________________
४५
પ્રતિમાશતક | શ્લોક : ૨ બતાવે છે. ત્યાં શ્રુતના જે ચૌદ ભેદો કહેલ છે તેમાં અક્ષરાદિ ભેદો છે, અને અક્ષરાદિ શ્રુતના ભેદાના સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર પણ પ્રાપ્ત થાય છે; જે ભાવદ્યુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતરૂપ છે. અને તેને નમસ્કાર કરવામાં આવે છે, તેથી દ્રવ્યનિક્ષેપો આરાધ્ય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે, ‘મો સુઝસ’ શબ્દથી ચૌદ પ્રકારના શ્રુતને ગ્રહણ કરવું યુક્ત નથી, પરંતુ ભાવશ્રુતને જ ગ્રહણ કરવું યુક્ત છે. કેમ કે અક્ષરાદિ શ્રુતરૂપ જ નથી, કેમ કે તે ભાવદ્યુતનું કારણ છે તેમ મતિજ્ઞાનનું પણ કારણ છે. આથી જ પુસ્તકાદિમાં લિખિત અક્ષરોને જોઇને ચક્ષુરાદિકૃત મતિજ્ઞાન પણ થાય છે. તેથી સિદ્ધાંતકાર કહે છે કે, આગમમાં પત્ર અને પુસ્તકલિખિત દ્રવ્યશ્રુત છે એ પ્રમાણે પ્રસિદ્ધ છે, તેથી તેને મતિજ્ઞાનના કારણરૂપે કહીને દ્રવ્યમતિ કહી શકાય નહિ. તેથી ‘ળમો મુસ્લ’ થી ચૌદ પ્રકારના શ્રુતને નમસ્કા૨ ક૨વામાં થાય છે, માટે દ્રવ્યનિક્ષેપો આરાધ્ય છે.
ટીકાર્ય ઃ
માવશ્રુતસ્યેવ.....દ્વવ્યશ્રુતત્વાત્, :- ‘ળમો સુન્નસ્ત’ એ વચન દ્વારા ચૌદ પ્રકારના શ્રુતને આરાધ્ય ન માનીએ અને ભાવશ્રુતને જ આરાધ્ય માનીએ તો, ભાવશ્રુતના જ વંઘપણાના તાત્પર્યમાં જિનવાણી પણ નમતીય નહિ થાય. કેમ કે કેવલજ્ઞાન વડે દુષ્ટ એવા અર્થોને ભગવાનના વચનયોગ વડે કરીને નિસૃષ્ટ=નીકળતી એવી, તેનું=જિનવાણીનું, શ્રોતામાં ભાવશ્રુતનું કારણપણું હોવાથી દ્રવ્યશ્રુતપણું છે. (તેથી ભગવાનની વાણી પણ દ્રવ્યશ્રુતરૂપ હોવાને કારણે નમનીય નહિ થાય.)
તવાર્ણમ્.....તુરીયવાવાર્થ:। તેનું ઞર્ષ (આ પ્રમાણે છે)=પૂર્વમાં કહ્યું કે ભગવાનની વાણી દ્રવ્યશ્રુત છે તેનું આર્ષ આ પ્રમાણે છે
-
કેવલજ્ઞાન વડે અર્થોને જાણીને જે અર્થો ત્યાં=ઉપદેશમાં, પ્રજ્ઞાપનને યોગ્ય છે=પ્રજ્ઞાપનીય છે (અને શ્રોતાને લાભ કરવા માટે યોગ્ય છે,) તેને તીર્થંકર કહે છે, (તે) વચનયોગ શેષ શ્રુત થાય છે.
શેષ=અપ્રધાન=દ્રવ્યભૂત, એ પ્રમાણે આવશ્યકનિયુક્તિ ગાથાના ચોથા પાદનો અર્થ છે. (તેથી શેષનો અર્થ અપ્રધાન શ્રુત=દ્રવ્યશ્રુત, થાય છે અને તે દ્રવ્યશ્રુતથી પ્રધાન દ્રવ્યશ્રુત ગ્રહણ કરેલ છે, પરંતુ અપ્રધાન દ્રવ્યશ્રુત ગ્રહણ કરવાનું નથી.)
વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે ભાવશ્રુત છે તે પ્રધાનશ્રુત છે, અને જે દ્રવ્યશ્રુત છે તે અપ્રધાનશ્રુત છે. તે અપેક્ષાએ શેષનો અર્થ અપ્રધાન=દ્રવ્યભૂત છે, એ પ્રકારનો કરેલ છે. પરંતુ અપ્રધાનદ્રવ્યશ્રુત છે એવો અર્થ શેષનો ક૨વાનો નથી, કેમ કે ભગવાનની વાણી એ અપ્રધાનદ્રવ્યશ્રુત નથી, પરંતુ પ્રધાનદ્રવ્યશ્રુત છે. આ અર્થ આવશ્યકનિર્યુક્તિની ટીકા પ્રમાણે કરેલ છે.
છે ભાવશ્રુત=પ્રધાનશ્રુત, દ્રવ્યશ્રુત=અપ્રધાનશ્રુત. આમ છતાં ભાવદ્યુતનું કારણ તે પ્રધાનદ્રવ્યશ્રુત છે અને જે ભાવશ્રુતનું કારણ નથી, તે અપ્રધાનદ્રવ્યશ્રુત છે.