________________
નરકાધિકાર.] નરકાવાસાનું આયામ, વિષ્ક્રભ ને ઉચ્ચત્વ.
૧૬૩ ટીકાકારે દરેક પ્રતરમાં અને દરેક પૃથ્વીમાં આવલિકાપ્રવિષ્ટમાં વૃત્ત, વ્યસ્ત્ર ને ચતુરસની સંખ્યાવાળી હકીક્ત દેવેંદ્રનરકેંદ્ર પ્રકરણમાં લખેલ હોવાથી અહીં ન લખવાનું કહ્યું છે, પરંતુ અમે અમારા વાચક બંધુઓ માટે દરેક નારક પૃથ્વીઆશ્રી તેની સંખ્યાનું યંત્ર આ નીચે આપેલ છે. ચત્ર ૨૨ મું.
આકૃતિ | પહેલી બીજી | ત્રીજી | ચેથી પાંચમી છઠ્ઠી | સાતમી એકંદર
૮૭૫
૪૭૭
વૃત્ત | ૧૪૫૩ વ્યસ | ૧૫૦૮ | ૯૨૪ ચતુસ | ૧૪૭૨
૫૧૬
૨૨૩ ૨પર ૨૩૨
૩૧૨૧ | ૩૩૩૨ ૩૨૦૦
૪૯૨
કુલ - ૪૪૩૩ | ૨૬૯૫ | ૧૪૮૫ |
૭૦૭ | ૨૬૫
૯૬૫૩
(સાતે નરકના દરેક પ્રતરે પણ ત્રણે પ્રકારની આકૃતિના કેટલા કેટલા નરકાવાસા છે તેના યંત્ર કરેલા છે તે યંત્રની જુદી બુકમાં આપવામાં આવશે.)
હવે નરકાવાસાને આયામ, વિખંભ ને ઉચ્ચત્વ કહે છે – अपइट्ठाणो लकं, सेसा संखा व हुज संखा वा। विकंभायामेणं, उच्चत्तं तिन्नि उ सहस्सा ॥ २६४ ॥
ટીકાર્ય–અપ્રતિષ્ઠાન નામને સાતમી નરકને મધ્યવતી પાંચમો નરકાવાસ પ્રમાણુગુળનિષ્પન્ન એક લાખ યોજન પ્રમાણુ લાંબા-પહોળો છે અને બાકીના નરકાવાસા સંખ્યાના જનના તેમ જ અસંખ્યાતા યોજનાના છે. ઉંચપણામાં તે બધા ત્રણ ત્રણ હજાર જનના જ છે. તેમાં એક હજાર એજનની પીઠ, એક હજાર યોજન પિલાણ અને એક હજાર વૈજન ઉપરની સ્તુપિકા જાણવી. ૨૬૪
એ પ્રમાણે નરક પૃથ્વીનું પ્રમાણાદિ કહ્યું. હવે નારકી જીવોની અવગાહના કહેવાની છે, તેના બે પ્રકાર છે. ૧ ભવધારણીય અને ૨ ઉત્તરક્રિય. તે દરેકના પણ બે બે પ્રકાર છે. ૧ જઘન્ય ને ૨ ઉત્કૃષ્ટ. પ્રથમ ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહે છે –