________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૨૧
૨૭૯ વિશેષાર્થ:
સ્વપ્રવૃત્તિનો વ્યાઘાત છે જેનાથી એવા દંડરૂપ તર્કને ગ્રહણ કરવાનો છે, અને અહીં સ્વપ્રવૃતિથી લંપાકની ભક્તિનિષેધની પ્રવૃત્તિ ગ્રહણ કરવાની છે. તેને અહીં દંડ એટલા માટે કહેલ છે કે, તર્કથી લુપાકની ભક્તિનિષેધની પ્રવૃત્તિનો વ્યાઘાત થાય છે. તેથી તર્ક એ પ્રવૃત્તિને વ્યાઘાત કરનાર દંડરૂપ છે.
અહીં તર્કનો આકાર એ છે કે તૉ=પાપજનકત્વ અથવા અનિષ્ટસાધનત્વ, કે રોષતિ ન ચા=જો લંપાક દ્વારા દોષરૂપ સ્વીકારાયેલા એવા ભક્તિકર્મમાં ન હોય, તર્દ પ્રવૃત્તિ ન તો લુપાક ભક્તિના નિષેધની પ્રવૃત્તિ કરે છે તે પણ ન થાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનના ભક્તિકર્મને લંપાક હિંસાત્મક હોવાને કારણે દોષવાળું કહે છે, અને તેમાં જો પાપજનકત્વ ન હોય તો લુપાકથી ભક્તિના નિષેધની પ્રવૃત્તિ થઈ શકે નહિ; અને લુપાક ભક્તિના નિષેધની પ્રવૃત્તિ કરે છે, તેથી ત્યાં અવશ્ય પાપજનકત્વ લુપાકે સ્વીકારવું જોઈએ; અને ભક્તિકર્મમાં પાપજનત્વ સ્વીકારવામાં આવે તો ત્યાં નિષેધની જ પ્રાપ્તિ થાય, મૌનની પ્રાપ્તિ થઈ શકે નહિ; જ્યારે ભગવાને સૂર્યાભના ભક્તિકૃત્યમાં મૌન લીધું છે, તે સંગત થાય નહિ.
અહીં વિપક્ષવધતર્વેગા' કહ્યું તેનો ભાવ એ છે કે, તક હંમેશાં વિપક્ષમાં બાધ કરે છે. અને અહીં પાપજનકત્વનો વિપક્ષ પાપઅજનકત્વ છે, તેથી પાપઅજનસ્વરૂપ વિપક્ષમાં બાધક એવો પ્રસ્તુત તર્ક છે, અને તેનાથી દોષવાનમાં પાપજનકત્વની સિદ્ધિ થાય છે.
દોષવાળી ક્રિયામાં જો પાપજનકત્વ ન હોય તો તે દોષવાળી ક્રિયાના નિષેધની પ્રવૃત્તિ થાય નહિ. અહીં ભક્તિકૃત્યને દોષવાન સ્વીકારીને જ લંપાક નિષેધ કરે છે, તેથી ત્યાં પાપજનકત્વ સ્વીકારવું પડે. અને લંપાકને અભિમત એવા દોષવાન ભક્તિકૃત્યમાં પાપજનકત્વ સ્વીકારીએ, તો ત્યાં મૌન લેવું ઉચિત ન ગણાય; અને મૌન લેવું ઉચિત સ્વીકારીએ તો લુપાકે પણ ભક્તિકૃત્યનો નિષેધ કરવો જોઈએ નહિ; અને લંપાક નિષેધ કરે છે, તેથી નક્કી થાય છે કે પાપજનક વસ્તુનો નિષેધ કરવો જોઈએ. પરંતુ ભગવાને સૂર્યાભના ભક્તિકૃત્યમાં નિષેધ કરેલ નથી, તેથી ભક્તિકૃત્યમાં પાપજનકત્વ નથી; માટે જ ભગવાનની ત્યાં અનુમતિ છે.
અહીં પાપજનકત્વ અને અનિષ્ટસાધનત્વ એમ બે દોષો કહેવાનું તાત્પર્ય એ છે કે, તત્કાલ ફળને સામે રાખીએ તો પાપબંધ થાય, તેથી પાપજનકત્વ છે, અને ભાવિ ફળને સામે રાખીને અનિષ્ટસાધનત્વ કહેલ છે. ઉત્થાન :
પૂર્વોક્ત વ્યાપ્તિમાં વ્યભિચાર બતાવીને શ્લોકના ત્રીજા-ચોથા પાદનું ઉત્થાન કરતાં કથ' થી કહે છે. અથવા પૂર્વમાં કહેલ પ્રતિવંધત: હેતુમાં વ્યભિચાર બતાવીને હેતુના પરિષ્કારને બતાવતાં કહે છે – ટીકા :___अथ दुष्टमशुद्धाहारदानम्, तच्च व्याख्यानशक्त्यभावेऽनुकूलप्रत्यनीके न निषिध्यत इति व्यभिचारः । तत्राह-अन्यत्र-विना, अनभिमतो यस्त्यागः तस्यानुपस्थापनम् उपस्थापनानुकूलशक्त्यभावस्ततः । तदुक्तमाचारेऽष्टमस्य द्वितीये - K-૨૧