________________
૨૦.
પ્રતિમાશતક/ બ્લોકઃ ૨૧ અપ્રમત્તસંયત આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને એવો તે ગુણ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે, તે અનુકંપાદાન સ્વરૂપથી સાવઘરૂપ હોવા છતાં, લેનારને સંયમાદિની પ્રાપ્તિરૂપ નિરવદ્યભાવને પ્રાપ્ત કરાવનાર હોવાથી, નિરવઘ એવા સંયમની પ્રાપ્તિના કારણભૂત એવા સમ્યગ્દષ્ટિગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. તેથી ફળથી તે દાન નિરવદ્ય છે. અને પ્રાપ્ત થયેલા દઢતર ગુણના ધૈર્ય માટે પણ અનુકંપાદાનની અનુજ્ઞા કરાય છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, કોઈ વ્યક્તિને પ્રાપ્ત થયેલ દઢતર સમ્યગ્દર્શનરૂપ ગુણના ધૈર્ય માટે પણ અનુકંપાદાનની અનુજ્ઞા અપાય છે.
અહીં સામાન્યથી જોતાં દઢતર ગુણ હોય તો તેના શૈર્યની અપેક્ષા રખાય નહિ. પરંતુ દઢતર એવો સમ્યક્ત ગુણ પણ જ્યારે દેશવિરતિ આદિ ભાવોને પેદા કરી શકે છે, ત્યારે તે સ્થિર અવસ્થાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. આથી જ મયણાસુંદરી દઢતર સમ્યક્તગુણવાળી હોવા છતાં તેના સમ્યક્તના ધૈર્ય માટે ગુરુભગવંતે શ્રાવકોને ભક્તિનું સૂચન કર્યું, જેથી અનુકૂળ સામગ્રી મળવાને કારણે દેશવિરતિ આદિ ભાવોને તેઓ સારી રીતે સમજીને, સેવીને સ્થિરભાવને પ્રાપ્ત કરે. અને આ જ કથનને ઉપદેશમાલાની સાક્ષી દ્વારા પુષ્ટ કરેલ છે. ઉત્થાન :
પૂર્વમાં સાધુ ગૃહસ્થની જે અનુકંપા કરે છે, ત્યાં જે ગુણ બતાવ્યો તે પરનિષ્ઠ છે. અર્થાત્ જેની અનુકંપા કરે છે, તેવા મિથ્યાદષ્ટિ આદિને તે ગુણ પ્રાપ્ત થાય છે, તેમ બતાવ્યું. હવે તે અનુકંપાદાનથી સ્વનિષ્ઠ ફળ બતાવતાં કહે છે - ટીકાર્ચ -
નિષ્ઠ.... નિર્બળને વળી સ્વનિષ્ઠ ફળ જ્ઞાનીને તીર્થકરની જેમ તથાવિધ ઉચિત પ્રવૃત્તિના હેતુ એવા શુભકર્મનું નિર્જરણ જ છે. વિશેષાર્થ : -
તીર્થકરો દીક્ષા વખતે જે વર્ષીદાન આપે છે તે અનુકંપાદાનરૂપ છે, અને તેનું ફળ તીર્થકરોને કાંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ લોકોને ઉપકાર થાય તેવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિનો હેતુ એવું તીર્થંકર નામકર્મરૂપ શુભકર્મનું નિર્જરણ થાય છે, પરંતુ અભિનવ શુભબંધ થતો નથી. તેમ જે જ્ઞાની છે તેઓ અપવાદિક રીતે ગૃહસ્થની અનુકંપા કરે ત્યારે અભિનવ શુભ કર્મબંધ થતો નથી, પરંતુ પોતે પૂર્વમાં શુભકર્મ બાંધેલું છે, તેનું નિર્જરણ થાય છે, અને તે શુભકર્મ જ તેવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરાવે છે.
અહીં વિશેષ એ છે કે, જે મુનિઓ ઉદાસીન ચિત્તવાળા છે, તેઓને અનુકંપાદાનના કાળમાં પણ તીર્થકરોની જેમ કેવલ ઉચિત પ્રવૃત્તિ કરવાનો જ પરિણામ વર્તે છે, અનુકંપ્ય પ્રત્યે લાગણીની ભીનાશ અને તેમના કલ્યાણની તીવ્ર વાંછારૂપ પ્રશસ્તભાવ હોતો નથી, પરંતુ સમભાવનો જ પરિણામ હોય છે; જે ઉચિત