________________
કર
પ્રતિમાશતક | શ્લોક : ૩
અને આચાર્ય, ઉપાધ્યાયમાં પણ સાધુગુણોનો સદ્ભાવ છે. તેથી અરિહંતાદિ નિયમથી સાધુ છે, તેમ કહેલ છે. અને અરિહંતાદિમાં સાધુઓ ભજનીય છે; તેનો અર્થ એમ નથી કે, અરિહંત કથંચિત્ સાધુ છે અને કથંચિત્ સાધુ નથી. પરંતુ સર્વ સાધુઓ અરિહંત નથી, કેટલાક સાધુઓ અરિહંત છે, કેટલાક કેવલી છે, જ્યારે કેટલાક આચાર્ય છે, કેટલાક સાધુ છે, આ પ્રકારની ભજના છે. તે કારણથી હેતુનિમિત્ત પાંચ પ્રકા૨નો નમસ્કાર સ્થાપિત છે=માર્ગદેશકત્વ આદિ હેતુ છે નિમિત્ત જેમાં, એવો પાંચ પ્રકા૨નો નમસ્કાર શાસ્ત્રમાં સ્થાપિત છે. અને તે પાંચ હેતુઓ વડે કરીને પાંચ પ્રકારનો નમસ્કાર આ પ્રમાણે છે - (૧) માર્ગદેશકત્વને કારણે અરિહંતોને નમસ્કાર કરવામાં આવે છે.
(૨) માર્ગને અનુકૂળ અવિપ્રનાશપણું હોવાને કારણે=અવિનાશીપણું હોવાને કારણે, સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે.
(૩) માર્ગને અનુકૂળ આચારપણું હોવાને કારણે આચાર્યોને નમસ્કા૨ ક૨વામાં આવે છે=પોતે સમ્યગ્ આચરણા કરે છે અને બીજા પાસે કરાવે છે, એ રૂપ આચારપણું હોવાને કા૨ણે આચાર્યોને નમસ્કાર ક૨વામાં આવે છે.
(૪) વિનયપણું હોવાને કા૨ણે ઉપાધ્યાયને નમસ્કાર કરવામાં આવે છે=જ્ઞાનાદિ દ્વારા પોતે વિશેષ પ્રકારના કર્મોનું વિનયન કરે છે, અને બીજાઓને સૂત્રદાન દ્વારા કર્મોનું વિનયન ક૨વા માટે યત્ન કરાવે છે. તેથી ઉપાધ્યાયને નમસ્કાર કરવામાં આવે છે.
(૫) મોક્ષમાર્ગમાં સહાયકપણું કરનાર હોવાથી સાધુઓને નમસ્કાર કરવામાં આવે છે. પરમાર્થથી જગતના કોઈ પદાર્થો જીવને સહાયક થતા નથી, પરંતુ સંયમમાં પ્રયત્ન કરનારને સાધુપદ સહાયરૂપ બને છે. તેથી સાધુઓને નમસ્કાર કરવામાં આવે છે.
આ રીતે પાંચ હેતુનિમિત્ત પાંચ નમસ્કારના વિભાગ પાડેલ છે. તેથી આચાર્ય પણ સાધુને નમસ્કાર કરે તે અનુચિત નથી, કેમ કે સાધુના ભાવોને અવલંબીને પોતાનામાં પણ સંયમની વૃદ્ધિમાં યત્ન થઈ શકે છે. તેથી તે સહાયક ગુણની અપેક્ષાએ આચાર્ય માટે પણ સાધુઓ વંદનીય છે. પરંતુ પોતાની નિશ્રામાં વર્તતા સાધુઓને વિશેષથી વંદન તેમના આચાર પ્રમાણે નહીં હોવા છતાં, સહાયપણાના ગુણને અવલંબીને સર્વ સાધુઓને નમસ્કાર થઈ શકે છે. જેમ મરીચિને દ્રવ્યતીર્થંકરૂપે વિશેષથી વંદન નહિ હોવા છતાં ‘ને અડ્યા સિદ્ધા' હત્યાવિના અહીં ઈત્યાદિથી પ્રાપ્ત એવા ને ઞ વિસ્તૃત જાળવે ને' એ પદ દ્વારા સામાન્યથી વંદન થઈ શકે છે.
પ્રસ્તુત શ્લોકની આવશ્યકનિર્યુક્તિની ટીકામાં અરિહંતાદિમાં ‘આદિ’ પદથી કોને ગ્રહણ કરવા તે બતાવતાં, ટીકાકારે ‘આદિ’ પદથી સિદ્ધ, આચાર્યાદિને ગ્રહણ કરવાનું સૂચન કર્યું. અને તે કર્યા પછી તે પાંચે પદોનું વર્ણન કરતાં, અરિહંતપદનું વર્ણન કર્યા પછી સિદ્ધપદનું વર્ણન કરતાં, સિદ્ધને બદલે કેવલીને ગ્રહણ કર્યા છે. તેનું તાત્પર્ય એ છે કે, જે કેવલજ્ઞાન પામે છે, તે સિદ્ધ થવાની તૈયારીમાં જ છે; તેથી સિદ્ધ સ્વરૂપ જ છે. ‘દેમાળે વર્તે’=જે કરાતું હોય તે કરાયું, એ પ્રકારના નિયમથી અરિહંતો અને