________________
તિર્યંચમનુષ્યાધિકાર. ] સિદ્ધસ્થાનનો વિચાર. પાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન ને પરિગ્રહની નિવૃત્તિરૂપ ચારિત્ર પરિણામ વર્તતા હોય ત્યારે તે ત્રણેથી મિશ્ર પરિણામ વિશેષે કરીને અનંત ભવજનિત અને શરીર ને મન સંબંધી જવર, કુષ્ઠ, ભગંદરાદિ તથા ઈષ્ટવિયેગ, અનિષ્ટસંયેગાદિ દુઃખના બીજભૂત પ્રાયે અસાતવેદનીય તથા જ્ઞાનાવરણુયાદિ ઘાતિ કર્મચતુષ્ટયને દૂર કરીને–ખપાવીને પ્રાપ્ત કર્યું છે. અખિલ કાલેકાવભાસી કેવળજ્ઞાન જેમણે એવા અને અનિયતપણે અંતર્મુહૂર્નાદિકે દેશનપૂર્વકેટી પર્યત કાળે કરીને અશેષ ભખગ્રાહી કર્મમળના કલંસ્થી રહિત થઈને નિરતિશય સુખના ભાજન થયા સતા નિશ્ચયે એક સમયે સિદ્ધિગતિને પામે છે. ' અહીં કોઈ પ્રશ્ન કરે છે કે –“શું અન્ય કોઈ વિશિષ્ટ સિદ્ધિક્ષેત્ર છે કે જ્યાં મુક્તાત્માઓ જાય છે અને ત્યાં જઈને અનંત કાળ પર્યત રહે છે? સાંખ્યાદિ દશન ગુણ, પુરૂષાંતર અને જ્ઞાનાદિવડે પ્રકૃતિવિયાગાદિ રૂપ મુક્તિને પામીને મુક્તાત્માઓ સર્વગત હેવાથી કૈલેયમાં રહે છે એમ માને છે એવું નથી ? ” તેને ઉત્તર આપે છે કે “હા, એવું વિશિષ્ટ સિદ્ધિક્ષેત્ર છે કે જે પંચમી ગતિ કહેવાય છે. ત્યાં પિસ્તાળીશ લાખ જન પ્રમાણ શુભ્ર પૃથિવી છે. કહ્યું છે કે–નિર્મળ પાણીના કણીયા સમાન ઉજ્વળ વર્ણવાળી તેમ જ તુષાર, ગોક્ષીર અને મુક્તાહાર સમાન વર્ણવાળી ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધશિલા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.” અન્યત્ર પણ કહ્યું છે કે–ત્યાં મને, સુગંધી, પ્રાગભારા નામની, પૂર્ણ ચંદ્ર સરખી (ઉજ્વળ), છત્રના આકારવાળી પૃથ્વી છે કે જે મનુષ્યલોકના અંત પર્યત અર્થાત્ મનુષ્યલોકપ્રમાણ ૪૫ લાખ યેાજન લાંબી-પહોળી છે, તે ઉજવળ શંખ, મચકુન્દના પુષ્પ, મૌક્તિક, ગોક્ષીર, તુષાર અને હાર સદૃશ અર્જુન જાતિના ( ઉજવળ) સુવર્ણમય, સ્વચ્છ અને અત્યંત મનેઝ છે. ત્યાં જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી, વ્યાધિઓ નથી, ઈષ્ટવિયોગ નથી, અનિષ્ટસંગ નથી, ક્ષુધા નથી, તૃષા નથી, કામ નથી, કેપ નથી, ભય નથી, માત્ર ત્યાં અવ્યાબાધ સુખ જ છે. સર્વજ્ઞોનું તે ત્રિલેકના મસ્તકને સ્થાનકે આવેલું આત્યંતિક ને એકાંતિક સાંસારિક સુખથી અતીત સુખવાળું સિદ્ધસ્થાન છે. ” આ પ્રસંગથી સયું.
હવે સિદ્ધિગતિ આશ્રીને ઉપપાતવિરહકાળ કહે છે – जहन्नणेगसमओ, उक्कोसेणं तु हुंति छम्मासा । विरहो सिद्धिगईए, उबट्टणवजिआ नियमा ॥३४५॥