________________
૬.
કેવી વ્યક્તિ વડે પ્રારંભ કરવો જોઈએ, તે બતાવતાં કહે છે -
विप्पमुक्क આસંવેòળજાત્યાદિ મદ અને આશંકાથી વિપ્રમુક્ત=મુકાયેલી વ્યક્તિ વડે (‘નમો અરિહંતાણં' એ પ્રમાણે) પ્રથમ અધ્યયન ભણવું જોઈએ.
વળી તે વ્યક્તિ કેવી હોવી જોઈએ, તે બતાવે છે
પ્રતિમાશતક | શ્લોક : ૩
.....
संजाय • જુવાળસમત્તદ્દિગં=પેદા થયેલી તીવ્ર શ્રદ્ધા અને સંવેગ વડે સુતીવ્રતર, મહાન એવા અને ઉલ્લાસ · પામતા એવા શુભ અધ્યવસાયથી અનુગત, ભક્તિ અને બહુમાનપૂર્વક, નિદાનરહિત, બાર ભક્ત વડે = પાંચ ઉપવાસ વડે, (‘નમો અરિહંતાણં' એ પ્રમાણે) પ્રથમ અધ્યયન ભણવું જોઈએ.
વળી તે અધ્યયન કેવી રીતે ભણવું તે બતાવે છે -
चेइयालए. વરતારોખ્ખું=ચૈત્યાલયમાં જંતુરહિત અવકાશમાં=સ્થાનમાં, ભક્તિના ભરથી નિર્ભર=અત્યંત ભક્તિપૂર્વક, ઉદ્ઘષિત=રોમાંચિત શીર્ષરોમાવલી યુક્ત, પ્રફુલ્લિત મુખકમળવાળી વ્યક્તિએ પ્રશાંત, સોમ, સ્થિર દૃષ્ટિપૂર્વક, નવા નવા સંવેગથી ઊછળતા ઉત્પન્ન થયેલા મોટા, ગાઢ, નિરંતર, અચિંત્ય એવા શુભપરિણામથી ઉલ્લસિત સ્વજીવવીર્ય વડે, પ્રતિસમય વધતા પ્રમોદથી સુવિશુદ્ધ, નિર્મળ, સ્થિર, દૃઢ અંત:કરણ વડે (‘નમો અરિહંતાણં' એ પ્રમાણે) પ્રથમ અધ્યયન ભણવું જોઈએ.
એ
વળી તે અધ્યયન કઈ રીતે ભણવું તે બતાવે છે -
खितिणिहिय સંનળિપુત્તેĪ=પૃથ્વી ઉપર સ્થાપન કરેલ જાનુવાળો, નમાવેલા ઉત્તમાંગવાળો અને કરકમળના મુકુલ વડે શોભતા એવા અંજલિપુટવાળા=હાથ જોડેલા જીવ વડે (‘નમો અરિહંતાણં' એ પ્રમાણે) પ્રથમ અધ્યયન ભણવું જોઈએ.
વળી તે અધ્યયન કઈ રીતે ભણવું તે બતાવે છે -
सिरिउ भाइ • તાયાવસાણાં=શ્રી ઋષભાદિ શ્રેષ્ઠતમ એવા ધર્મતીર્થંકરની પ્રતિમારૂપ બિબ ઉપર સ્થાપિત નયન અને મનને કારણે એકાગ્રતાવાળા, તદ્ગત=પ્રતિમાગત, અધ્યવસાય વડે (‘નમો અરિહંતાણં' એ પ્રમાણે) પ્રથમ અધ્યયન ભણવું જોઈએ.
હવે તે પ્રથમ અધ્યયન કેવા ગુરુના મુખથી નીકળેલું ગ્રહણ કરવું તે બતાવે છે -
સમયળ્યુ ..... વિળિયં=સિદ્ધાંતના જાણકાર, દૃઢ ચારિત્રાદિ ગુણસંપત્તિથી ઉપેત, ગુરુ શબ્દાર્થના ગુણવાળા, અનુષ્ઠાનમાં એકબદ્ધ લક્ષપણા વડે કરીને અબાધિત એવા ગુરુના મુખેથી નીકળેલું (પ્રથમ) અધ્યયન ભણવું જોઈએ. •વિળયાવિ વનભ્રં=વિનયાદિ બહુમાનને કારણે થયેલા પરિતોષથી ઉત્પન્ન થયેલી એવી ગુરુની અનુકંપાથી ઉપલબ્ધ=પ્રાપ્ત થયેલું એવું (પ્રથમ) અધ્યયન ભણવું જોઈએ.
.....
अग તરંઽમૂયં=અનેક શોક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિ, વેદના, ઘોર દુ:ખો, દારિદ્ર, ક્લેશ, રોગ, જન્મ, જરા, મરણ અને ગર્ભાવાસાદિ દુષ્ટ પ્રાણીઓના અવગાહથી ભયંકર એવા આ સમુદ્રમાં તરંડભૂત=નાવ સમાન, એવું (પ્રથમ) અધ્યયન છે.
વળી તે પ્રથમ અધ્યયન પંચમંગલ મહાશ્રુતસ્કંધનું બનેલું છે. તે પંચમંગલ મહાશ્રુતસ્કંધ કેવું છે, તે બતાવે છે