________________
પ્રતિમાશતક | શ્લોક ૨૮
૩૪૫ વિશેષાર્થ :
દ્રવ્યર્ચા એ ભગવાનની ભક્તિરૂપ છે અને તે પુણ્યબંધ દ્વારા સદ્ગતિની પ્રાપ્તિ કરાવે છે, અને ત્યારપછી મોક્ષનું કારણ બને છે. અને દ્રવ્યાગ્નિકારિકા એ સ્વર્ગીય કામનાથી કરાતા યજ્ઞરૂપ છે અથવા તો કામનાથી કરાતા ઈષ્ટાપૂર્વસ્વરૂપ છે, અને ત્યાં મોક્ષની કામના નહિ હોવાથી તે પરંપરાએ પણ મોક્ષનું કારણ બનતી નથી; જ્યારે ભાવાગ્નિકારિકા એ ચારિત્રના પરિણામરૂપ છે અને ભાવતવ પણ ચારિત્રના પરિણામરૂપ છે. અને અહીં કહ્યું કે, આ જ કારણથી દ્રવ્યાગ્નિકારિકાના સુદાસથી ભાવાગ્નિકારિકા સાધુને અનુજ્ઞાત છે, એનાથી એ કહેવું છે કે, દ્રવ્યાર્ચા એ ભવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે, તેથી સાધુ દ્રવ્યર્ચા કરતા નથી. આ જ કારણથી, ભવમાત્રનું કારણ એવી દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ કરીને સાધુને ભાવાગ્નિકારિકા અનુજ્ઞાત છે.
છ દ્રવ્યાર્ચા=ભગવાનની પૂજા. દ્રવ્યાગ્નિકારિકા અન્ય દર્શનસંમત ઈષ્ટાપૂ કર્મ અને યજ્ઞકર્મ.
ભાવાર્યા=જૈનદર્શનને સંમત એવું સંયમ અને ભાવાગ્નિકારિકા=અન્ય દર્શનને પણ સંમત એવું સાધુપણું અને જૈનદર્શનને સંમત એવું સાધુપણું
અન્યદર્શનવાળા પણ સાધુને દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ કરીને ભાવાગ્નિકારિકા કરવાનું કહે છે. તેનાથી પણ નક્કી થાય છે કે, સાધુને દ્રવ્યર્ચા કરવાની નથી, પરંતુ ભાવાર્થાના અવયવભૂત દ્રવ્યર્ચાની અનુમતિ વગેરે જ કરવાની છે; કેમ કે ભવના કારણભૂત એવી દ્રવ્યાગ્નિકારિકાનો સાધુને જેમ નિષેધ છે, તેમ ભવના વ્યવધાનથી મોક્ષનું કારણ હોય એવી દ્રવ્યર્ચાનો પણ સાધુને નિષેધ છે. ટીકા :
तथा च तदष्टकं हारिभद्रं -
ટીકાર્ય :
તથા ૨ ..... દારિમર્દ - અને તે પ્રમાણે દ્રવ્યાગ્નિકારિકાના વ્યદાસ વડે ભાવાગ્નિકારિકા જ સાધુઓને અનુજ્ઞાત છે તે પ્રમાણે, હરિભદ્રસૂરિનું તે અષ્ટક અગ્નિકારિકા અષ્ટક (કહે છે ) શ્લોક -1 ટીકા :
"कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावनाहुतिः ।
धर्मध्यानाग्निना कार्या दीक्षितेनाग्निकारिका"।।१।। શ્લોકાર્ચ -
દીક્ષિત વડે કર્મજનને આશ્રયીને ધર્મધ્યાનરૂપી અગ્નિ વડે દઢ એવી સંભાવનાની આહુતિ છે જેમાં તેવી અગ્નિકારિકા કરવી જોઈએ.