________________
મહત્તરા યાકિનીના ધમપુત્ર સમભાવશાળી
શ્રીહરિભદ્રસૂરિ
જીવન અને કવન
પૂર્વ ખડ : જીવનરેખા . - ઉપક્રમ–ભારતવર્ષ” એટલે અમૂલ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિનું ક્રિડાંગણ આ આપણે દેશ પરાપૂર્વથી અધ્યાત્મવિદ્યા પ્રતિ આકર્ષ છે. આ ન્નતિને અનન્ય ઉપાય તરીકે એણે જીવનમાં ત્યાગને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે એ સાદા અને સ તોલી અને સાથે સાથે વિવેકથી વ્યાપ્ત ઉન્નત ભાવનાઓથી પરિપૂર્ણ જીવનને અનુરાગી અને આગ્રહી છે. સાચા મહત, સત, સન્યાસી, શ્રમણો વગેરેનું સમુચિત સન્માન સદા યે કરવુ એ એનો મુદ્રાલેખ છે. અને લઈને આ દેશમાં સ્વપરકલ્યાણ સાધના અનેક મહાનુભા થયા છે “શ્રમણસંસ્કૃતિના મહામૂલ્યશાળી અંગરૂપ જૈન દર્શનમાં ત્યાગનું પ્રાધાન્ય છે, એના અનુયાયીઓ નિવૃત્તિ–માર્ગના ઉપાસકે છે. એને અર્થ એ નથી કે એ આલસ્યના કે નિષ્ક્રિયતાના–જડતાના રાગી છે. નિવૃત્તિપ્રધાન પ્રવૃત્તિ કરનારા જૈન શ્રમણની સ્વકલ્યાણની સાધના પરના કલ્યાણને આડે આવે, તેવી નથી. પ્રાચીન કાળમા અનેક જૈન મુનિવરોએ લાદ્ધાર અને સાહિત્યસેવાના કાર્યમાં તલ્લીન રહીને પોતાના આત્માને અને સાથે સાથે) સમસ્ત જૈન સંઘને તિમ.જ સમગ્ર “ભારત દેશને કૃતાર્થ કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી (ઈ. સ. પૂર્વે પ૯૯-ઈ. સ. પૂર્વે ૫૨૭)ના–