________________
૧૩
પ્રતિમાશતક, શ્લોક : ૨ न्यायाद् निक्षिप्यमाणं नामादित्रयमेवेत्यर्थः । भावभगवत: निक्षिप्यमाणभावार्हतः, ताद्रूप्यधिया अभेदबुद्धेः, कारणम् । शास्त्रा=आगमप्रमाणात्, स्वानुभवाच्च-स्वप्रातिभप्रमाणाच्च, मुहुः= वारंवारम्, इष्टं दृष्टं च-शास्त्राद् इष्टम् अनुभवाच्च दृष्टमित्यर्थः । मुहुरिष्ट्या मननं मुहुर्दृष्ट्या च ध्यानमुपनिबद्धम्, तेन तत्त्वप्रतिपत्त्युपायसामग्र्यमावेदितम् । तदाह- योगाचार्यवचनानुवादी हरिभद्रसूरिः
आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।१।। (योगदृष्टिसमुच्चय:-श्लोक १०१) इति । ટીકાર્ચ -
નામવિત્રયમેવ ..... ત્યર્થ ! આ શ્લોકમાં જે નામાદિપદ છે, તે નામાદિનિક્ષેપપર છે, અર્થાત્ જેમ ભીમસેનને “ભીમ' પદથી કહી શકાય છે, તેમ નામાદિનિક્ષેપને શ્લોકમાં નામાદિપદથી ગ્રહણ કરેલ છે. અહીં નામાદિનિક્ષેપનો અર્થ 'મિતિન્યાય' થી નિક્ષિપ્રમાણ નામાદિત્રય જ=નિક્ષેપ કરાતા એવા નામ, સ્થાપના અને દ્રવ્ય જ, એ પ્રકારે થાય છે, અને આ નામાદિત્રય નિશિપ્રમાણ=નિક્ષેપ કરાતા એવા ભાવઅરિહંતની તપ ધીનું=અભેદબુદ્ધિનું, કારણ છે. વિશેષાર્થ –
મિતિન્યાય વ્યવત્ પ્રાશને આ પ્રકારનો ન્યાય છે, અને તે ન્યાયથી વિશેષણ હોય તે દ્રવ્યની જેમ=વિશેષ્યની જેમ, દેખાય છે. તેથી નિક્ષેપ કરાતા નામાદિત્રયમાં નિક્ષેપ કરાતા” એ વિશેષણ છે, આમ છતાં નામાદિનિક્ષેપ એ અર્થ “કૃદભિહિતન્યાયથી પ્રાપ્ત થાય છે. કેમ કે, નિક્ષિપ્યમાણ એ વિશેષણ વિશેષ્યની જેમ પ્રકાશે છે. તેથી નિક્ષિપ્રમાણને બદલે નિક્ષેપ પ્રયોગ થાય છે. તેથી નામાદિનિક્ષેપનો અર્થ નિક્ષિપ્યમાણ નામાદિ ત્રય એ પ્રમાણે કરવો. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે નિક્ષિપ્યમાણ નામાદિત્રય એ નિક્ષિપ્યમાણ એવા ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ છે.
કહેવાનો આશય એ છે કે, જે સાધક આત્મામાં ભાવઅરિહંતને સ્થાપન કરવાની ઇચ્છા કરતો હોય અને તેને અનુકૂળ અંતરંગ યત્નવાળો હોય, ત્યારે પોતાના યત્નથી તે નિક્ષિપ્યમાણ ભાવઅરિહંત બને છે; અને તેને એના ઉપાયભૂત નિષિપ્રમાણ નામાદિત્રય ભાસે છે. તેથી અંતરંગ યત્નપૂર્વક અરિહંતના નામનો તે જાપ કરે છે તે વખતે, તેના ચિત્તમાં નિક્ષિપ્રમાણ એવો નામનિક્ષેપો હોય છે; અને તેને અવલંબીને ભાવઅરિહંતનું સ્વરૂપ ચિત્તમાં ઉપસાવવા તે યત્ન કરે છે, અને તેના બળથી પોતાના આત્મામાં ભાવઅરિહંત સાથે અભેદ કરવાનો તે યત્ન કરે છે. તેથી નિક્ષિપ્રમાણ એવો નામનિક્ષેપો નિક્ષિણમાણ એવા ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ બને છે. એ જ રીતે કોઈ સાધકને ભગવાનની મૂર્તિને જોઇને તે મૂર્તિના અવલંબનથી પોતાની બુદ્ધિમાં ભાવઅરિહંતને ઉપસાવવાનો યત્ન પ્રગટ થાય, ત્યારે તે મૂર્તિની આકૃતિ બુદ્ધિમાં નિષિપ્રમાણ છે; અને પોતાને જે ભાવઅરિહંતના સ્વરૂપનું જ્ઞાન છે તેને