________________
પ્રતિમાશતક/ શ્લોક : ૧૫
૨૨૯ કરીને મતિશ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીઓની અસંખ્યાતગુણાની સંખ્યાની ઉપપત્તિ થશે, એ પ્રમાણે વળી કેટલાક કહે છે. તેનો જવાબ આપતાં ગ્રંથકારે કહ્યું કે, તેઓના વડે નિશ્ચયસમ્યક્તનું સ્વરૂપ જણાયું નથી અને તેમાં શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૯૧ની સાક્ષી આપી. તેનો ભાવ એ છે કે નિશ્ચયનયનું સમ્યક્ત મુનિભાવ સાથે વ્યાપ્તિવાળું છે, જે અપ્રમત્ત મુનિને સંભવે. અને તે સિવાયનું જે વ્યવહારનયનું સમ્યક્ત છે, તે નિશ્ચયસમ્યક્તનો હેતુ છે, અર્થાત્ દ્રવ્યસમ્યક્ત છે. તેથી અવિરતિવાળા દેવોને નિશ્ચયસમ્યક્ત કહી શકાય નહિ; પરંતુ નિશ્ચયસમ્યક્તના હેતુભૂત દ્રવ્યસમ્યક્વ, ચોથા ગુણસ્થાનકે હોય ત્યારે ભાવસમ્યક્તથી અનુવિદ્ધ દ્રવ્યસમ્યક્ત છે, અને અપુનબંધક અવસ્થામાં હોય ત્યારે કેવલ દ્રવ્યસમ્યક્ત છે. એ પ્રકારનો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો આશય છે. ઉત્થાન :
આ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે દેવોને નિશ્ચયસમ્યક્ત સંભવે નહિ, એમ સિદ્ધ કર્યું ત્યાં, પૂર્વપક્ષી શાસ્ત્રવચનને લઈને દેવોને નિશ્ચયસમ્યક્ત સંભવી શકે એમ બતાવે છે. તેથી તે શાસ્ત્રવચન પણ અપ્રમત્ત મુનિને જ નિશ્ચયસમ્યક્ત સ્વીકારે છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકા :
___यदपि 'णिच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुह(द्ध)परिणामो' ( ) त्ति वचनात् तत्त्वविचारणोपबंहितो मतिश्रुताधुपयोग एव निश्चयसम्यक्त्वमिति तैरुच्यते तदपि आदिपदोत्तरमयट्प्रत्ययार्थापरिज्ञानविजृम्भितं, कृत्स्नज्ञानदर्शनचारित्रैकोपयोग एव निश्चयसम्यक्त्वमित्यस्योक्तवाक्यार्थत्वात् । ટીકાર્ય :
ય િડવાર્થત્યાત્ =જે પણ નિશ્ચયથી જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ સમ્યક્ત છે એ પ્રમાણે વચન હોવાથી તત્ત્વવિચારણાથી ઉપઍહિત મતિ-સુતાદિનો ઉપયોગ જ નિશ્ચયસમ્યક્ત છે, એ પ્રમાણે તેઓ વડે કહેવાય છે; તે પણ જ્ઞાનાદિમયમાં જે “આદિ' પદ છે, તેના ઉત્તરમાં જે મય પ્રત્યય છે, તેના અર્થતા અપરિજ્ઞાનનું વિજૈભિત છે. કેમ કે કૃમ્ન જ્ઞાન, દર્શન, ચારિત્રના એક ઉપયોગરૂપ જનિશ્ચયસખ્યત્ત્વ છે. એ પ્રમાણે આનું મયટુ પ્રત્યયવાળા વાક્યનું ઉક્ત વાક્યર્થપણું છે. અર્થાત્ “વં મો' જે શ્રાવકપ્રજ્ઞપ્તિનો પાઠ છે, તે વાક્યનો જે અર્થ છે તે વાક્યર્થપણું છે. વિશેષાર્થ :
“યર' થી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રમાં કહ્યું છે કે, નિશ્ચયથી સમ્યક્ત જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ છે. તેનાથી પૂર્વપક્ષી એ કહેવા માંગે છે કે, જગતના જીવમાત્ર જ્ઞાનાદિમય છે, પરંતુ તે મિથ્યાજ્ઞાનાદિમય છે; જ્યારે તત્ત્વવિચારણાથી ઉપભ્રંહિત એવો જે મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તે જ જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ છે, જે દેવોને ઉપપાતકાળમાં સંભવી શકે છે. આથી જ