________________
૧૬૩
પ્રતિમાશતક/ શ્લોક : ૧૨ કારણે કેશીગણધરે કહેલ કે તે પૂર્વમાં રમણીય થઈને પાછળથી અરમણીય થઈશ નહિ. તેના જવાબરૂપે પ્રદેશ રાજા કહે છે કે, પૂર્વમાં હું જે દાનધર્માદિ કરું છું, તપૂર્વક જ શીલાદિ ગુણોને કરીશ. તેથી જ્યારે તે પ્રકારના વિવેકપૂર્વક વ્રત ગ્રહણ કરે છે, ત્યારે પ્રાગું રમણીયપણું હતું=વ્રતના સ્વીકારના અવસરમાં રમણીયપણું હતું, કેમ કે વિવેકપૂર્વક વ્રતનો પરિણામ થયેલો છે. અને પૂર્વ પ્રતિપન્ન એવા દાનધર્મના નિર્વાહથી વિશિષ્ટ શીલાદિમાં યત્ન કરવાને કારણે પશ્ચાતું રમણીયપણું છે=પરલોકમાં રમણીયપણું છે. કેમ કે, જો શીલાદિ વ્રતને ગ્રહણ કર્યા પછી પૂર્વમાં સ્વીકારેલ દાનને છોડી દેવામાં આવે તો ધર્મનું લાઘવ થાય, તેથી પરલોકમાં રમણીયપણું પ્રાપ્ત થાય નહિ. પરંતુ વિવેક સહિત દાન આપવાપૂર્વક શીલાદિનું પાલન કરે છે, તેથી પરલોકમાં રમણીયપણું પ્રાપ્ત થાય છે. માટે કેશીગણધરના કથનથી જેમ ઉભયલોકનું ખ્યાપન થાય છે, તે જ રીતે પ્રાફ પશ્ચાત્ શબ્દથી સૂર્યાભદેવના પ્રસંગમાં પણ ઉભયલોક પ્રાપ્ત થાય છે, માટે સૂર્યાભદેવની મૂર્તિપૂજાનું કથન ઉભયલોકના હિતવાળું છે. તેથી ભગવાનની મૂર્તિ સૂર્યાભદેવના કથનથી પૂજનીય છે, તેમ સિદ્ધ થાય છે.
અહીં વિશેષ એ છે કે પ્રદેશ રાજા ધર્મ પામ્યા પહેલાં જે અનુકંપાદાન કરતા હતા, તે વિવેક વગરનું દાન હતું; તેથી તે દાન કર્તવ્ય ન હતું. પરંતુ ધર્મ પામ્યા પછી પૂર્વમાં કરાયેલી તે દાનશાળાઓ બંધ કરી દે તો ધર્મનું લાઘવ થાય, માટે કેશીગણધર કહે છે કે, તે પ્રદેશી ! પૂર્વમાં તું રમણીય થઈને પશ્ચાતું અરમણીય થઈશ નહિ. અર્થાત્ વ્રત સ્વીકાર્યા પછી પૂર્વમાં કરાયેલી દાનશાળાઓ વિવેક વગરની છે, માટે બંધ કરી દેતો નહિ, પરંતુ વિવેકપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય એમ કરજે. ટીકા -
ननु 'परिभाएमाणे' इत्यन्तमनुवादमानं शीलव्रतादिना रमणीयत्वभाव एव च विधिरिति चेत् ? किं दानधर्मविधिमप्युच्छेत्तुमुद्यतोऽसि ? न जानासि ? तुंगियाश्राद्धवर्णने 'पडिलाभेमाणे' इत्यंतस्य इव 'परिभाएमाणे' इत्यंतस्याधिकृते आनश् प्रत्ययबलेन विधिसूचकत्वमिति महतीयमव्युत्पत्तिर्भवत: यदि च प्रतिज्ञादाढाय शीलादिना रमणीयत्वं निर्वाह्यमित्यभिसंधिनैवोक्तपाठो निबद्धः स्यात्तदाऽऽनंदादीनां व्रतदानोत्तरमप्ययमुपनिबद्धव्यः स्याद् । इति कियदज्ञस्य पुरो वक्तव्यम् । अत एव, किं मे पूर्वं श्रेयः ? किं मे पश्चात् श्रेयः ? किं मे पूर्वमपि पश्चादपि च हिताय-भावप्रधानोऽयं निर्देशः, हितत्वाय परिणामसुंदरताय, सुखाय शर्मणे, क्षमायै-अयमपि भावप्रधानो निर्देशः, संगतत्वाय, . निःश्रेयसाय= निश्चित्कल्याणाय, आनुगामिकतायै-परंपराशुभानुबंधिसुखाय भविष्यतीति । राजप्रश्नीयवृत्तौ व्याख्यातम् । ટીકાર્ય :
નનું “રિમાણમાને .... મુદતોકસિ ? “નન થી પૂર્વપક્ષી કહે છે કે, રાયપાસણીયસૂત્રમાં કેશીગણધરે જે પ્રદેશી રાજાને કહ્યું, તેનો ઉત્તર આપતાં પ્રદેશીરાજાનું જે વક્તવ્ય છે, તેમાં ‘રિમાપમાને”