________________
૧૩૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
વ્યુત્પત્તિને કહેનારા જે અક્ષરો છે તેના કરતાં અક્ષરાંતરરૂપ પૂર્વશ્લોકમાં કહેલ અરિહંત અને ભાવિતાત્મા અણગારોની મધ્યમાં રહેલા જે અરિહંતચૈત્યના કથનરૂપ અક્ષરો, એ રૂપ અક્ષરાંતરના સમુચ્ચયમાં ‘તા’ શબ્દ છે.
વિશેષાર્થ :
‘તથા’ એ સમુચ્ચયમાં કે પૂર્વોક્ત સમુચ્ચયમાં છે, એમ ન કહેતાં, અક્ષરાંતરના સમુચ્ચયમાં એટલા માટે કહેલ છે કે, સમુચ્ચયમાં કહેવાથી પ્રસ્તુતમાં મૂર્તિ અને હાડકાંના વાચક બે શબ્દોને ગ્રહણ કરીને તેનો સમુચ્ચય કોઈ કરે, અને પૂર્વોક્ત સમુચ્ચય કરે, તો પૂર્વના શ્લોકનો સમુચ્ચય ગ્રહણ થઈ જાય. પરંતુ પ્રસ્તુતમાં તેનું ગ્રહણ કરવું નથી, પણ એ બતાવવું છે કે, જેમ પ્રસ્તુત શ્લોકમાં સુધર્માસભાની અન્વર્થ વિચારણાઓ દ્વારા મૂર્તિ વંઘ છે તેમ બતાવ્યું, એ રૂપ શાસ્ત્રના અક્ષરો કરતાં અન્ય શાસ્ત્રોના કથનરૂપ અક્ષરાંત૨નો સમુચ્ચય કરવો છે, જે પૂર્વશ્લોકમાં બતાવેલ છે.
ટીકાર્ય ઃ
भगवतां દરત ચર્ચ:। ભગવાનની મૂર્તિની=અસદ્ભાવસ્થાપનારૂપ હાડકાંઓની, જ્યાં સદા આશાતનાનો ત્યાગ કરાય છે, તે સભા સુધર્મા એ પ્રમાણે પ્રખ્યાત છે; એ પ્રકારે અત્વર્થવિચારણા પણ=સુધર્માપદની વ્યુત્પત્તિભાવના પણ, જડબુદ્ધિવાળા=સુંપાકરૂપ, ઘુવડ વિના કોની આંખની નિદ્રાને હરતી નથી ?=બધાની આંખની નિદ્રાને હરે છે.
વિશેષાર્થ :
*****
સુધર્માસભાની વ્યુત્પત્તિ એ થાય કે, સારો ધર્મ છે જ્યાં એ સભા સુધસભા, અને ત્યાં સારો ધર્મ એ છે કે ભગવાનની અસદ્ભાવસ્થાપનારૂપ મૂર્તિસ્વરૂપ જે અસ્થિઓ છે, તેની આશાતનાનો જ્યાં ત્યાગ કરાય છે, તે સારો ધર્મ છે; તેવી તે સભા છે. એ પ્રકારે સુધર્માપદની વ્યુત્પત્તિની વિચારણા લુંપાકરૂપ ઘુવડ વિના બધાની આંખની નિદ્રાને હરણ કરે છે.
ટીકાર્ય ઃ
कीदृशी અનુપપત્ત્ત: | કેવા પ્રકારની સુધર્માપદની વ્યુત્પત્તિભાવના છે, તે કહે છે - દુર્નયો એ જ અંધકાર, તેનો નાશ કરવા માટે સૂર્યની પ્રભારૂપ છે. વળી અન્વર્થવિચારણા રવિપ્રભા સદેશ છે, એ પ્રમાણે વ્યાખ્યા ન કરવી. કેમ કે, તત્સદ્દેશથી તત્કાર્યની અનુપપત્તિ છે.
*****
વિશેષાર્થ :
કહેવાનો આશય એ છે કે, સુધર્માપદની અન્વર્થવિચારણા રવિપ્રભા સદેશ છે એમ વ્યાખ્યા ન કરવી, પરંતુ રવિપ્રભારૂપ છે એમ વ્યાખ્યા કરવી. કેમ કે, રવિપ્રભા સદશ કહેવામાં આવે તો તેનાથી રવિપ્રભાનું કાર્ય ન થાય, પરંતુ તત્ સદેશ કાર્ય થઈ શકે. અને પ્રસ્તુતમાં દુર્નયને જ અંધકાર કહેલ છે,