________________
૪૪
પ્રતિમાશતક, શ્લોક : ૨ અનુયોગદ્વારસૂત્રમાં આ ત્રણ પ્રકારના દ્રવ્યત્વનો સ્વીકાર કર્યો છે એ રીતે, મરીચિ દ્રવ્યજિન સ્વીકારી શકાય નહિ; કેમ કે તે ત્રણે આયુષ્યકર્મથી ઘટિત દ્રવ્યસ્વરૂપ છે, અને તે એકભવિકાદિ ત્રણે તીર્થંકર થવાના અતિ આસન્ન હોય તેવા તીર્થકરને દ્રવ્યતીર્થકરરૂપે ગ્રહણ કરેલ છે. તો પણ દ્રવ્યતીર્થકરના ફળભૂત જે ભાવતીર્થંકરપદ, તેની જનનયોગ્યતારૂપ દ્રવ્યતીર્થંકરપણું, પ્રકાદિ દૃષ્ટાંતથી નૈગમનયનું આશ્રમણ કરીને દૂરમાં પણ સંભવી શકે છે.
કહેવાનો આશય એ છે કે, ભાવતીર્થંકરની અતિ નજીક એવા આયુષ્યકર્મથી ઘટિત એકભવિકાદિ મરીચિમાં નથી, તેથી તે અપેક્ષાએ મરીચિને દ્રવ્યતીર્થકર કહીને ઉપાસ્ય માની શકાય નહિ; તો પણ ભાવતીર્થકર થવાની યોગ્યતા મરીચિમાં દૂરવર્તી છે, અને અશુદ્ધનૈગમનય પ્રસ્થકાદિ દૃષ્ટાંતથી દૂરવર્તી યોગ્યતાને સ્વીકારે છે; તે રીતે અશુદ્ધનગમનયનું અવલંબન લઈને મરીચિમાં પણ ભાવતીર્થંકરની યોગ્યતા છે, તેને સામે રાખીને દ્રવ્યતીર્થકરરૂપ આરાધ્યતા સ્વીકારવામાં કોઈ દોષ નથી. ટીકાર્ય :
ચોપતાવિરોષે....સંછિક્ત અને જ્ઞાનીના વચનથી અવગત જણાયેલી, એવી યોગ્યતાવિશેષમાં દોષની ઉપેક્ષા કરીને પણ તેઓના વંદન-વૈયાવૃત્યાદિનો વ્યવહાર સંગત થાય છે. વિશેષાર્થ :
કોઈને શંકા થાય કે, દસ્તુતઃ મરીચિમાં દ્રજિનપણું ઘટતું નથી; કેમ કે અનુયોગદ્વારસૂત્રમાં ત્રણ પ્રકારનું દ્રવ્યત્વ કહ્યું છે. આ શંકાનું સમાધાન કરીને સ્થાપન કર્યું કે, મરીચિમાં દૂરવર્તી પણ દ્રવ્યત્વ છે; તેથી ત્યાં સામાન્યથી વંદનવ્યવહાર સંગત છે; અને જ્ઞાનીના વચનથી એવી યોગ્યતાવિશેષ જણાય છ0= આસન્નકાળમાં સિદ્ધપદપ્રાપ્તિ થવાની છે અથવા તીર્થકર થનાર છે તે પ્રકારની યોગ્યતાવિશેષ જણાયે છત, અવિરતિ આદિ દોષની ઉપેક્ષા કરીને પણ તેઓના વંદન-વૈયાવચ્ચાદિમાં વ્યવહાર સંગત થાય છે. ટીકાર્ચ -
લત વ.....નિર્મને / આથી કરીને જ વીરવચનથી અતિમુક્તઋષિની ભાવિભદ્રતા જાણીને વ્રતખ્ખલિતની ઉપેક્ષા કરીને સ્થવિરો વડે અગ્લાનિથી વૈયાવૃત્ય કરાયું ઉત્સાહપૂર્વક વૈયાવૃત્ય કરાયું. વિશેષાર્થ :
દોષનો અભાવ હોય અને યોગ્યતાવિશેષ જણાય તો અવશ્ય વંદનવ્યવહાર થાય છે, પરંતુ દોષની ઉપેક્ષા કરીને પણ યોગ્યતાવિશેષ જણાય તો વંદનવ્યવહાર સંગત થાય છે. આથી અલિત એવા= સ્મલના પામેલ એવા, અઇમુત્તામુનિની પ્રમાદ કે આકુટ્ટિપૂર્વક કરાયેલા દોષની ઉપેક્ષા કરીને વિરોએ વૈયાવચ્ચ કરી.