________________
પ્રતિમાશતક, શ્લોક : ૨ મૂર્તિની આકૃતિ દ્વારા બુદ્ધિમાં પ્રગટ કરવાનો જે યત્ન છે, તે નિક્ષિપ્યમાણ ભાવઅરિહંત સ્વરૂપ છે. તેનાથી પોતાનું ચિત્ત ધીરે ધીરે ભાવઅરિહંત સાથે અભેદબુદ્ધિને પામે છે, તેથી નિષિપ્રમાણ સ્થાપના નિક્ષિપ્યમાણ ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ બને છે. તે જ રીતે દ્રવ્યનિક્ષેપો પણ નિક્ષિપ્રમાણ ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ બને છે. જેમ કે મરીચિમાં દ્રવ્યતીર્થકરને જોઈને ભરત મહારાજાને બુદ્ધિમાં ચરમતીર્થપતિનું સ્વરૂપ ઉપસ્થિત થાય છે. આમ, તે દ્રવ્યથી ચરમતીર્થપતિના સ્વરૂપની સાથે તેમને જે અભેદબુદ્ધિ થાય છે, તેને કારણે જ તેમને ભક્તિનો અતિશય પ્રગટે છે. તેથી દ્રવ્યનિક્ષેપો ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે, જે જીવે, આ લોકોત્તમ પુરુષ અરિહંત છે, તેથી જ ચરમભવમાં તેમનું મહાસાત્ત્વિક જીવન હોય છે, તેથી જ સંસારમાં એક પણ અનુચિત પ્રવૃત્તિ વગરનું ગર્ભથી માંડીને તેમનું જીવન હોય છે, અને પ્રવજ્યા પછી પણ જે પ્રકારનો દઢ યત્ન સંયમમાર્ગમાં હોય છે, અને કેવલજ્ઞાન પછી જે તેઓની જગત ઉપર ઉપકારકતા હોય છે, આ બધાને ઘૂંટીને આત્મસાત્ કરેલ છે; તેવો જીવ જ્યારે અરિહંતપદનું સ્મરણ કરે છે કે અરિહંતપદનો જાપ કરે છે ત્યારે, તે અરિહંતપદથી તેવી લોકોત્તમ વ્યક્તિ તેની બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે. તેથી અરિહંતપદના જાપકાળમાં અત્યંત બહુમાનની પરિણતિ તેના ચિત્તમાં ઉલ્લસિત થતી હોય છે. યદ્યપિ જાપકાળમાં શબ્દોથી તેવી લોકોત્તમ વ્યક્તિનું સ્વરૂપ તે વિચારતો નથી, તો પણ તે જાપકાળમાં નિસિપ્રમાણ એવી તે લોકોત્તમ વ્યક્તિ સાથે તે શબ્દોથી અભેદબુદ્ધિ તેના ચિત્તમાં થયા કરે છે. તેથી તે શબ્દ દ્વારા તેવા ઉત્તમ પુરુષનું જ સ્મરણ થતું હોય તેવા ભાવથી તેનું ચિત્ત ઉપરંજિત હોવાને કારણે, ધીરે ધીરે તેવા સ્વરૂપવાળા વિતરાગ પ્રત્યે તેનો આત્મા અભિમુખ અભિમુખતર ભાવવાળો થતો જાય છે. તેથી તેની ચિત્તવૃત્તિ અધિક અધિક ઉપશાંત પરિણામવાળી તે અરિહંતના નામના જાપથી થાય છે, તેમ સ્થાપના અને દ્રવ્યનિક્ષેપની સહાયથી અધિકતર પણ થઈ શકે છે.
ટીકાર્ચ -
શાસ્ત્રા ધ્યાનમુનિવમ્, શાસ્ત્રથી=આગમપ્રમાણથી, અને સ્વાનુભવથી સ્વપ્રતિભ-પ્રમાણથી, વારંવાર ઈષ્ટ છે અને દષ્ટ છે. (અહીં શાસ્ત્ર અને અનુભવને ઈષ્ટ અને દષ્ટ સાથે જોડતાં બતાવે છે કે.) શાસ્ત્રથી ઈષ્ટ છે અને અનુભવથી દષ્ટ છે, એ પ્રકારનો અર્થ છે. (અને તેનાથી ફલિતાર્થ બતાવે છે કે.) વારંવાર ઈષ્ટિથીકશાસ્ત્રથી, મનન કરવું જોઇએ અને વારંવાર દષ્ટિથી= સ્વાનુભવથી, ધ્યાન ઉપનિબદ્ધ કરવું જોઇએ. વિશેષાર્થ :
પૂર્વમાં કહ્યું કે, નિખિમાણ નામાદિત્રય એ નિક્ષિપ્રમાણ ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ છે, તે વાત શાસ્ત્ર પ્રમાણથી ઇષ્ટ છેષશાસ્ત્રપ્રમાણથી માન્ય છે, અને વિચારકને અનુભવથી અનુભૂત છે. એમ બતાવીને એના ધ્વનિરૂપે એ કહેવું છે કે, વારંવાર શાસ્ત્રથી મનન કરવું જોઈએ કે, નામાદિત્રય એ ભાવઅરિહંતની અભેદબુદ્ધિનું કારણ છે; અને તે રીતે શાસ્ત્રથી મનન કરવાને કારણે શાસ્ત્રાનુસારી