________________
૧૫૦
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર ટીકાથ–પહેલી ઘર્મા નામની પૃથ્વીની ઉંચાઈનું પરિમાણ ભાવતા સતા એક લાખ ઉપર એંશી હજાર કરવા. એટલે કે પહેલી રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ ને એંશી હજાર જનની જાણવી. એમ બીજી વિગેરે પૃથ્વીમાં પણ બાહત્યના પરિમાણમાં બત્રીસ હજાર વિગેરે જન એક લાખ ઉપર સમજવા. એને ભાવાર્થ આ પ્રમાણે બીજી પૃથ્વીના બાહુલ્યનું માન એક લાખ ને બત્રીસ હજાર યોજન પ્રમાણ જાણવું. ત્રીજી પૃથ્વીનું એક લાખ ને અઠાવીશ હજાર યોજનાનું જાણવું. ચોથી પૃથ્વીનું એક લાખ ને વીશ હજાર થાજનનું જાણવું. પાંચમી પૃથ્વીનું એક લાખ ને અઢાર હજાર યોજનનું જાણુંવું. છઠ્ઠી પૃથ્વીનું એક લાખ ને સોળ હજારનું જાણવું અને સાતમીનું એક લાખ અને આઠ હજાર જેનનું જાણવું. આ જ પ્રમાણાંગુળના સમજવા.
પહેલી પૃથ્વીનું બાહલ્ય ૧૮૦૦૦૦ જનનું છે, તે આ પ્રમાણે–તેને પહેલે ખરકાંડ સેળ હજાર એજનને, બીજે પંકબહલ કાંડ ૮૪૦૦૦ યેજનને અને ત્રીજે જળબહલ કાંડ ૮૦૦૦૦ જનને જાણો. બાકીની બધી પૃથ્વી પૃથ્વીરૂપ જ સમજવી, તેમાં શર્કરા પ્રભામાં શર્કરા (કાંકરા) બહુ જાણવા. વાલુકાપ્રભામાં વાલુકા (રેતી) વિશેષ જાણવી. એમ સાતેના નામ અનુસાર વિશેષ સ્વરૂપ સમજવું. (આ સંબંધની ટીકામાં બે ગાથા છે પણ તેમાં આ અર્થ જ હેવાથી અહીં લખી નથી). ૨૪૧
હવે બધી પૃથ્વી નીચે ઘનોદધિ વિગેરે છે તેની જાડાઈનું માન કહે છે -- सव्वे वीस सहस्सा, बाहल्लेणं घणोदही नेया । નેતા તુ અસંવા, અને કહો ના સાનિયા મા ૨૪રા
ટીકાર્થ –સર્વ પૃથ્વીની નીચે અનંતર ઘનોદધિ છે તે મધ્ય ભાગે બાહભે એટલે જાડાઈમાં વીશ હજાર યોજન પ્રમાણ જાણ. શેષ ઘનવાત, તનુવાત ને આકાશની અસંખ્યાતા યોજના મધ્ય ભાગે જાડાઈ સમજવી. તેમાં એટલું વિશેષ કે ઘનવાતના અસંખ્યાત કરતાં અસંખ્યાતગણું તનુવાતનું અસંખ્યાતું જાણવું. તનુવાત કરતાં અસંખ્યાતગુણું આકાશનું અસંખ્યાતું જાણવું. આ ઘવાતાદિકનું અસંખ્યાત યાજનાત્મક બાહલ્ય પરિમાણ નીચે નીચે ત્યાં સુધી જાણવું કે યાવત્ સાતમી પૃથ્વી આવે. ૨૪૨ : અહીં કોઈ પૂછે છે કે–આ રત્નપ્રભાદિ પૃથ્વીઓ આયામ ને વિધ્વંભવડે અલકને સ્પર્શે છે કે નહીં? તેને જવાબ આપે છે કે –