________________
૩૩
પ્રતિમાશતક/ બ્લોક: ૨૫ અસમર્થ વ્યક્તિ પરિપૂર્ણ ન કરી શકે તો સ્વયં શક્તિને અનુરૂપ દેશમાં યત્ન કરે છે, તેથી ઉપદેશકને અવિરતિરૂપ ઈતરાંશની અનુમતિનો પ્રસંગ આવે નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની ઈષ્ટાપત્તિમાં ગ્રંથકાર કહે છે કે, તમારી વાત બરાબર નથી. કેમ કે વિશેષ વિધિ વગર બારવ્રતાદિ વિભાગની અનુપત્તિ છે.
આશય એ છે કે, પાંચ મહાવ્રતોરૂપ સર્વવિરતિનો જ જો શાસ્ત્રમાં ઉપદેશ હોય, અને સ્વકૃતિ અસાધ્યતાના પ્રતિસંધાનને કારણે શેષમાં જે પ્રવૃત્તિ કરાય છે તે જ દેશવિરતિરૂપ છે તેમ કહેવામાં આવે તો, પાંચ મહાવ્રતોના અંશરૂપ પાંચ અણુવ્રતો કદાચ પ્રાપ્ત થઈ શકે, પરંતુ બારવ્રતોના વિભાગની પ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી દેશવિરતિનું વિશેષ વિધાન કરનારાં વાક્યો શાસ્ત્રસંમત જ છે. માટે દેશવિરતિનો પણ ઉપદેશ શાસ્ત્રસંમત જ માનવો જોઈએ, અર્થપ્રાપ્ત નહિ.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, દેશવિરતિનો ઉપદેશ આપવાથી તેના ઈતરાંશ અવિરતિમાં સંમતિની પ્રાપ્તિ થાય, તેથી ઉપદેશ સર્વવિરતિનો જ અપાય. જેઓ વ્યુત્પન્નમતિવાળા છે તેઓ પાંચ મહાવ્રતોના ઉપદેશથી પણ બારવ્રતોના વિભાગને અતિદેશથી પ્રાપ્ત કરી શકે છે, તેમ માનવું ઉચિત છે. તેથી ગ્રંથકાર કહે છે –
છે અતિદેશ=એક સ્થાને મળતા ધર્મનું અન્ય સ્થાને સૂચન કરવું. ટીકાર્ચ -
તિન ..... પ્રસાત | અતિદેશથી સ્વેચ્છાએ વ્રતોના ગ્રહણમાં શ્રાવક વડે શ્રમણલિંગના પણ ગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થાય. વિશેષાર્થ:
સાધુ દ્વારા પાંચ મહાવ્રતોનો જ ઉપદેશ આપવામાં આવે, અને તેના દ્વારા શક્તિ હોય તો તે પાંચ મહાવ્રતો પૂર્ણ જ ગ્રહણ કરવાં જોઈએ તેવો સમ્યગુ બોધ જો શ્રોતાને થાય, તો પણ પોતાની તથાવિધ શક્તિ ન હોય તો પોતાની શક્તિને અનુરૂપ કરવું જોઈએ તેવો નિર્ણય કરીને, સર્વવિરતિના ઉપદેશના કથનથી જ શ્રોતાને અણુવ્રતાદિ બાર વ્રતોના અતિદેશનો બોધ થાય છે; અને તેના કારણે સ્વેચ્છાથી જ શ્રોતા બાર વ્રતોને ગ્રહણ કરે છે, પરંતુ ગુરુ તેને બાર વ્રતોનો ઉપદેશ આપતા નથી; જો આમ સ્વીકારવામાં આવે તો, સ્વેચ્છાથી જ શ્રાવકને સાધુલિંગના ગ્રહણનો પ્રસંગ આવે. કેમ કે જેમ બાર વ્રતના ઉપદેશ વગર સ્વેચ્છાથી જ તેણે બાર , વતો ગ્રહણ કર્યા, તેમ કોઈ શ્રાવકને સર્વવિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ, ત્યારે તે ગુરુ પાસે જઈને સાધુવેશનું ગ્રહણ ન કરતાં સ્વેચ્છાથી જ સાધુલિંગ ગ્રહણ કરે, તો તેને ઉચિત માનવું જોઈએ. પરંતુ તે રીતે સર્વવિરતિ લેવી ઉચિત નથી, એમ માનવામાં આવે તો, તે જ રીતે અતિદેશથી સ્વેચ્છાથી બાર વ્રતો ગ્રહણ કરવાં તે પણ ઉચિત નથી તેમ માનવું જોઈએ. અને તેમ સ્વીકારીએ તો એ જ સિદ્ધ થાય કે, ગુરુ દ્વારા જ બાર વ્રતોનો પણ ઉપદેશ અપાય છે, અને ગુરુ જ તે બાર વ્રતો ઉચ્ચરાવે છે. માટે દેશવિરતિ ધર્મ મિશ્ર છે, એમ કહીને સાધુ દ્વારા તે અનુપદેશ્ય છે, તેમ કહેવું ઉચિત નથી.