________________
પ્રતિમાશતકશ્લોક : ૨૦ ઉત્થાન :
ઉપરમાં એમ સ્થાપન કર્યું કે, નામગોત્રશ્રાવણવિધિ સ્વતંત્ર નથી, તેમ જ સાધનવિધિ પણ નથી, તો શું છે ? એમ પ્રશ્ન થાય. તેથી ‘વિસ્તુ થી કહે છે - ટીકાર્ચ -
વિનું... ચામોદર પરંતુ ચિકીર્ષિત એવી સાધનાનુકૂલ પ્રતિજ્ઞાવિધિના શેષપણા વડે કરીને તેનો=નામગોત્રશ્રાવણવિધિનો, ઉપયોગ છે, અને શેષ વડે શેષીનો આક્ષેપ સુકર જ છે એથી કરીને, અહીંયાં=રાજપ્રસ્તીયના કથનમાં, ભગવાને પોરામ” થી થાવત્ પર્યાપાસના સુધી ઉત્તર ન આપ્યો, પરંતુ સ્વ-સ્વરામગોત્ર સંભળાવે છે, ત્યાં સુધી અધૂરો ઉત્તર આપ્યો, તેમાં વ્યુત્પત્રિોને કોઈ વ્યામોહ નથી. સારાંશ -
૦નામગોત્રશ્રાવણવિધિ સ્વતંત્ર જ નથી, નામગોત્રશ્રાવણવિધિ સાધનવિધિ પણ નથી, પરંતુ ચિકીર્ષિત સાધનાને અનુકૂળ પ્રતિજ્ઞાવિધિના શેષપણા વડે નામગોત્રશ્રાવણવિધિ ઉપયોગી છે.
૦નામગોત્રશ્રાવણવિધિ સ્વતંત્ર નથી, તેમાં હેત ‘તી ........ પત્નવિધિામાવ’િ છે.
૦નામગોત્રશ્રાવણવિધિ શું છે ? તેથી કહે છે - ચિકીર્ષિત સાધનને અનુકૂળ પ્રતિજ્ઞાવિધિના શેષપણા વડે નામંગોત્રશ્રાવણવિધિનો ઉપયોગ છે. વિશેષાર્થ:
વિધિવચનો ફળને બતાવનારાં અને સાધનને બતાવનારાં હોય છે, અને જે વચનો ધર્મકૃત્યના ફળને બતાવનારાં છે, તેને ફળવિધિ કહેવામાં આવે છે; અને ફળની પ્રાપ્તિમાં સાધનભૂત એવી ક્રિયાને બતાવનારાં જે વચનો છે, તેને સાધનવિધિ કહેવામાં આવે છે. તેથી એ પ્રાપ્ત થાય છે, ફળવિધિને કહેનારાં વચનો તે હોય કે જેનાથી ધર્મના ફળરૂપે સુખો બતાવવામાં આવ્યાં હોય કે દુઃખનો અભાવ બતાવવામાં આવ્યો હોય. જેમ કહેવામાં આવે કે સંયમના પાલનથી મોક્ષની પ્રાપ્તિરૂપ કે સ્વર્ગની પ્રાપ્તિરૂપ સુખો મળે છે, અથવા તો દુર્ગતિની પરંપરા અટકે છે, તે વચનો ફળવિધિરૂપે છે. અને સંસારમાં સુખની પ્રાપ્તિના ઉપાયો કે મોક્ષની પ્રાપ્તિના ઉપાયરૂપે ભગવદ્ભક્તિ આદિને કહેનારાં વચનો તે સાધનવિધિરૂપ છે. અને ફળવિધિ હંમેશાં સ્વતંત્ર હોય છે અને સાધનવિધિ ફળવિધિને પરતંત્ર હોય છે. કેમકે ફળની ઈચ્છાથી જ સાધનવિધિ પ્રવર્તક હોય છે, તેથી ફળને પરતંત્ર સાધનવિધિ પ્રવર્તક બને છે; જ્યારે ફળવિધિ કોઈ અન્ય વિધિને પરતંત્ર રહ્યા વગર સ્વતંત્ર જ પ્રવર્તક હોય છે. આ વાતને સામે રાખીને કહે છે -
નામગોત્રશ્રાવણવિધિ સ્વતંત્ર નથી, કેમ કે નામગોત્રશ્રાવણવિધિનું સુખ-દુઃખહાનિ અન્યતરત્વરૂપે અભાવ હોવાને કારણે ફળવિધિપણું નથી. અને સાધનવિધિ પણ નથી, કેમ કે પર્યાપાસનાનું જ સાધનપણું છે અને નામગોત્રને કહેવા એ કાંઈ ભગવાનની પર્યાપાસનારૂપ નથી. અહીં પ્રશ્ન થાય કે, પર્યાપાસનાના સમકક્ષ