Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 399
________________ • ૩૪ પ્રતિમાશતક, શ્લોકઃ ૨૮ उत्पद्यमानस्योपलम्भनात्, न तु तृणम्, गवाभ्यवहारेण तथापरिणंस्यमानमपि, व्यवधानात् । तथा भावस्तव उपचितावयविस्थानीयो द्रव्यार्चानुमतिप्रभृत्यपि स्वावयवभूतं कारणमुत्पत्तयेऽपेक्षते । न तु इमां-द्रव्याों, व्यवधानात् । अत एव द्रव्याग्निकारिकाव्युदासेन भावाग्निकारिकैवानुज्ञाता साधूनाम् ।। ટીકાર્ચ - સર્ષિ .... વથાનાત્ જે પ્રમાણે ઘી (પોતાની) ઉત્પતિ માટે દૂધની અપેક્ષા રાખે છે, કેમ કે . દૂધથી જ અવ્યવધાન દ્વારા ઉત્પધમાનઃઉત્પન્ન થતા એવા, ઘીનો ઉપલંભ થાય છે; પરંતુ ગાયના અભ્યવહારથીઃખાવાથી, ભાવિમાં તે રીતે=ધી રીતે, પરિણામ પામતા એવા પણ તૃણની અપેક્ષા રાખતું નથી. કેમ કે વ્યવધાન છે અર્થાત્ ઘીની ઉત્પત્તિમાં તૃણનું વ્યવધાન છે. તથા .... એવધાનનિ તે જ પ્રકારે ઉપચિત અવયવિસ્થાનીય એવો ભાવાસ્તવ સ્વઅવયવભૂત એવા દ્રવ્યાચની અનુમતિ વગેરે પણ કારણની ઉત્પત્તિ માટે અપેક્ષા રાખે છે, પરંતુ આનીદ્રવ્યાચની નહિ, કેમ કે વ્યવધાન=અંતર, છે. વિશેષાર્થ : અહીં ભાવસ્તવનું વિશેષણ ઉપચિત અવયવિસ્થાનીય કહેલ છે, તેનું તાત્પર્ય એ છે કે, અનેક અવયવોના ઉપચયથી=સમુદાયથી, ઉપચિત એવો=પુષ્ટ થયેલો એવો, અવયવિસ્થાનીય ભાવસ્તવ છે. જેમ અનેક તંતુના ઉપચયથી ઉપચિત અવયવી પટ છે, તેમ અનેક ભાવોના ઉપચયથી ઉપચિત એવું ભાવસ્તવ છે; જ્યારે દ્રવ્યર્ચાની અનુમતિ વગેરે ભાવો ભાવસ્તવના અવયવભૂત કારણો છે, જેમ પટ પ્રતિ તેના અવયવભૂત તંતુઓ કારણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે,ભાવસ્તવ એ કેવલ ચૈત્યવંદનની ક્રિયારૂપ જ નથી, પરંતુ નિરવભાવમાં વર્તતો મુનિ દ્રવ્યસ્તવની અનુમતિ વગેરે અનેક ભાવો કરતો હોય ત્યારે, તેનું ચિત્તરત્ન ભગવદ્ ગુણો પ્રત્યે પ્રસર્પણ કરતું હોય તે સ્વરૂપ ભાવસ્તવ છે; અને તેમાં ઉપષ્ટભક ચૈત્યવંદનની ક્રિયા છે, અને તે ભાવસ્તવનું આસન્ન કારણ હોવાથી ઉપચારથી ચૈત્યવંદનની ક્રિયાને પણ ભાવસ્તવ કહેવામાં આવે છે. ટીકાર્ચ - ગત વ .....સાધૂનામ્ || આ જ કારણથી=પૂર્વમાં કહ્યું કે, ઉપચિત અવયવિસ્થાનીય એવો ભાવસ્તવ પોતાની ઉત્પત્તિ પ્રત્યે પોતાના અવયવભૂત એવી દ્રવ્યર્ચાની અનુમતિ આદિની પણ અપેક્ષા રાખે છે, પરંતુ દ્રવ્યાચની નહિ, આ જ કારણથી, દ્રવ્યાગ્નિકારિકાના યજ્ઞાદિતા, દાસ વડે= નિરાસ વડે, ભાવાગ્નિકારિકા જ સાધુઓને અનુજ્ઞાત છે. દ્રવ્યર્ચા ભગવાનની ભક્તિરૂપ છે અને ભવની પ્રાપ્તિના વ્યવધાનથી મોક્ષનું કારણ છે. દ્રવ્યાગ્નિકારિકા યજ્ઞરૂપ કે ઈષ્ટાપૂર્તિરૂપ છે, તે માત્ર ભૌતિક સુખની કામનાથી કરાય છે અને ભવનું જ કારણ છે.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412