________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૪ શ્લોક ઃ
सद्धर्मव्यवसायपूर्वक तया शक्रस्तवप्रक्रिया - भावभ्राजितहृद्यपद्यरचनाऽऽ लोकप्रणामैरपि । ईक्षन्तेऽतिशयं न चेद् भगवतां मूर्त्त्यर्चने स्वःसदां बालास्तत्पथि लौकिकेऽपि शपथप्रत्यायनीया न किं ? ।।१४।।
૧૭૩
શ્લોકાર્થ :
સદ્ધર્મવ્યવસાયપૂર્વકપણું હોવાથી અને શક્રસ્તવપ્રક્રિયાથી ભાવભ્રાજિત=ભાવથી સુશોભિત, મનોહર પધરચનાથી અને આલોકપ્રણામથી પણ દેવતાઓની ભગવાનવિષયક મૂર્તિની પૂજનામાં જો અતિશયને જોતા નથી=વાવડીના પૂજન કરતાં ભેદને જોતા નથી, તો બાળ એવા લુંપાકો લૌકિક પણ પથમાં=માર્ગમાં, શું સોગંદથી જવિશ્વસનીય નથી થતા ? અર્થાત સોગંદથી જ થાય છે. ૧૪ ૦ શ્લોકમાં ‘શસ્તવ પ્રમે?' સુધીનો પાઠ સામાસિક છે.
૦ શ્લોકના ચોથા ચરણમાં ‘તત્’ પદ છે તે ‘તસ્માત્' અર્થમાં છે.
૦ ‘નોવિòડપિ’ અહીં ‘પિ’ થી એ સમુચ્ચય થાય છે કે, લોકોત્તર=પ્રતિમા અને વાવડી આદિની અર્ચનાના ભેદને બતાવનારા શાસ્ત્રમાં લુંપાકો એટલા શપથ-પ્રત્યાયનીય છે, લૌકિક એવા ભોજન અને વિષ્ટાના ભેદને બતાવવામાં પણ શપથ-પ્રત્યાયનીય=સોગંદ ખાવા દ્વારા સમજાવી શકાય તેવા છે.
લૌકિક પણ પથમાં સોગંદથી માને એવા છે, એમ બતાવવાથી એ કહેવું છે કે, લુંપાકો પ્રત્યક્ષનો પણ અપલાપ કરે તેવા કદાગ્રહવાળા છે.
ટીકા
'सद्धर्मे’त्यादि :- सद्धर्मव्यवसायपूर्वकत्वम् एकं जिनप्रतिमार्चनस्यानुषंगिकवाप्याद्यर्चनो भेदकम् । व्यवसायसभासंभविक्षयोपशमनिमित्तस्य सद्धर्मव्यवसायस्य भावत्वात्, भावानुगतः सम्यग्दृष्टिक्रियायाश्च क्रियांतरवद्धर्मत्वात्, व्यवसायसभायाश्च शुभाध्यवसायनिमित्तत्वं क्षेत्रादेरपि कर्मक्षयोपशमादिहेतुत्वाज्जिनशासने नासिद्धम् । तदुक्तम् - उदयखयखओवसमोवसमा जं च कम्मुणो - भणिया । दव्वं, खित्तं, कालं, भावं च भवं च संपप्पे' त्ति जीवाभिगमवृत्तौ विजयदेवाधिकारे प्रकृतस्थले विवृत्तमास्ते । तदालापकश्च प्रकृतालापकादविशिष्ट इति न पृथग्लिखितः ।
ટીકાર્થ ઃ
सद्धर्म યિાંતરવદ્ધર્મત્વાત્, આનુષંગિક વાવડી આદિના અર્ચનથી જિનપ્રતિમાના અર્ચનનું સદ્ધર્મવ્યવસાયપૂર્વકપણું એક ભેદક છે. કેમ કે વ્યવસાયસભાસંભવી=વ્યવસાયસભામાં થનારો,
*****