________________
૨૪૨
પ્રતિમાશતકશ્લોક : ૧૦ વિશેષાર્થ:
તીવ્ર શાતાવેદનીય અને મોહનીયકર્મના ઉદયને કારણે જ તેઓમાં કામાસક્તતા છે, પરંતુ સંસારી જીવોને કામાદિ પ્રત્યે જે રીતનું વલણ છે તે રીતે તેઓનું કામાદિમાં વલણ નથી, પરંતુ ધર્મ પ્રત્યે જ વલણ છે. આમ છતાં પ્રબળ ચારિત્રમોહનીય અને શાતાવેદનીયકર્મના ઉદયથી તેઓમાં કામાસક્તતા છે.
તેનો સાક્ષીપાઠ આપતાં બતાવે છે – ટીકાર્ય :
મહિત વ - વ્યંતિ 7િ | મોહનીય અને શાતા વેદનીયકર્મના ઉદયથી કામમાં પ્રવૃત્ત છે. એ જ સાક્ષીપાઠમાં નંબર-૩, ૪, ૫, ૬ અવર્ણવાદનું નિરાકરણ કરે છે, તે આ રીતે - (૩) કર્મના ઉદયથી અવિરતિ છે. (૪) અનિમેષ દેવસ્વભાવથી છે. (૫) કૃતકૃત્ય હોવાને કારણે અનુત્તરદેવો ચેષ્ટા વગરનાં છે. (૬) કાલના અનુભાવથી તીર્થોતિ પણ અન્યત્ર કરે છે.
‘તિ’ શબ્દ દુર્લભબોધિનું પાંચમું સ્થાન વિપક્વ તપ અને બ્રહ્મચર્યવાળા દેવોના અવર્ણવાદના નિરાકરણની સમાપ્તિસૂચક છે. ટીકા :
यत्तु महाजननेतृत्वाद् देवराजादिवद् देवानामवर्णवादो महामोहनीयबंधहेतुत्वानिषिद्धो न धर्मित्वादितिपामरवचनं तत्तुच्छं, एवं सत्यस्य सूत्रस्यार्थसिद्धानुवादत्वापत्तेर्देवमात्रावर्णनिषेधे उक्तविशेषणानुपपत्तेश्च । यत्र हि यत्प्रकारकवर्णवादइष्टसाधनतयोपदर्शितस्तत्र तत्प्रकारकवर्णवादग्रहप्रतिबन्धकदोषदर्शनरूपस्यैवावर्णवादस्य निषेध उचित इत्युक्तविशेषणं फलवत्, विपक्वतपोब्रह्मचर्यफलीभूतदेवार्चनविनयशीलादिगुणप्रतिपन्थिदोषोपदर्शनस्यैव ततो दुर्लभबोधिताहेतुत्वलाभात् । ટીકાર્ય :
યg.... અનુપજોડ્યું જે વળી મહાજનનું નેતૃપણું હોવાથી ઈન્દ્રાદિની જેમ દેવોનો અવર્ણવાદ મહામોહતા બંધનું હેતુપણું હોવાને કારણે નિષિદ્ધ છે, (પરંતુ) ધર્મીપણાથી નહિ, એ પ્રકારે પામરનું વચન છે તે તુચ્છ છે. કેમ કે એ પ્રમાણે હોતે છતે આ સૂત્રતા અર્થસિદ્ધ અનુવાદપણાની આપત્તિ આવે, અને દેવમાત્રના અવર્ણના નિષેધમાં ઉક્ત વિશેષણની=વિપક્વ તપ-બ્રહ્મચર્ય એ ઉક્ત વિશેષણની, અનુપપત્તિ છે.