________________
૧૫
પ્રતિમાશતક શ્લોક : ૧૫ બહુ' શબ્દ મિથ્યાષ્ટિના ગ્રહણ માટે છે. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકારે કહ્યું કે, “બહુ’ શબ્દ ઘણા સમ્યગ્દષ્ટિ દેવો જિનપ્રતિમાના પૂજનમાં પરાયણ છે તેના જ્ઞાપન માટે છે, પરંતુ મિથ્યાષ્ટિઓના ગ્રહણ માટે નથી. અન્યથા “સર્વ દેવો એ પ્રકારની પાઠરચનાનો પ્રસંગ આવે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે કે, જેમ અભવ્યો ચારિત્ર ગ્રહણ કરે છે તેમ મિથ્યાદૃષ્ટિ દેવો પણ જિનપ્રતિમાની પૂજા કરે જ છે, તેથી બહુ શબ્દથી સમ્યગ્દષ્ટિ દેવોનું જ ગ્રહણ થાય તેમ કહી શકાય નહિ, તેથી ગ્રંથકાર કહે છે – ટીકા :
यद्यपि अभव्यानां चारित्राद्यनुष्ठानमिव मिथ्यादृशामपि जिनप्रतिमापूजादिकं संभवति तथापि बहूनां देवानां देवीनां चार्चनीया: वंदनीया: पूजनीया इत्यादिप्रकारेण जिनप्रतिमावर्णनं मिथ्यादृगपेक्षया न युज्यते; नियमेन सम्यग्धर्मबुद्ध्या जिनप्रतिमापूजावंदनादेमिथ्यादृगाचारबहिर्भूतत्वात्, मातृस्थानादिकं विना च लोकोत्तरमिथ्यात्वलेशस्यापि अयोगात्, चक्रिणां देशसाधनाद्यर्थस्य पौषधस्येवैहिकफलस्याप्यश्रवणात्, विघ्नविनायकाद्युपशमस्य तेषां स्वतः सिद्धत्वादन्यथा मिथ्यादृग्देवानां पुर इव यागभागादिवर्धनप्रसंगादिति दिग् । ટીકાર્ચ -
પિ... વર્મિતવત્ જોકે અભવ્યોના ચારિત્રાદિ અનુષ્ઠાનની જેમ મિથ્યાષ્ટિઓને પણ જિનપ્રતિમાપૂજાદિક સંભવે છે, તે પ્રમાણે બહુ શબ્દથી મિથ્યાષ્ટિઓનો પરિગ્રહ કરી શકાય) તો પણ બહુ દેવ-દેવીઓને અર્ચનીય છે, વંદનીય છે, પૂજનીય છે ઈત્યાદિ પ્રકારથી જિનપ્રતિમાનું વર્ણન મિથ્યાદષ્ટિની અપેક્ષાએ ઘટતું નથી. કેમ કે નિયમથી સમ્યગુ ધર્મબુદ્ધિ વડે જિનપ્રતિમાને પૂજા-વંદનાદિનું મિથ્યાષ્ટિના આચારતી બહિર્ભતપણું છે. વિશેષાર્થ :
જેમ અભવ્ય ચારિત્રનું અનુષ્ઠાન પામીને યાવતું નવમા સૈવેયક સુધી જાય છે, તેમ મિથ્યાદૃષ્ટિ દેવો પણ જિનપ્રતિમાઓની પૂજા આદિ કરે એ સંભવે છે. તો પણ આગમમાં ઘણા દેવ-દેવીઓને પ્રતિમા અર્ચનીય છે, વંદનીય છે, પૂજનીય છે, એ પ્રકારે જે કહ્યું છે, તે મિથ્યાષ્ટિને આશ્રયીને સંભવી શકે નહિ. કેમ કે મિથ્યાષ્ટિ દેવો દેવભવમાં ઉત્પન્ન થાય ત્યારે, સમ્યક પ્રકારની ધર્મબુદ્ધિથી જિનપ્રતિમાની પૂજાવિંદનાદિ નિયમથી કરતા નથી. કેમ કે મિથ્યાષ્ટિ દેવોનો ભગવાનની પૂજા કરવાનો આચાર નથી, પરંતુ જેમ અભવ્યો દેવલોકની સમૃદ્ધિ આદિની ઈચ્છાથી ચારિત્રનું અનુષ્ઠાન કરે છે, તેમ મિથ્યાદૃષ્ટિ દેવો પણ ક્વચિત્ આલોક કે પરલોકની આશંસાથી ભગવાનની પૂજા પણ કરે. પરંતુ સમ્યગુ ધર્મબુદ્ધિથી સમ્યગ્દષ્ટિ દેવો જ ભગવાનની પૂજા કરે છે, અને તેમને આશ્રયીને જ આગમમાં ઘણા દેવ-દેવીઓને પ્રતિમા પૂજનીય છે ઈત્યાદિ કથન કરેલ છે, તેમ માનવું ઉચિત છે. કેમ કે સમ્યગ્દષ્ટિ દેવો ઉત્પન્ન થતાંની સાથે જ સૌ પ્રથમ પોતાના પૂર્વ શ્રેયઃ પશ્ચાતું શ્રેય"નો વિચાર કરે છે, અને તેમને ભગવાનની પૂજામાં જ સમ્યગુ