________________
૧૩૦
પ્રતિમાશતક | શ્લોક : ૯ કે, ઉક્ત પદન્દ્વયના ઉપક્રમમાં=પ્રારંભમાં, એકાર્થપણું હોવા છતાં ઉપસંહારમાં પણ તને પદદ્રયના પાઠનો પ્રસંગ સ્વીકા૨વારૂપ ગળામાં ફાંસો છે.
અરિહંત અને અરિહંતચૈત્યો એ બે પદો ઉપક્રમમાં એકાર્થવાચી છે, એમ કહેવામાં આવે તો, તને ઉપસંહારમાં પણ અરિહંત ભગવંત ન કહેતાં અરિહંત ભગવંત અને અરિહંતચૈત્યોરૂપ પદક્રયના પાઠનો પ્રસંગ પ્રાપ્ત થાય. કહેવાનો આશય એ છે કે, જેમ ઉપક્રમમાં અરિહંત અને અરિહંતચૈત્યો એ બે પદો એકાર્થવાચી મૂક્યાં છે, તેમ ઉપસંહારમાં પણ માત્ર એકાર્થવાચી બે પદો મૂકવાં જોઈએ. અન્યથા=જો ઉપક્રમની જેમ ઉપસંહારમાં એકાર્થવાચી બે પદો ન મૂકવામાં આવે તો, શૈલીભંગના દોષની વજ્રલેપપણાની=અલક્ષ્યપણાની પ્રાપ્તિ છે, અર્થાત્ ભગવતીના પાઠમાં શૈલીભંગનો દોષ પ્રાપ્ત થાય. કેમ કે જે રીતે ઉપક્રમમાં ઉપન્યાસ કર્યો, તે જ રીતે ઉપસંહારમાં પણ ઉપન્યાસ કરવો જોઈએ.
ટીકાર્થ ઃ
कस्तर्हि અન્તર્માવિવક્ષા (સ્તિ) । તો પછી વિરોધના પરિહારનો ઉપાય શું ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે, કર્ણના અમૃતરૂપ સંકર્ણનને=સમ્યગ્ વચનને, સાંભળ; અકર્ણ થા નહિ. ઉપક્રમમાં ત્રણનું શરણકરણીયપણું=શરણ કરવા યોગ્યપણું હોવાને કારણે, તુલ્યવદ્ વિવક્ષા છે; અને સૂત્રકૃત નિબદ્ધ એવા શક્રના વચનના ઉપસંહારમાં અરિહંતચૈત્યની આશાતનાની અરિહંતની આશાતનામાં જ અંતર્ભાવતી વિવક્ષા છે.
૭ ‘અન્તર્માવિવક્ષા’ પછી ટીકામાં ત્તિ ક્રિયાપદ અધ્યાહારરૂપે છે.
.....
વિશેષાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે, ભગવતીના પાઠમાં ઉપક્રમમાં અરિહંત, અરિહંતચૈત્યો અને ભાવિતાત્મા અણગાર એમ ત્રણને આશ્રયીને ચમરનો ઉત્પાત થઈ શકે છે એમ કહ્યું. અને ઉપસંહારમાં કહ્યું કે, અરિહંત ભગવંત અને અણગાર - એ બેની આશાતનાથી મહાદુ:ખ થાય છે. તેથી ઉપક્રમમાં ત્રણનું કથન હોય તો ઉપસંહારમાં પણ ત્રણનું કથન હોવું જોઈએ, અથવા ઉપક્રમમાં બેનું કથન ક૨વું જોઈએ. તેથી ઉપક્રમમાં ત્રણનું કથન કરીને ઉપસંહારમાં બેનું કથન કરવારૂપ વિરોધના પરિહારનો ઉપાય શું ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે, કર્ણના અમૃતરૂપ સમ્યગ્ વચનને સાંભળ. પરંતુ કર્ણ વગરનો થા નહિ= સાંભળવા પ્રત્યે ઉપેક્ષાવાળો ન બન. ઉપક્રમમાં ત્રણનું શરણ સ્વીકારવા યોગ્ય હોવાના કારણે ત્રણની સમાન વિવક્ષા છે, તેથી ત્રણનું કથન કર્યું છે; અને સૂત્રકૃત નિબદ્ધ એવા શક્રના વચનના ઉપસંહારમાં અરિહંતચૈત્યની આશાતનાની અરિહંતની આશાતનામાં જ અંતર્ભાવની વિવક્ષા છે.
આશય એ છે કે, સૂત્રકાર વડે ભગવતીના પાઠમાં નિબદ્ધ એવા શક્રના ઉપસંહાર વચનમાં અરિહંતચૈત્યની આશાતનાને અરિહંતની આશાતનામાં અંતર્ભાવ કરવાની વિવક્ષા કરેલ છે. તેથી ઉપસંહારમાં બેનું કથન કરેલ છે.