________________
૧૯૮
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. કાયસ્થિતિ એટલે તે પૃથિવીકાય વિગેરે કાયને નહીં તજતા અવસ્થાન રૂપે કેટલે કાળ રહે છે તે કહું છું. ૩૩૨.
પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે – अस्संखोसप्पिणिसप्पिणी उ एगिदियाण य चउण्हं । ता चेव उ अणंता, वणस्सईए उ बोधव्वा ॥ ३३३॥
ટીકાર્થ –ચાર એકેંદ્રિયો–પૃથ્વી, અપૂ, તેઉ ને વાયુરૂપ પ્રત્યેકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણ ને અવસર્પિણી કાળની સમજવી. એ જ કાળ પરિમાણનો ક્ષેત્રથી વિચાર કરીએ તો તે આ પ્રમાણે જાણવું. અસંખ્યાતા
કાકાશના પ્રદેશને એકેક સમયે અપહાર કરીએ તો તે પ્રમાણે અપહાર કરતાં જેટલો કાળ લાગે તેટલા કાળપરિમાણ રૂપ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ જાણવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! પૃથ્વીકાય છે પૃથ્વીકાયપણે કેટલે કાળ રહે?” ઉત્તર-“હે મૈતમ! જઘન્ય અંત
હૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ–અસંખ્યાતી ઉત્સર્પિણું અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાતા લક. એ જ પ્રમાણે અમ્, તે ને વાયુકાય માટે પણ સમજવું.” તે જ રીતે વનસ્પતિકાય માટે તેવી અનંતી ઉત્સર્પિણી ને અવસર્પિણની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. આ પણ કાળથી પરિમાણ સમજવું. ક્ષેત્રથી પૂર્વે કહ્યા પ્રમાણે અનંતા લોક અથવા અસંખ્યાતા પુદગલ પરાવર્ત. તે પુગલ પરાવર્તે એક આવલીના અસંખ્યાતમા ભાગે જેટલા સમય તેટલા જાણવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! વનસ્પતિકાય જી વનસ્પતિકાયપણે કેટલો કાળ રહે?” ઉત્તર–“હે મૈતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ–અવંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી. ક્ષેત્રથી અનંતા લેક અથવા અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત. તે પુદ્ગલપરાવર્તો આવળના અસંખ્યાતમે ભાગે જેટલા સમય આવે તેટલા જાણવા.” ૩૩૩. તથા –
वाससहस्सा संखा, विगलाण ठिई उ होइ बोधव्वा । सत्तटुभवा उ भवे, पणिदितिरिमणुअ उक्कोसा ॥ ३३४ ॥
ટીકાર્થ –વિકલેંદ્રિયની એટલે બેઇદ્રિય, ત્રાંદ્રિય, ચંદ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પ્રત્યેકની સંખ્યાતા હજાર વર્ષની જાણવી. અહીં ગાથામાં તુ શબ્દ છે તે ભેદ અથવા અવધારણમાં આવે છે. અહીં ભેદાર્થમાં સમજવો.