________________
૨૬૮
પ્રતિમાશતક, બ્લોકઃ ૨૦ કેટલાક મધમાંસાદિની વિરતિનો સ્વીકાર કરતા એવા તેઓ જ, અપ્રમાદવિધિવિશેષભૂત સ્વ-સ્વઉચિત વિધિનું અનુમાન કરીને, અથવા તો પ્રતિભાથી સ્વ-સ્વઉચિત વિધિનું પ્રતિસંધાન કરીને, તે તે અર્થમાં અપ્રમાદને જ આગળ કરે છે, અને તે પ્રકારે પ્રવર્તે છે, એ પ્રકારે અર્થથી ઉપદેશપદ ગ્રંથમાં સિદ્ધ છે.
વિશેષાર્થ:
ભગવાનનો વચનાતિશય એવો છે કે, યોગ્ય જીવોને અપ્રમાદસાર જ પોતાની ભૂમિકાને ઉચિત બોધ કરાવે છે. જેથી કરીને જ સળેપળા... ઈત્યાદિ ભગવાનના ઉપદેશથી જેઓ સંયમમાં દઢ યત્ન કરી શકે તેવી યોગ્યતાવાળા છે, તેઓ ચારિત્રને સ્વીકારે છે; અને જેઓ એવા સત્ત્વવાળા નથી, તેઓને પણ તે સૂત્રથી તો સર્વથા અહિંસામાં યત્ન કરવારૂપબોધ થવા છતાં, પોતાને માટે દેશવિરતિમાં યત્ન ઉચિત છે, એ પ્રકારનો નિર્ણય કરીને તેઓ દેશવિરતિમાં પ્રવર્તે છે. જ્યારે કેટલાક જીવો તે ઉપદેશથી સર્વ જીવોને નહિ હણવાની રુચિમાત્રને કરીને સમ્યક્તમાં અપ્રમાદભાવ કેળવે છે, કેમ કે, વિરતિને અનુકૂળ પોતાનું સત્ત્વ નહિ હોવાથી સમ્યક્તમાં જ દઢ યત્નવાળા બને છે. જ્યારે અપુનબંધકાદિ કેટલાક જીવો મઘમાંસાદિની સ્થૂલ વિરતિને કરે છે. અને તે સર્વ અપ્રમાદવિધિવિશેષીભૂત સ્વ-સ્વઉચિત વિધિનું અનુમાન, તે સૂત્રના ઉપદેશને સાંભળ્યા પછી પોતાની માનસિક સ્થિતિ કે શારીરિક સ્થિતિને જોઈને કરે છે, કે ભગવાનના આ ઉપદેશથી મારે સર્વવિરતિમાં કે દેશવિરતિમાં કે સમ્યક્તમાં કે મઘમાંસાદિના ત્યાગમાં યત્ન કરવો ઉચિત છે; અને તે અનુમાન પોતાના સંયોગ અનુસાર તેઓ કરે છે, અને ત્યાં પ્રવર્તે છે. જ્યારે શાસ્ત્રના સૂક્ષ્મ બોધવાળા શ્રાવકો કે પરિણામિકી બુદ્ધિવાળા મહાપ્રજ્ઞાધન જીવો, પ્રતિભાને કારણે પોતાને શેમાં યત્ન કરવો ઉચિત છે તેનું પ્રતિસંધાન કરી લે છે, અર્થાત્ નિર્ણય કરી લે છે. અને તે નિર્ણય કરીને તે તે અર્થમાં અપ્રમાદને આગળ કરે છે અને પ્રવર્તે છે, એ પ્રમાણે ઉપદેશપદગ્રંથમાં અર્થથી સિદ્ધ છે. અર્થાત્ સાક્ષાત્ શબ્દરૂપે ઘોતિત નથી, પરંતુ તે કથનમાં પ્રાપ્ત થતા અર્થથી સિદ્ધ છે. ઉત્થાન :
પૂર્વમાં ભગવાનનો વચનક્રમ બતાવ્યો કે સ્થૂલ વ્યવહારથી પણ જ્યાં સાવદ્યપણાનો વ્યપદેશ=કથન હોય ત્યાં ભગવાન મૌનથી જ સંમતિ આપે છે. હવે બીજો વચનક્રમ બતાવતાં કહે છે - ટીકા -
धुसदां देवानां, नत्यादि-वन्दनादि, तदाचरणत:-तदाचरणमाश्रित्य, स्फुटं कर्त्तव्यमाह । अत एव 'अहं सूर्याभो देवानुप्रियं वन्दे' इत्याधुक्तौ ‘पोराणमेय' मित्याद्युक्तं भगवता अयं च नाट्यकरणादिपर्युपासनाया अप्युपदेशः, अन्यथा 'जाव पज्जुवासामी' त्यस्योत्तराभावेन न्यूनतापत्तेः । ટીકાર્ચ -
ઘુસવ ..... ન્યૂનતાઃ ! દેવતાઓનાં વંદનાદિને, તેમના આચરણથી તેમના આચરણને આશ્રીતે પરાળમેથે એ પ્રકારના દેવોના આચરણને કહીને, ભગવાન સ્પષ્ટ કર્તવ્ય કહે છે. આથી