________________
૨૪૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૧ વિશેષાર્થ:
પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, જેમ ઈંદ્રો મોટા સમુદાયના નેતા છે તેથી તેમનો અવર્ણવાદ કરવો ઉચિત નથી, તેમ દેવો પણ ઘણા સમુદાયના નેતા છે; કેમ કે હરિહરાદિ ઘણા દેવોને ઘણા લોકો પૂજે છે, માને છે; તેથી તેઓનો અવર્ણવાદ મહામોહના બંધનો હેતુ છે, તેથી તે નિષિદ્ધ છે. પરંતુ દેવો અધાર્મિક જ છે, કેમ કે અવિરતિના ઉદયવાળા છે, તેથી ધર્મી હોવાથી તેઓનો અવર્ણવાદ નિષેધ કરાયો નથી. તેથી તેઓની જિનપ્રતિમાની પૂજા એ દેવસ્થિતિરૂપે કહી શકાય, પરંતુ ધર્મરૂપે નહિ. પરંતુ એ પ્રકારનું પૂર્વપક્ષીનું સમાધાન તુચ્છ છે. કેમ કે એ પ્રમાણે હોતે છતે આ સૂત્રના અર્થસિદ્ધ અનુવાદપણાની આપત્તિ આવે છે. અર્થાત્ જેમ કોઈ રાજાના અવર્ણવાદને કરે તો રાજા કુપિત થઈને તેને કાંઈ શિક્ષા કરે તો લોકમાં રાજાની નિંદા કરનારની નિંદા થાય, તેથી તેનો ધર્મ પણ હિલના પામે, માટે રાજાની નિંદા પણ નિંદા કરનારને દુર્લભબોધિનું કારણ બને. તેમ દેવના અવર્ણવાદથી તેઓ કુપિત થાય અને કાંઈ શિક્ષા કરે તો લોકમાં તેમનો ધર્મ હિલના પામે છે. તેથી દેવનો અવર્ણવાદ દુર્લભબોધિનું કારણ બને, એવો અર્થ કરવામાં આવે તો એ પદાર્થ તો અર્થસિદ્ધ છે, અને તેનો જ અનુવાદ કરનાર પ્રસ્તુત સ્થાનાંગ સૂત્ર છે, તેમ માનવાની આપત્તિ આવે છે.
અહીં પૂર્વપક્ષી આ આપત્તિને ઈષ્ટાપત્તિ કહે તો તેના નિરાકરણ અર્થે બીજો હેતુ કહે છે -
અને તે રીતે અર્થ સ્વીકારીએ તો દેવમાત્રના અવર્ણનો=અવર્ણવાદનો, નિષેધ પ્રાપ્ત થાય. કેમ કે મહાજનના નેતા સર્વ દેવો છે, તેથી ઉક્ત વિશેષણની અનુપપત્તિ થાય. કેમ કે દુર્લભબોધિમાં કારણ વિપક્વ તપ-બ્રહ્મચર્યવાળા દેવોના અવર્ણવાદમાં દુર્લભબોધિપણું કહેલ છે. પરંતુ મહાજનના નેતા સર્વ દેવો હોવાથી સર્વ દેવોના અવર્ણવાદમાં દુર્લભબોધિપણું માનવામાં આવે તો ઉક્ત વિશેષણની અસંગતિ થાય, કેમ કે સર્વ દેવો તપ-બ્રહ્મચર્યવાળા નથી.
ઉત્થાન :
ઉક્ત વિશેષણ=વિપક્વ તપ-સંયમવાળા દેવો છે એ વિશેષણ, કઈ રીતે સંગત થાય તે યુક્તિથી બતાવતાં કહે છે – ટીકાર્ય :
વત્ર દિ.... દેતુનામાન્ ! વળી જ્યાં જે પ્રકારક વર્ણવાદ ઈષ્ટસાધનપણા વડે કરીને દેખાડ્યો છે, ત્યાં ત...કારક વર્ણવાદના ગ્રહના પ્રતિબંધક એવા દોષદર્શનરૂપ અવર્ણવાદનો નિષેધ ઉચિત છે. એથી કરીને ઉક્ત વિશેષણ ફળવાળું છે, કેમ કે વિપક્વ તપ-બ્રહ્મચર્યના ફળીભૂત એવા દેવાર્ચન-વિનય અને શીલાદિ ગુણના પ્રતિપંથી દોષોના ઉપદર્શનનું જ તેનાથી=પૂર્વમાં ‘વત્ર દિ થી અવર્ણવાદનો નિષેધ ઉચિત છે એ પ્રમાણે કહ્યું તેનાથી, દુર્લભબોધિપણાના હેતુત્વનો લાભ થાય છે.
અહીં વિવવ ... ઉપવનચ વ’ એ પ્રમાણેની ષષ્ઠી વિભક્તિનો અન્વય “કુર્નમથિતદેતુત્વ ની સાથે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિપંથી દોષના ઉપદર્શનનું જ દુર્લભબોધિતાનું હેતુપણું છે. અર્થાત્ પ્રતિપંથી દોષનું ઉપદર્શન દુર્લભબોધિપણાનો હેતુ છે.