________________
૧૭૨ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ નરકાધિકાર. ચરે અને મનુષ્યો અતિ કર અધ્યવસાયવાળા–મહાપાપના કરનારા જાય છે. આ પ્રમાણે ઘર્માદિ પૃથ્વીમાં જીવવિશેષને અનુસરીને તેની ઉત્કૃષ્ટ ગતિ કહી. જઘન્ય અને મધ્યમથી તે જીવોની તે કરતાં અન્યથા પણ ગતિ સમજવી. જઘન્યથી સર્વે જી રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તટે ઉપજે અને મધ્યમથી તેની આગળ અને પિતાપિતાની ઉત્કૃષ્ટ ગતિ કહી છે તેથી અર્વાફ ઉત્પન્ન થાય. ૨૮૪-૮૫
હવે કેટલાક તિર્યનિવાળા માટે બાહુલ્યકૃત વિશેષ કહે છે – वालेसु अ दाढीसु अ, परकीसु अ जलयरेसु उववन्ना। संखिज्जाउठिईआ, पुणोवि नरयाउआ हुंति ॥ २८६ ॥
ટીકાર્થ – નરકમાંથી નીકળીને વ્યાલ એટલે સર્પાદિકને વિષે, દાઢવાળા સિંહ, વ્યાધ્રાદિને વિષે, પક્ષી ગીધ વિગેરેને વિષે, જળચરમાં મસ્યાદિને વિષેતેમાં પણ સંખ્યાતા આયુવાળાપણે ઉત્પન્ન થઈને ફરીને પણ કૂર અયવસાયના વશથી પંચેંદ્રિય જીવોને વધુ વિગેરે કરીને નરકનું આયુષ્ય બાંધે છે. આ હકીકત બહાળતાએ સમજવી. અન્યથા તો કેટલાક જીવો નરકમાંથી નીકળીને સભ્યત્વાદિની પ્રાપ્તિ કરી સદ્ગતિને પણ પામે છે. ૨૮૬
હવે કયા સંહનનવાળા ઉત્કૃષ્ટ ક્યાં સુધી જઈ શકે છે તે નિરૂપણ કરે છે – छेवटेण उ गम्मइ, पुठवीओ रयणसकराभाओ। इकिकपुढविवुढी, संघयणे कीलियाईए ॥ २८७ ॥
ટીકાર્થ–સેવા સંહનના બળથી જીવ ઉત્કૃષ્ટ રત્નપ્રભા ને શર્કરા પ્રભા સુધી જાય છે, તેની ઉપર જતો નથી. ત્યારપછી કીલિકાદિ સંઘયણમાં એકેક 'પૃથ્વીની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે-કીલિકા સંઘયણથી ઉત્કૃષ્ટ ત્રીજી પૃથ્વી સુધી, અર્ધનારા સંઘયણથી ચેથી પૃથ્વી સુધી, નારાચસંઘયણથી પાંચમી પૃથ્વી સુધી, રાષભનારાચથી છઠ્ઠી પૃથ્વી સુધી અને વાઇષભનારાચથી સાતમી પૃથ્વી સુધી જાય છે. આ હકીક્ત ઉત્કૃષ્ટ માટે સમજવી. જઘન્યથી તે સર્વ સંઘયણવડે અધ્યવસાયના મંદાનુભાવથી રત્નપ્રભાના પહેલા પ્રસ્તટે પણ ઉપજે છે. મધ્યમ અધ્યવસાયથી જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટ ઉપપાતથી અર્વાફ ઉત્પન્ન થાય છે. ૨૮૭
હવે પ્રસંગથી ઘર્માદિ પૃથ્વીમાં નારકની લેશ્યા કહે છે –