Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 389
________________ ૩૩૪ પ્રતિમાશતક| શ્લોક : ૨૬-૨૭ આયતન જ અનાયતન છે=હિંસાનું સ્થાન છે; અને સાધુઓ દેરાસ૨માં દર્શન આદિ માટે જાય છે, તેથી તેઓ અનાયતનથી દૂર નથી, તેથી સાધુને સંવાસાનુમતિ દોષ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકાર કહે છે કે, જો પુષ્પાદિનું આયતન જ અનાયતન માનશો તો સમવસરણમાં દેવતાઓ પુષ્પો (સચિત્ત) પાથરે છે, ત્યાં રહેનાર સાધુને પણ અનાયતનમાં=હિંસાના આયતનમાં, સંવાસ સ્વીકા૨વાની આપત્તિ આવશે. અને તેમ સ્વીકારીએ તો સમવસ૨ણમાં બેઠેલા મુનિઓને પણ સંવાસાનુમતિ દોષની પ્રાપ્તિ માનવી પડશે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે મુનિઓ સમવસરણમાં ભગવાનની દેશના સાંભળવા સિવાય રહેતા નથી, તેથી ત્યાં રહેવાથી અનાયતનનો પ્રસંગ નહિ આવે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે - ટીકાર્ય - 7...... . નોવોષઃ । દેવગૃહમાં=દેરાસરમાં, પણ સાધુઓને ત્રણ સ્તુતિના કર્ષણથી= બોલવાથી, વધુ અવસ્થાન=રહેવું, અનુજ્ઞાત નથી. એથી કરીને વિધિવંદનાદિ માટે અવસ્થાનમાં ઉક્ત દોષ નથી= અનાયતનમાં રહેવાનો દોષ નથી. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, સાધુને દ્રવ્યસ્તવમાં આશંસાનુમતિ નથી, તેમજ સંવાસાનુમતિ પણ નથી. હવે અનિષેધરૂપ પણ અનુમતિ નથી, તે બતાવે છે - ટીકાર્થ: आज्ञास्थितानां . નિર્ષઃ ।। આજ્ઞામાં રહેલાઓને=ક્રમથી અવિરુદ્ધ ઉપદેશ આદિ આપવાની આજ્ઞામાં રહેલાઓને, હિંસાના અનિષેધની અનુમતિ પણ નથી. જે કારણથી ત્રણે અનુમતિ નથી, તે કારણથી દ્રવ્યસ્તવની શ્લાઘા=માહાત્મ્યનું પ્રકાશન, સાધુઓને નિરવદ્ય જછે, કેમ કે શુભાનુબંધીપણું છે, એ પ્રમાણે નિષ્કર્ષ જાણવો. ૭ ‘નિષેધાનુમતિરપિ’ અહીં ‘વિ’ શબ્દથી આશંસાનુમતિ અને સંવાસાનુમતિ એ બે અનુમતિ પણ નથી તેનો સમુચ્ચય ક૨વાનો છે. તેથી ‘યસ્માત્ ારાત્' નો અન્વય ત્રણે અનુમતિ સાથે કરવાનો છે. માટે અર્થ આ પ્રમાણે થાય કે - જે કારણથી ત્રણે પ્રકારની અનુમતિ સાધુઓને નથી, તે કારણથી દ્રવ્યસ્તવની શ્લાઘા સાધુઓને નિરવઘ જ છે. ∞ ‘શુમાનુન્ધિત્વાત્’ અહીં ‘અનુબંધ’ શબ્દ ફલાર્થક છે. તેથી ગૃહસ્થની દયાપરિણતિના સ્વૈર્યરૂપ શુભ ફળ ગ્રહણ કરવાનું છે. II૨૬ના અવતરણિકા : कश्चिदाह -

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412