________________
૧૫૮
પ્રતિમાશતક) શ્લોક : ૧૧-૧૨ દક્ષિણ બાજુની જિનપ્રતિમાઓ તે પ્રમાણે જ સર્વ કહેવું. જ્યાં દક્ષિણ બાજુનું ચૈત્યવૃક્ષ ત્યાં આવે છે, ત્યાં આવીને તે પ્રમાણે જ સર્વ કહેવું. જ્યાં દક્ષિણ બાજુનો મહેંદ્રધ્વજ ત્યાં આવે છે, તે પ્રમાણે જ સર્વ જાણવું. જ્યાં દક્ષિણ બાજુ રહેલ નંદાપુષ્કરિણી ત્યાં આવે છે, મોરપીંછી ગ્રહણ કરે છે, મોરપીંછી ગ્રહણ કરીને તોરણ અને ત્રિસોપાન પ્રતિરૂપકગત શાલભંજિકા, બાલકરૂપને મોરપીંછી વડે પ્રમાર્જ છે, યાવત્ ધૂપ આપે છે. સિદ્ધાયતનને અનુપ્રદક્ષિણા કરીને જે બાજુ ઉત્તર દિશા સંબંધી નંદાપુષ્કરિણી તે બાજુ આવે છે, તે પ્રમાણે જ સર્વ જાણવું. જે બાજુ ઉત્તર દિશા સંબધી ચૈત્યવૃક્ષ તે પ્રમાણે જ જાણવું. જ્યાં ઉત્તર બાજુનો ચૈત્યસૂપ તે પ્રમાણે જ જાણવું. જ્યાં પશ્ચિમ બાજુની પીઠિકા, જ્યાં પશ્ચિમ બાજુની જિનપ્રતિમા તે પ્રમાણે જ જાણવું. ઉત્તર બાજુનો પ્રેક્ષાઘરમંડપ ત્યાં આવે છે, આવીને જે દક્ષિણ બાજુની વક્તવ્યતા છે તે પ્રમાણે જ સર્વ (કહેવું). પૂર્વ દ્વારમાં દક્ષિણ બાજુની ખંભપંક્તિ તે પ્રમાણે જ સર્વ કહેવું. જે બાજુ ઉત્તર બાજુનો મુખમંડપ તે પ્રમાણે સર્વ કહેવું. પશ્ચિમ બાજુના દ્વારમાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ ઉત્તર બાજુના દ્વારમાં દક્ષિણ બાજુની સ્તંભપંક્તિ (પૂજે છે.) બાકીનું તે પ્રમાણે જ જાણવું. જે બાજુ સિદ્ધાયતનનો ઉત્તર બાજુનો દ્વારા તે પ્રમાણે જ, જ્યાં સિદ્ધાયતનનો પૂર્વ દ્વાર ત્યાં જાય છે, તે પ્રમાણે જ સર્વ (કહેવું). જે બાજુ પૂર્વ દિશા સંબધી મુખમંડપ, પૂર્વદિશાના મુખમંડપનો બહુમધ્યદેશભાગ તે પ્રમાણે જ, દક્ષિણ બાજુના દ્વારમાં પશ્ચિમ બાજુની સ્તંભપંક્તિ ઉત્તર દ્વારમાં તે પ્રમાણે જ, પૂર્વ દ્વારમાં તે પ્રમાણે જ, જ્યાં પૂર્વ બાજુનો પ્રેક્ષાગૃહમંડપ એ પ્રમાણે સૂપ, જિનપ્રતિમાઓ ચૈત્યવૃક્ષ, મહેંદ્રધ્વજ તે પ્રમાણે જ યાવત્ ધૂપ આપે છે.
જે બાજુ સુધર્માસભા છે તે બાજુ આવે છે, આવીને સુધર્માસભાના પૂર્વ બાજુના દ્વાર વડે પ્રવેશ કરે છે. જ્યાં માણવકઐયસ્તંભ છે જ્યાં વજમય ગોળવૃત્ત દાભડો છે ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વજય ગોળવર દાભડાને મોરપીંછી વડે પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને વજમય ગોળાકાર દાભડો ઉઘાડે છે, ઉઘાડીને જિનેશ્વરના અસ્થિઓને પ્રમાર્જે છે, સુરભિ ગંધોદક વડે પ્રક્ષાલ કરે છે, પ્રધાન ગંધ અને માલ્ય વડે અર્ચન કરે છે. ધૂપ આપે છે, ધૂપ આપીને જિનેશ્વરનાં અસ્થિઓને વજમય ગોળવૃત્ત દાભડામાં પાછાં મૂકે છે. માણવકચૈત્યસ્તંભને મોરપીંછી વડે પ્રમાર્જ છે, દિવ્ય જલધારા વડે યાવત્ ધૂપ આપે છે. ધૂપ આપીને જ્યાં સિહાસન છે, તે પ્રમાણે જ,
જ્યાં સુલ્લક=નાનો મહેંદ્રધ્વજ છે તે પ્રમાણે જ (પૂજા કરે છે). જ્યાં ચોપ્પાલક નામનો પ્રહરણકોશ છે ત્યાં આવે છે, તે પ્રમાણે જ (પૂજા કરે છે). જ્યાં બહુમધ્યદેશભાગ છે તે પ્રમાણે જ (પૂજા કરે છે). જ્યાં મણિપીઠિકા, જ્યાં દેવશયા છે તે પ્રમાણે જ (પૂજા કરે છે). જ્યાં ઉપપાતસભા છે ત્યાં આવે છે, આવીને જે પ્રમાણે અભિષેકસભા તે પ્રમાણે સર્વ કરે છે. યાવત્ પૂર્વ બાજુની નંદાપુષ્કરિણી, જ્યાં જળાશય છે ત્યાં આવે છે, આવીને તોરણ, ત્રિસોપાન પૂતળીઓ, વાલરૂપને જે પ્રમાણે અભિષેકસભામાં કહ્યું તે પ્રમાણે જ (સર્વ કરે છે.) અને સિંહાસન મણિપીઠિકા બાકીનું તે પ્રમાણે જ સિદ્ધાયતન સદશ યાવત્ પૂર્વ બાજુની નંદાપુષ્કરિણી સુધીની વક્તવ્યતા કહેવી). જે બાજુ અલંકારસભા તે બાજુ (આવે છે, આવીને) જે પ્રમાણે અભિષેકસભા તે પ્રમાણે સર્વ (વક્તવ્યતા કહેવી). જ્યાં વ્યવસાયસભા ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પુસ્તકરત્નને મોરપીંછી વડે પ્રમાજે છે, દિવ્ય જલધારા વડે યાવત ધૂપ આપે છે, મણિપીઠિકા અને સિહાસન બાકીનું તે પ્રમાણે જ, પૂર્વબાજુની નંદાપુષ્કરિણી પર્યત તે પ્રમાણે જ વક્તવ્યતા કહેવી. જે બાજુ બલિપીઠ છે ત્યાં આવે છે, આવીને બલિવિસર્જન કરે છે. એ પ્રમાણે જાણવું. (સૂ. ૪૪) ll૧૧ અવતરણિકા -
ननु अत्र प्राक्पश्चाच्च हितार्थिता देवभवापेक्षयैव पर्यवस्यति, तथा चैहिकाभ्युदयमात्रं