________________
છે
જીવનરેખા ]
જીવન અને કવન આકંઠ પાન કરી પુષ્ટ બનવા હરિભદ્રસૂરિ ભાગ્યશાળી થયા હતા એમ એમનું આજે ઉપલબ્ધ થતું સાહિત્ય કહી આપે છે. આ શ્વેતાંબર શ્રમણવર્યના જીવનવૃત્તાન્તની રૂપરેખા આલેખવા માટે મારે આ નમ્ર પ્રયાસ છે.
આત્મસ્થાનો અભાવ–સૌજન્યમૂર્તિ હરિભદ્રસૂરિએ પિતાના જીવનમાર્ગ ઉપર જાણે અધકાર–પટ પાથર્યો છે એટલે આ એક રીતે તે અજ્ઞાત પ્રદેશ છે. બાણે હર્ષચરિતમાં, બિહણે વિક્રમાંકદેવચરિતમાં અને મને શ્રીકંઠચરિતમાં જેમ પિતાને પરિચય આપ્યો છે તેવી આશા આપણે ભલે આ નિસ્પૃહ સૂરિવર્ય પાસેથી ન રાખીએ, પરંતુ એમના પૂર્વગામી વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ જેમ પિતાના માતાપિતાનાં નામ વગેરેનો નિર્દેશ કર્યો છે તેટલી પણ આપણી આશા આ રિવર કલિન થવા દેતા નથી. એમના ગ્રંથોના અંતમાંની પુપિકા જે એમણે રચેલી મનાય છે તે એમના સાધુ-જીવન વિષે નહિ જેવો પ્રકાશ પાડે છે; બાકી એ પણ એમના ગૃહસ્થાશ્રમ વિષે તો મૌન જ સેવે છે. આમ હોવા છતાં એ આનદનો વિષય છે. કે એમની વિદ્વત્તાપૂર્ણ કૃતિઓથી આયેલા આધુનિક તેમ જ પ્રાચીન સમયના સાક્ષરોએ એમના જીવન અને કવન વિષે થોડું ઘણું પણ કથન કર્યું છે. આમાં પાશ્ચાત્ય વિદ્વાનોને પણ સબળ ફાળો છે. આમ જે દેશવિદેશના સાહિત્યરસિકેને હાથે એમના જીવનને લગતી વાની જે ભિન્ન ભિન્ન સાત ભાષાઓમાં પિરસાઈ છે તેની હું ભાષાદીઠ નોંધ લઉં છું:
સાધન-સામગ્રી (૬+૧૧૪+૫+૧+૨+૪=૬૦)
(૧) પાઈપ (પ્રાકૃત) [૬] (૧) કુવલયમાલા–દાક્ષિણ્યચિસૂરિ તરીકે ઓળખાવાતા ઉતનસૂરિએ આ કૃતિ શકસંવત ૭૦૦માં એક દિવસ ઓછો હતો ત્યારે એટલે કે વિક્રમ સંવત ૮૩૫માં પૂર્ણ કરી છે. આ કૃતિ અમુદ્રિત