________________
૨૫
દેવાધિકાર. ]
પ્રથમ દેવલે કોના દેવોની સ્થિતિ. નવ અને પાંચ અનુત્તરમાં એક પ્રસ્તટ–એ રીતે સર્વ સંખ્યાએ ઊર્ધલેકમાં ૬૨ પ્રસ્ત છે. ૧૮. ' હવે દરેક પ્રસ્તટે આયુ વિશેષ જણાવવા માટે પ્રથમ સધર્મકલ્પ સંબંધી કરશું કહે છે –
सोहम्मुक्कोसठिई, सगपयरविहत्त इत्थ संगुणिया। पयरुकोस ठिईओ, जहन्न पलिओवमं पढमे ॥१९॥
અર્થ સાધમ દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ બે સાગરોપમની કહી છે. તે સ્થિતિને પિતાના પ્રતોની સંખ્યાવડે ભાંગીએ. એ પ્રમાણે ભાંગતાં જે આવે તેને ઈચ્છિત પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે પ્રસ્તટની સંખ્યા એક, બે, ત્રણવડે ગુણીએ. એ પ્રમાણે ગુણતાં ઈચ્છિત પ્રસ્તટમાં યથાવસ્થિત ઉત્કૃષ્ટ સ્થિતિ આવશે. આ સધર્મ દેવલોકના દરેક પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટેનું કરણ સમજવું. હવે જઘન્ય સ્થિતિ જાણવાને ઉપાય કહે છે-આ પ્રમાણે કરવાથી પહેલા પ્રસ્તટે જઘન્યસ્થિતિ કેટલી તે જાણી ન શકાય તેથી તેને સાક્ષાત્ શબ્દોમાં કહે છે કે સૌધર્મ કપે પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ એક પાપમની જાણવી.
હવે ઉપર જણાવેલા કરણ પ્રમાણે ગણતાં ધર્મક૯૫માં પ્રાપ્ત થતી દરેક પ્રસ્તટની ઉત્કૃષ્ટ સ્થિતિ સાક્ષાત બે ગાથાવડે કહે છે –
पलिओवमं जहन्ना, दो तेरसभागा उदहिनामस्स । उक्कोसठिई भणिया, सोहम्मे पत्थडे पढमे ॥ २० ॥ एवं दुग बुढीए, नेयव्वं जाव अंतिमं पयरं ॥ . भागेहिं तओ करणं, जा तेरसमे दुवे अयरा ॥ २१ ॥
શબ્દાર્થ–સૌધર્મકલ્પના પહેલા પ્રસ્તટે જઘન્ય સ્થિતિ એક પ૫મની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમના તેરીઆ બે ભાગ સમજવી. પછી દરેક પ્રસ્તટે બે બે ભાગની વૃદ્ધિ કરવી. યાવત્ છેલ્લા પ્રતરે કરણ અનુસાર બે બે ભાગની વૃદ્ધિ કરવાથી બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થશે.
ટીકાર્થ–સાધર્મ દેવલેકના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક પોપમની અને ઉત્કૃષ્ટસ્થિતિ સાગરોપમના તેરીઆ બે ભાગ પ્રમાણ જાણવી, તે આ પ્રમાણે
૪