________________
નરકાધિકાર.] સાતે નારકીના છાનું દેહમાન.
૧૬૫ ટીકાર્થ – રત્નપ્રભાના પહેલે પ્રતરે ઉત્કૃષ્ટ દેહની ઉંચાઈ એટલે ભવધારણીય શરીરનું ઉંચાપણું તીર્થકર ગણધરેએ ત્રણ હાથનું કહ્યું છે. ત્યાર પછી પ્રતરે પ્રતરે પદા અંગુળની એટલે બે હાથ ને સાડી આઠ અંગુળની વૃદ્ધિ કરવી. એ વૃદ્ધિ તેરમાં પ્રસ્તટ સુધી કરવી જેથી તેરમે પ્રસ્તટે ભવધારણીય શરીરનું પ્રમાણ ઉપર કહ્યા પ્રમાણે આવે તે કહે છે–તેરમે પ્રસ્તટે દેહપ્રમાણ સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળ પરિપૂર્ણ હોય. એમાં આ ભાવાર્થ સમજવો કે–બીજે પ્રસ્તટે ૧ ધનુષ્ય ૧ હાથ ને ૮ અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૧ ધનુષ્ય ૩ હાથ ને ૧૭ અંગુળ, ચોથે પ્રસ્તટે બે ધનુષ્ય બે હાથ ને ૧૫ અંગુળ, પાંચમે પ્રસ્તટે ત્રણ ધનુષ્ય ને દશ આંગળ, છડ્રે પ્રસ્તટે ત્રણ ધનુષ્ય બે હાથ ને ૧૮ આંગળ, સાતમે પ્રસ્તટે ચાર ધનુષ્ય ૧ હાથ ને ૩ અંગુળ, આઠમે પ્રસ્તટે ચાર ધનુષ્ય ૩ હાથ ને ૧૧ આંગુળ, નવમે પ્રસ્તટે ૫ ધનુષ્ય ૧ હાથ ને ૨૦ અંગુળ, દશમે પ્રસ્તટે ૬ ધનુષ્ય ને ૪ અંગુળ, અગ્યારમે પ્રસ્તટે ૬ ધનુષ્ય ૨ હાથ ને ૧૩ અંગુળ, બારમે પ્રસ્તટે ૭ ધનુષ્ય ને ૨૧ અંગુળ અને તેરમે પ્રસ્તટે ૭ ધનુષ્ય ૩ હાથ ને ૬ અંગુળનું દેહપ્રમાણુ જાણવું. ૨૬૭૬૮
હવે શર્કરા પ્રભામાં દરેક પ્રસ્તટે દેહપ્રમાણ કહે છે – सो चेव य बीयाए, पढमे पयरम्मि होइ उस्सेहो । हत्थतिअ तिन्नि अंगुल, पयरे पयरे य बुढ्ढीओ ॥२६९॥ :
શબ્દાર્થ –જે પ્રથમ પૃથ્વીમાં ઉત્કૃષ્ટ માને કહ્યું તે જ બીજી પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઉત્કૃષ્ટ સમજવું અને પછી તેના દરેક પ્રતરે ત્રણ હાથ ને ત્રણ અંગુળની દેહમાનમાં વૃદ્ધિ કરવી. ૨૬૯
ટીકાર્થક–જે પહેલી પૃથ્વીના તેરમે પ્રસ્તટે સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળ ઉત્કૃષ્ટ ઉલ્લેધમાન કહ્યું તે જ બીજી શર્કરપ્રભાના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન જાણવું. ત્યારપછી દરેક પ્રસ્તટે ત્રણ હાથ ને ત્રણ અંગુળની વૃદ્ધિ કરવી, તે આ પ્રમાણે –બીજે પ્રસ્તટે ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ ઉત્સધ આઠ ધનુષ્ય બે હાથ ને નવ અંગુળ, ત્રીજે પ્રસ્તટે નવ ધનુષ્ય એક હાથ ને બાર અંગુળ, ચેાથે પ્રસ્તટે દશ ધનુષ્ય ને પંદર અંગુળ, પાંચમે પ્રસ્તટે દશ ધનુષ્ય ત્રણ હાથ ને અઢાર અંગુળ, છ પ્રસ્તટે અગ્યાર ધનુષ્ય બે હાથ ને ૨૧ અંગુળ, સાતમે પ્રસ્તટે બાર ધનુષ્ય ને બે હાથ,