________________
૨૭૮
પ્રતિમાશતક| શ્લોક : ૨૧ નિષેધમાં બન્ને બાજુ દોષ હોવાને કા૨ણે મુનિ જેમ મૌન લે છે, તેમ સૂર્યાભદેવના નાટક-અર્ચનાદિમાં ભગવાને મૌન ગ્રહણ કર્યું છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
યદિપ સૂત્રકૃતાંગમાં કેવલ દાનનું જ કથન છે, શીલાદિનું ગ્રહણ નથી; અને તે દાનને કહેનાર સૂત્ર પણ અપુષ્ટાલંબનવિષયક દાન જ છે, જે સ્વયં ગ્રંથકાર જ આગળ બતાવવાના છે; તેથી પુષ્ટ આલંબનને આશ્રયીને શ્રાવક અનુકંપાદાન કરતો હોય તેની પણ સાધુ અનુમોદના કરી શકે છે, તો સુપાત્રદાનની તો સુતરાં અનુમોદના થઈ શકે. અને તે સૂયગડાંગના સૂત્રથી શ્રાવકના શીલાદિ કે તપાદિની પ્રશંસામાં સાધુને દોષ પ્રાપ્ત થતો નથી, પરંતુ પૂર્વપક્ષી સૂત્રકૃતાંગના પાઠનો તે પ્રકારે અર્થ ગ્રહણ કરીને, સૂર્યાભદેવના ભક્તિકર્મને અર્થાત્ નાટક-જિનાર્યાદિને હિંસાત્મક અને ભસ્યાત્મક સ્વીકારીને ભગવાનના મૌનની સંગતિ કરે છે, તેનું નિવા૨ણ કરતાં ગ્રંથકાર કહે છે કે, કુબુદ્ધિઓની આ વાણી મૃષા જ છે અને તેમાં હેતુ કહે છે -
દુષ્ટ એવા કૃત્યમાં નિષેધની સ્થિતિ છે, અર્થાત્ કોઈ વ્યક્તિ દુષ્ટ પ્રવૃત્તિ કરતો હોય તેમાં નિષેધ ક૨વો એ જ ઉચિત છે. તેથી જો સૂર્યાભનું ભક્તિકર્મ હિંસાત્મક હોવાને કારણે દુષ્ટ હોય તો ભગવાને મૌન લેવું ઉચિત નથી, પરંતુ નિષેધ કરવો જ ઉચિત છે.
અહીં પ્રશ્ન થાય કે દુષ્ટ પ્રવૃત્તિનો નિષેધ કરવો ઉચિત કેમ છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિબંધ હોવાને કારણે. અહીં પ્રતિબંધનો અર્થ વ્યાપ્તિ છે, અને વ્યાપ્તિનું સ્વરૂપ આ પ્રમાણે છે - જે કૃત્ય જે વ્યક્તિમાં જેના વડે દોષવાન જણાય, તે કૃત્ય તે વ્યક્તિમાં તેના વડે નિષેધ ક૨વા યોગ્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન વડે સૂર્યાભમાં જો ભક્તિકર્મ દોષરૂપે જણાય, તો તે ભક્તિકર્મનો નિષેધ જ કરવો જોઈએ. કેમ કે, તે ભક્તિકર્મ નિષેધ ક૨વા યોગ્ય જ છે, અને નિષેધ્ય એવા કૃત્યમાં નિષેધાર્થ શું છે, તે બતાવતાં કહે છે
-
નિષેધ્યકૃત્યમાં નિષેધાર્થ પાપજનકત્વ અથવા તો અનિષ્ટસાધનત્વ છે. તેનું તાત્પર્ય એ છે કે, નિષેધ્ય કૃત્ય પાપજનક છે, તેથી તે નિષેધ કરવા યોગ્ય છે. અથવા તો ભવિષ્યમાં દુર્ગતિની પ્રાપ્તિરૂપ અનિષ્ટનું તે સાધન છે, તેથી તે નિષેધ ક૨વા યોગ્ય છે. અને તેથી તેમાં રહેલ પાપજનકત્વ કે અનિષ્ટસાધનત્વરૂપ ધર્મ છે, તે જ નિષેધાર્થ છે.
ઉત્થાન :
દોષવાનમાં પાપજનકત્વ કે અનિષ્ટસાધનત્વ છે, તે સ્વીકારની યુક્તિ બતાવતાં કહે છે -
ટીકાર્ય ઃ
तद्यदि તપ્રદ: | તે=પાપજનકત્વ કે અનિષ્ટસાધતત્વ, જો દોષવાળમાં ન હોય તો સ્વપ્રવૃત્તિના વ્યાઘાતને કરનાર એવા દંડરૂપ વિપક્ષબાધક તર્ક વડે કરીને તેનો ગ્રહ=પાપજનકત્વ કે અનિષ્ટ સાધનત્વનો ગ્રહ, થાય.
.....