________________
સામાન્યાધિકાર.] પર્યાપ્તિ સ્વરૂપ.
૨૧૯ - આ પર્યાસિઓ અનુક્રમે એનેંદ્રિયને, સંજ્ઞી સિવાયના બેઈદ્રિયાદિને અને સંજ્ઞીપંચેંદ્રિયને ચાર, પાંચ ને છ હોય છે. તે પર્યાપ્તિ બધી યથાયોગ્યપણે ઉત્પત્તિના પ્રથમ સમયે જ સમકાળે નિષ્પાદન કરવાનું શરૂ કરે છે, પછી અનુકમે નિષ્ઠાને પામે છે (સમાપ્ત થાય છે), તે આ પ્રમાણે
પ્રથમ આહારપર્યાપ્તિ, પછી શરીરપર્યામિ, પછી ઇંદ્રિય પર્યાસિ ઈત્યાદિ. આહારપર્યાતિ ભવના પ્રથમ સમયે જ શરૂ કરવામાં આવે છે અને તે પ્રથમ સમયે જ સમાપ્ત થાય છે. બાકીની પર્યાપ્તિઓ બધી અંતર્મુહૂર્ત અંતમુહૂર્તે પૂર્ણ થાય છે. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે જ નિષ્પન્ન થાય છે એમ શા આધારે કહો છો? તેને ઉત્તર આપે છે કે-ભગવંત આર્ય શ્યામાચાર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્રના આહારપદમાં બીજા ઉદ્દેશામાં આ પ્રમાણે કહે છે કે"आहारपज्जत्तीए अपज्जत्तएणं भंते ! किं आहारए अणाहारए ? गोंयमा! नो સાદા, અાહાર” ઝુતિ. તે આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત વિગ્રહગતિમાં રહે ત્યાં સુધી જ પામીએ, ઉપપાત ક્ષેત્રમાં આવેલો ન પામીએ, ઉપપાત ક્ષેત્રમાં આવેલાને તો પ્રથમ સમયે જ આહારકપણું પ્રાપ્ત થાય છે તેથી એક સામયિકી આહારપર્યાપ્તની નિષ્પત્તિ થાય છે, જે ઉપપાત ક્ષેત્રને પામે સતે પણ આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત રહેતો હોય તો ઉપરના સૂત્રમાં એમ કહેત કે-“fણા આgrTM સિથ અrgy” ઈતિ, સવે પર્યાતિઓનો પરિ. સમાપ્તિ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહિં યથક્ત પર્યાપ્તિસ્વરૂપ પ્રતિપાદક એક પ્રક્ષેપ ગાથા છે તેમાં વિશેષ ન હોવાથી અમે લખી નથી. તેનો અર્થ આ પ્રમાણે છે-“આહાર, શરીર, ઈદ્રિય, ઉચ્છવાસ, ભાષા ને મનની અભિનિષ્પત્તિ દલિકથકી-પુદગળસમૂહથી થાય છે એટલે તેના તેના દલિકનું સ્વસ્વવિષયમાં પરિણમન થવામાં શક્તિરૂપ જે કરણ તે પર્યાપ્તિ જાણવી.” ઉક્ત પર્યાપ્તિની સંખ્યા વિગેરેની પ્રતિપાદક ત્રણ પ્રક્ષેપ ગાથા છે. તેનો અર્થ આ પ્રમાણે છે-“આહાર, શરીર, ઇંદ્રિય, આણપણ, ભાષા ને મન. આ પ્રમાણે અનુક્રમે છ પર્યાયિઓ જિનેશ્વરે કહી છે. તેમાં પ્રથમની ચાર એકેટ્રિયેને હોય છે, પ્રથમની પાંચ બેઈદ્રિય વિગેરે અસંસી જીવોને હોય છે અને સંસી જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. એ પ્રમાણે પર્યાસિઓ જેને ન હોય તેને તે તે જાતિના અપર્યાપ્ત જાણવા.” ઈતિ. ૩૬૩ - હવે સકળ શાસ્ત્રને ઉપસંહાર કરતા સતા કહે છે – . एसा संखेवत्था, भव्वाण हियट्ठयाइ समयाओ।
कहिया भे संघयणी, संखित्तयरी इमावन्ना ॥३६४ ॥