________________
૨૩૦
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ તેઓ મારું પૂર્વનું હિત શું છે ? મારું પશ્ચાતુનું હિત શું છે ? ઈત્યાદિ રૂપ વિચારણાઓ કરે છે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું સમાધાન પણ સાક્ષીપાઠમાં આદિપદના ઉત્તરમાં મયટું પ્રત્યાયના અપરિજ્ઞાનથી વિભિત છે. અને તેમાં ‘7 ........ વાતચર્થત્યાત્' થી જે હેતુ કહ્યો તેનું તાત્પર્ય આ પ્રમાણે -
જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, જ્ઞાન-દર્શન-ચારિત્રના પૃથગુ પરિણામરૂપ નહિ, પરંતુ કૃત્ન=સંપૂર્ણ, જ્ઞાન-દર્શન-ચારિત્રના એક ઉપયોગરૂપ જે આત્માનો પરિણામ છે, તે જ નિશ્ચયસમ્યક્ત છે. અને તેનો ઉપયોગ જ્યારે જીવ મોહનો ત્યાગ કરીને આત્મપરિણામના ઉપયોગવાળો હોય છે ત્યારે હોય છે, કેમ કે આત્મપરિણામનો ઉપયોગ તે જ તેનું જ્ઞાન, તે જ તેનું દર્શન અને તે જ તેનું ચારિત્ર હોય છે. કારણ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો એક ઉપયોગ ત્યારે વર્તે છે, અને તે જ નિશ્ચયસમ્યક્ત છે. આ પ્રકારે અર્થ “છિયો સમન્ન નાઈફમયખસુદ્ધપરિણામો આ મય પ્રત્યયવાળા શાસ્ત્રવચનથી પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનવાળા અસંખ્યાતગુણા છે, તે પાઠની સંગતિ માટે ઉપાધ્યાયજીએ દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તના વિભાગ પાડીને સંગતિ કરી. ત્યાર પછી તે સંગતિ માટે અન્ય આચાર્યો કહે છે કે, નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યક્તને ગ્રહણ કરીને તે સંગતિ થાય છે, અને તે પ્રમાણે જ્યોતિષ્કના વિમાનાધિપતિઓને ઉત્પત્તિકાળમાં નિશ્ચયસમ્યક્ત અને ત્યાર પછી વ્યવહારસમ્યક્ત કે નિશ્ચયસમ્યક્ત સ્વીકારીને તે પાઠની અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે તે પાઠની, તેઓએ સંગતિ કરી. તેમાં ઉપાધ્યાયજીએ બતાવ્યું કે, નિશ્ચયસમ્યક્ત અપ્રમત્ત મુનિને સંભવી શકે, માટે વિમાનાધિપતિને તે સ્વીકારી શકાય નહિ. હવે તે બતાવે છે કે કદાચ પૂર્વપક્ષી નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્તને એક કરીને તે પાઠની સંગતિ કરવા પ્રયત્ન કરે, તો પણ તેમ ન કરતાં દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તને સ્વીકારીને સંગતિ કરવી તે જ યુક્ત છે. તે સ્થાપન કરવા અર્થે કહે છે - ટીકા :
यदि च निश्चयसम्यक्त्वं भावसम्यक्त्वं चैकमेवेति विवक्ष्यते तदोपाधिभेदकृतसम्यक्त्वभेदपरिगणनानुपपत्तिर्जिज्ञासादिकमप्यधिकारानुगतभावापेक्षकमेव स च द्रव्यसम्यक्त्वेऽप्यविचलित एवेत्युक्तमेव युक्तमिति दृढतरमालोचनीयं सूरिभिः ।।१५।। ટીકાર્ય :
વઢ ..... અનુપત્તિ, અને જો નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્ત એક જ છે એ પ્રમાણે વિવક્ષા કરાય છે, તો ઉપાધિભેદકૃત સમ્યક્તના ભેદની પરિગણતાની અનુપપત્તિ છે.