________________
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
અઃ—આગળ અથવા પૂર્વે સિંહરૂપધારી દેવા, દક્ષિણ બાજુએ માટા શરીરવાળા હસ્તીરૂપધારી દેવે, પશ્ચિમે વૃષભરૂપધારી દેવા અને ઉત્તરે અશ્વરૂપધારી દેવા વિમાનની નીચે રહીને વહન કરે છે.
૭૪
ટીકા :—આગળ અગ્રભાગે વિમાનની નીચે રહીને સિંહરૂપધારી દેવા ચંદ્ર સંબંધી વિમાનને વહન કરે છે. વિમાનની દક્ષિણ માજી તેની નીચે રહીને મોટા શરીરવાળા હાથીનુ રૂપ ધારણ કરીને વિમાનનું વહન કરે છે, પશ્ચિમ માજી વિમાનની નીચે રહીને વૃષભનુ રૂપ ધારણ કરીને વિમાનનું વહન કરે છે અને ઉત્તર ખાજુ વિમાનની નીચે રહીને અશ્વનુ રૂપ ધારણ કરીને વહન કરે છે. તેમાં ચંદ્રનુ ને સૂર્યનું વિમાન સિંહાદિ રૂપ ધારણ કરીને ચાર ચાર હજાર દેવા વહન કરે છે. તે આ પ્રમાણે-ચાર હજાર સિંહરૂપધારી, ચાર હજાર હસ્તીરૂપ ધારી, ચાર હજાર વૃષભરૂપધારી અને ચાર હજાર અશ્વરૂપધારી એમ એક દર સાળ સાળ હજાર દેવતા ચંદ્રના વિમાનને અને સૂર્યના વિમાનને વહન કરે છે. ગ્રહનુ વિમાન એ બે હજાર દેવતા, નક્ષત્રનું વિમાન હજાર હજાર દેવતા અને તારાનું વિમાન પાંચ સે। પાંચ સે। દેવતા ચારે દિશાએ રહીને વહન કરે છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે જ અધિકાર કહેલા છે તેથી તે પાઠ કે અર્થ અહીં લખ્યા નથી. ૧૦૯
આ પ્રમાણે ચંદ્રાદિના વિમાનનું વહન કરતા દેવે મઢ્ઢાન્મત્ત સ્ત્રી જેમ વિશિષ્ટ ( તાલઢાર ) આમરણના ભારને જાણતી નથી તેમ વિમાનના ભારને વહન કરવાનુ માનતા નથી. ( એ વિમાન તા જગતસ્વભાવે જ ચાલ્યા કરે છે ) હવે મેરૂની પ્રદક્ષિણા દઇને ચાલતા ચંદ્રાદિની ગતિની તારતમ્યતા કહે છે— चंदेहिं रवी सिग्घा, रविणो उ भत्रे गहा उ सिग्घयरा । તત્તો ન ત્તારૂં, નહિં તુ તારાઓ ॥ ૧૦ ॥
ટીકા ચંદ્રથી શીઘ્રગતિવાળા સૂર્ય છે, સૂર્યથી શીઘ્રતર ગતિવાળા ગ્રહેા છે, તેનાથી શીઘ્રતર ગતિવાળા નક્ષત્રા છે, તેનાથી શીઘ્રતર ગતિવાળા તારાઓ છે. ગાથામાં ચ શબ્દ છે તે અનુક્ત સમુચ્ચયાથે છે તેથી બુધથી શીઘ્રગતિવાળા શુક્ર, શુક્રથી મંગળ, મંગળથી બૃહસ્પતિ અને બૃહસ્પતિથી શનૈશ્ચર શીઘ્રગતિવાળા છે એમ સમજવુ. ૧૧૦
નીચેની ગાથામાં ઉપરની ગાથાના તાત્પર્ય જ કહેલા છે-
--