________________
સુર નારક શબ્દના અર્થે.
૫
નમીને સંગ્રહણિ એવા નામનું પ્રકરણ કહીશ. તે પ્રકરણ કેવું કહીશ ? યથા – યથાવસ્થિત સર્વજ્ઞના વચનથી અવિધી એવા અર્થવાળું કહીશ. એની યથાતા, પરંપરાએ તેની સર્વજ્ઞમૂળતા હાવાથી સમજવી. એનું સર્વજ્ઞમૂળપણું આગળ સંબંધ પ્રતિપાદન કરવાને અવસરે સમજાવશુ.
આમાં તાવત્ શબ્દ ક્રમવાચી છે. ક્રમ આ છે કે ક્ષેત્રસમાસાદિ વક્તવ્ય ખીજા ઘણા છે પણ તે પછી કહેશું. હમણા તેા પ્રથમ સંગ્રહણિ એવા નામનું પ્રકરણુ કહેશુ.
હવે સંગ્રહણિ શબ્દના અર્થ શું છે? તે કહે છે. પ્રજ્ઞાપનાદિ શાસ્રતરાને વિષે વિસ્તારે કરીને કહેલા જે અર્થા તે સંક્ષેપે ગ્રહણ કરવા, ગ્રહણ કરીને પ્રતિપાદ્ય તરીકે જે ગ્રંથપદ્ધતિવડે કહેવા તેને સ ંગ્રહણિ કહીએ. હવે જે અભિધેય અર્થાની આ સંગ્રહણિ છે તે સાક્ષાત્ કહે છે.
સુર અને નારકીના–સારી રીતે શાલે તેને સુર કહીએ અથવા અતિશયે કરીને તુષ્ટમાન થયા સતા તેના આરાધકાને અભિલષિત અર્થાને જે આપે તેને સુર કહીએ. જેમ કૃષ્ણ વાસુદેવને લવણાધિપતિ સુસ્થિત દેવે સમુદ્રમાં રથને જવાના માર્ગ આપ્યા હતા તેમ અથવા ઐશ્વર્ય ને દીપ્તિથી પણ સુર કહેવાય છે. ખીજા મનુષ્યાદિ પ્રાણીસમૂહ કરતાં જે અસાધારણ ઐશ્વર્ય ને અનુભવે છે અથવા વિશિષ્ટ કાંતિના સમૂહથી જે દીપે છે તેને સુર-દેવ કહીએ. જાતિ શબ્દ અહીં અશ્વાદિની જેમ જાણવા અથવા સુર શબ્દે દેવજાતિ સમજવી.
નારક શબ્દના અર્થ કહે છે. નર-મનુષ્યનેઉ પલક્ષણથી તિર્યંચાને પણ ચેાગ્યતાનુ અતિક્રમણ કર્યા સિવાય–અર્થાત્ જે નરકે જવા ચેાગ્ય (પાપી ) હાય તેને ખેલાવે છે—આકારે છે. તે સીમન્તાદિ નરકેા કહીએ. જેનુ સ્વરૂપ આગળ કહેશું તેમાં ઉત્પન્ન થયેલા જે નરકાસુ અને નરકગતિનામકર્મના ઉદયવાળા છે તેને નારકી કહીએ. આ શબ્દ પણ ગાય ને અશ્વની જેમ જાતિવાચક સમજવા એટલે બધી નરકેાની હકીકત કહેશું.
દેવ અને નારક એ બંનેની જુદી જુદી કહેતું. શું કહેશું? સ્થિતિ, ભવન અને અવગાહના હેતુ. જે કવિપાકની પરિણતિવડે સાંકળથી ખાંધેલાની જેમ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં રહેવું પડે તેને સ્થિતિ, આયુ, જીવિત કહીએ. જેમાં રહેવાય તે ભવન, આલય, નિલય કહીએ. જીવ જેમાં અવગાહીને વિસ્તાર પામીને રહે તેને અવગાહના-તનુ અથવા શરીર