________________
૩૨૦.
પ્રતિમાશતક/ શ્લોક : ૨૫ તેમને આસન્નભાવવાળી હોવાથી શીધ્રભાવથી પરિણામ પામે છે, અને ત્યાર પછી સર્વવિરતિનો ઉપદેશ આપવાથી સર્વવિરતિના મહત્ત્વને પણ તેઓ સારી રીતે અવધારણ કરી શકે છે. તેથી પોતાની શક્તિ હોય તો તેઓ સર્વવિરતિને પણ ગ્રહણ કરે, અને શક્તિ ન હોય તો દેશવિરતિ ધર્મ પણ સ્વીકારે. અને કોઈ સમ્યગ્દષ્ટિ જીવો અતિ સત્ત્વવાળા દેખાય તો તેઓને પ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપવાથી સર્વવિરતિ ધર્મ તેમને સમ્યગુ પરિણામ પામે છે, તેથી તેવા જીવોને આશ્રયીને પ્રથમ સર્વવિરતિ ધર્મનો ઉપદેશ અપાય છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને આશ્રયીને ઉપદેશનો કોઈ નિયત ક્રમ નથી. એ પ્રકારે વળી=અવ્યુત્પન્ન પ્રતિ ક્રમવિરુદ્ધ ઉપદેશમાં અપ્રતિષેધની અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, અને સમ્યગ્દષ્ટિ પ્રતિ યથાયોગ્ય ઉપદેશમાં પણ કોઈ દોષ નથી, એ પ્રકારે વળી, વ્યવહારાદિ ગ્રંથોરૂપ સમુદ્રમાં ડૂબકી મારવાના સ્વભાવવાળા જીવોનો પ્રસિદ્ધ માર્ગ છે.
ટીકા -
तत्-तस्मात् कारणात्, सम्यग् अवैपरीत्येन, विधिभक्तिपूर्वमुचितस्य द्रव्यस्तवस्य स्थापने उपदेशे, जाताप्रतिभाख्यनिग्रहस्थानस्य लुम्पकस्य मुखम्लानिं विनाऽपरं दूषणं वयं न विमान जानीम: । विनोक्तिरलङ्कारः ।।२५।। ટીકાર્ચ -
ત' તે કારણથી=પૂર્વમાં સિદ્ધ કર્યું કે દ્રવ્યસ્તવ સાધુને અનુમોધ છે તે કારણથી, સમ્યગુરુ અવિપરીતપણા વડે, વિધિ-ભક્તિપૂર્વક ઉચિત દ્રવ્યસ્તવના સ્થાપનમાં ઉપદેશમાં, પ્રાપ્ત થયો છે અપ્રતિભાખ્યનિગ્રહસ્થાન અપ્રતિભા નામનું પરાભવ સ્થાન, જેમને એવા લુંપાકની મુખસ્વામિ વિના બીજું દૂષણ અમે જોતા નથી. આ કાવ્યમાં વિનોક્તિ અલંકાર છે.
૭ ટીકામાં ‘સી’ પદ છે તેનો અન્વય સ્થાપનની સાથે છે, અને વિધિપૂર્વ' નો અન્વય ઉચિત દ્રવ્યસ્તવ સાથે છે. વિશેષાર્થ :
શાસ્ત્રોક્ત વિધિ અને હૈયાની ભક્તિપૂર્વક જે દ્રવ્યસ્તવ કરાય છે તેને સમ્યગુ રીતે કોઈ ઉપદેશક સ્થાપન કરે તો કોઈ દોષ નથી, પરંતુ વિપરીતપણાથી સ્થાપન કરે તો અવશ્ય ત્યાં દોષ છે.
જેમ કોઈ ઉપદેશક પ્રથમ ભાવસ્તવનો ઉપદેશ આપ્યા વગર દ્રવ્યસ્તવ કરવો જોઈએ તેમ કહે, તો તે વિપરીત સ્થાપન છે, અને તે કથન સુવિચારક વ્યક્તિઓને મુખસ્લાનિનું કારણ બને. પરંતુ પ્રથમ ભાવસ્તવનો ઉપદેશ આપે, અને શ્રોતા ભાવસ્તવમાં પોતાની અસમર્થતા જણાવે ત્યારે દ્રવ્યસ્તવનું કથન કરે, તો તે સમ્યગ રીતે સ્થાપન હોવાથી ત્યાં દોષ નથી. આમ છતાં, જેઓને દ્રવ્યસ્તવ પ્રત્યે અરુચિ છે તેવા લુપાકને જ મુખની પ્લાનિ પ્રાપ્ત થાય છે=લુંપાકનું મુખ કરમાઈ જાય છે તે જ એક દોષ છે, એમ ગ્રંથકાર લુંપાક પ્રત્યે કટાક્ષ કરે છે.