________________
૨૮૮
પ્રતિમાશતક, શ્લોક : ૨૧ ૦ અહીં ‘રાવૃત્રિયોર્કશવિરોષોવરત્વ' નો અર્થ ‘સપુષ્ટાનવનવિરત્વ કરેલો છે. ‘ત્તિ ચાવ” શબ્દ એ બતાવે છે કે – આ પ્રમાણે તેનું તાત્પર્ય છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષી દૃષ્ટાંત તરીકે ‘વે તુ તાન ઈત્યાદિ સૂત્ર કહે છે, અને તેનો કહેવાનો આશય એ છે કે, તે સૂત્રમાં દાનની પ્રશંસાનો નિષેધ છે, તેથી દાનનો નિષેધ સુતરાં છે, તેથી ત્યાં મૌન લેવું ઉચિત છે; તેમ ભક્તિનો નિષેધ પણ સુતરાં છે, તેથી ભગવાને સૂર્યાભદેવના નાટ્યકરણના વિષયમાં મૌન ગ્રહણ કરેલ છે. આમ જે પૂર્વપક્ષી કહે છે, તે પણ અયુક્ત છે. કેમકે તુ તાનમ્' ઈત્યાદિ સૂત્ર છે, તે અપુષ્ટાલંબનનો વિષય છે. ટીકાર્ય:
પુષ્ટાત્તત્વને ... મૂર્તિ . પુષ્ટ આલંબનમાં તો બ્રાહ્મણને ભગવાનના વસ્ત્રદાનની જેમ, કે આર્યસુહસ્તિના રંકદાનની જેમ, સાધુને પણ ગૃહસ્થનું અનુકંપાદાન સંભળાય છે.
અહીં ‘સાધૂના કર્તે અર્થક ષષ્ઠી વિભક્તિ છે, અને ‘હિ કર્મ અર્થક ષષ્ઠી વિભક્તિ છે. વિશેષાર્થ :
સૂત્રકૃતાંગના “ તુ તાનમિત્યાર સૂત્રથી અપુષ્ટાલંબનવિષયક દાનનું ગ્રહણ કરવાનું છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય છે, અપુષ્ટાલંબનવાળા દાનને કોઈ કરતું હોય ત્યારે, કોઈ વિવેકી જીવ તેની પ્રશંસા કરે તો તેને પ્રાણીવધની અનુમતિની પ્રાપ્તિ થાય, અને નિષેધ કરે તો અંતરાયકર્મનો બંધ થાય. તેથી વિવેકી જીવ તેવા સ્થાનમાં મૌન ગ્રહણ કરે. અને આનાથી એ પ્રાપ્ત થાય છે, તેવા પ્રકારના દાનની વિવેકી જીવ વડે પ્રશંસા કરવી ઉચિત નથી. જ્યારે તેવા પ્રકારના દાનની પ્રશંસા ન થઈ શકે, તો વિવેકી જીવ તેવું દાન સ્વયં ન કરે, તે પણ સુતરાં પ્રાપ્ત થાય. તેથી અહીં દાનનો નિષેધ પોતાને આશ્રયીને છે, પરંતુ અન્ય કોઈ દાન કરતું હોય તેનો તે નિષેધ પણ કરે નહિ અને પ્રશંસા પણ કરે નહિ. જ્યારે તે જ દષ્ટાંતથી પૂર્વપક્ષી ભગવાનની ભક્તિને ગ્રહણ કરીને એ કહેવા માંગે છે કે, ભગવાનની ભક્તિની અનુમોદના કરવાથી હિંસાની અનુમોદના પ્રાપ્ત થાય છે, અને નિષેધ કરવાથી ભક્તિભાવમાં અંતરાય પેદા થાય છે, તેથી કોઈ ભક્તિ કરતો હોય તેની અનુમોદના કે નિષેધ થઈ શકે નહિ; અને તે જ રીતે પોતાને ભગવાનની ભક્તિ કરવી પણ ઉચિત નથી. કેમ કે ભગવાનની ભક્તિમાં આરંભ-સમારંભ છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે -
પુષ્ટાલંબનમાં જેમ દાન સાક્ષાત્ થઈ શકે છે, તેમ સુતરાં તેવા દાનની અનુમોદના પણ થઈ શકે છે. અને પુષ્ટાલંબન જેવી જ ભગવાનની ભક્તિ છે, કેમ કે પુષ્ટાલંબનમાં, અનુકંપાદાનમાં હિંસાદિ હોવા છતાં હિંસાદિની અનુમોદનાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ દાન લેનારને જે ગુણો પ્રાપ્ત થાય છે, તેની જ અનુમોદના પ્રાપ્ત થાય છે. તે જ રીતે ભગવાનની ભક્તિમાં આનુષગિક જે હિંસા થાય છે, તેની અનુમોદના નથી, પરંતુ ભગવાનની ભક્તિમાં વર્તતા શુભભાવની જ અનુમોદના છે.