते तथाहि-श्रीआदिनाथवारके साधूनामावश्यकक्रियां कुर्वतां चतुर्विंशतिस्तवाराधने त्रयोविंशतिव्यजिना एवाराध्यतामास्कन्देयुरिति । न च ऋषभाजितादिकाले एकस्तवद्विस्तवादिप्रक्रियापि कर्तुं शक्या शास्वताध्ययनपाठस्य लेशेनापि परावृत्त्या कृतान्तकोपस्य वज्रलेपत्वात् । न च नामोत्कीर्तनमात्रे तात्पर्यादविरोधोऽर्थोपयोगरहितस्योत्कीर्तनस्य राजविष्टिसमत्वेन योगिकुलजन्मबाधकत्वात्, अत एव द्रव्यावश्यकस्य निषेधः सूत्रे ‘अनुपयोगश्च द्रव्य' मिति शतश उद्घोषितमनुयोगद्वारादौ अर्थोपयोगे तु वाक्यार्थतयैव सिद्धा द्रव्यजिनाराध्यतेति ।
ટીકાર્ય :
દ્રવ્યનિક્ષેપારાધ્યતા...વાધ્યતામાજીનેરિતિ | અને દ્રવ્યતિક્ષેપનું આરાધ્યપણું સૂત્રયુક્તિથી સ્પષ્ટ રીતે જ પ્રતીત થાય છે, તે આ પ્રમાણે -
- શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સાધુઓને આવશ્યકક્રિયાને કરતાં ચતુર્વિશતિ સ્તવની આરાધનામાં ત્રેવીસ દ્રવ્યજિતો જ આરાધ્યપણાને પામે. વિશેષાર્થ -
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ વર્તમાનમાં પણ ચોવીસ તીર્થકરો ભાવતીર્થકરરૂપ નથી, પરંતુ સિદ્ધાવસ્થાને પામેલા હોવાથી દ્રવ્યતીર્થકરરૂપ જ છે; તો પણ દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ અર્થે વર્તમાનમાં