________________
૧૯૮
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ વિશેષાર્થ :
દેવોના પ્રકૃષ્ટ પુણ્યના કારણે દરેક કાર્યમાં વિઘ્નના સમૂહાદિનો ઉપશમ તેઓને સ્વતઃ વર્તે છે; અને તેમ માનવામાં ન આવે તો, જેમ ગૃહસ્થો સિદ્ધચક્રાદિ પૂજન વખતે મિથ્યાદષ્ટિ દેવોની આગળ બલિ-બાકુળા વધાવે છે, કે જેનાથી વિપ્ન કરનારા મિથ્યાદષ્ટિ દેવો સંતુષ્ટ થઈને વિપ્ન ન કરે; તેથી વિપ્નના સમૂહના ઉપશમ માટે જેમ મનુષ્યલોકમાં મિથ્યાષ્ટિ દેવોની આગળ યાગભાગાદિ વર્ધનની ક્રિયા કરવામાં આવે છે, તેમ ઈંદ્રાદિદેવોને પણ ભગવાનની પૂજાના અવસરે મિથ્યાદષ્ટિ દેવોની આગળ વિપ્નના સમૂહના ઉપશમ માટે યાગભાગાદિ વધાવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ દેવોના પ્રકૃષ્ટ પુણ્યને કારણે મિથ્યાદષ્ટિ દેવો તેઓને ઉપદ્રવ કરી શકતા નથી, તેથી જ દેવો જિનપૂજાદિ સમયે દુષ્ટ દેવોના શમન માટે યાગભાગાદિ કરતા નથી. તેથી એ પ્રાપ્ત થાય કે દેવોને વિમ્બનો ઉપશમ સ્વતઃ વર્તે છે. તેથી જ વિપ્નની ઉપશાંતિ માટે તેઓ જિનપ્રતિમાની પૂજા કરતા નથી, પરંતુ આત્મકલ્યાણ અર્થે જિનપ્રતિમાની પૂજા કરે છે. ટીકા -
ननु यदा विमानाधिपतित्वेन मिथ्यादृष्टिरेव देवतयोत्पद्यते तदात्मीयबुद्ध्या जिनप्रतिमां पूजयति देवस्थित्या च शक्रस्तवं पठति आशातनां च त्याजयति । तद्वत्प्रकृतेऽपि स्यादिति चेत् ? मैवं, मिथ्यादृशां विमानाधिपतित्वेनोत्पादासंभवाद्, विमानाधिपतिमिथ्यादृगपि स्यादित्यादिवचनस्य क्वाप्यागमेऽनुपलम्भात् । ये च ज्योतिष्केन्द्राश्चन्द्रसूर्या असंख्यातास्तेऽपि सम्यग्दृष्टय एव स्युरिति । ટીકાર્ય :
નન .... સંમવા, “થી પૂર્વપક્ષી લંપાક કહે છે કે, જ્યારે વિમાનાધિપતિપણાથી મિથ્યાદષ્ટિ જ દેવપણા વડે ઉત્પન્ન થાય છે ત્યારે આત્મીય બુદ્ધિથી જિનપ્રતિમાને પૂજે છે અને દેવસ્થિતિથી શક્રસ્તવ ભણે છે અને આશાતનાનો ત્યાગ કરાવે છે. તેની જેમ પ્રકૃતિમાં પણ=સૂર્યાભકૃત્યમાં પણ થાય. “મવં' થી તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે - મિથ્યાવૃશાં' મિથ્યાદષ્ટિઓનો વિમાનાધિપતિપણા વડે કરીને ઉત્પાદનો અસંભવ છે.
મિથ્યાષ્ટિઓનો વિમાનાધિપતિપણા વડે કરીને ઉત્પાદનો અસંભવ કેમ છે ? તેમાં હેતુ કહે છે -
વિમાનધિપતિ .... ડનુવર્તમાન્ ! વિમાતાધિપતિ મિથ્યાદષ્ટિ પણ થાય ઈત્યાદિ વચનની ક્યાંય પણ આગમમાં ઉપલંભ=પ્રાપ્તિ, નથી.
૨ ૨ ..... રિતિ / અને જે જ્યોતિષ્ક ઈન્દ્રો, ચંદ્ર-સૂર્યો અસંખ્યાતા છે, તે પણ સમ્યગ્દષ્ટિ જ હોય છે.