________________
ભવનપતિ દેવાની સ્થિતિ ( આયુ. )
છે તેમાંથી પ્રતિસમય એકેક આકાશપ્રદેશ કાઢવાથી જે થાય છે તેટલા પ્રમાણવાળા અમુક દ્રવ્યા છે. એ રીતે પ્રયાજન છે તેથી તેની પ્રરૂપણા કરી છે.
૧૫
સૂક્ષ્મ ક્ષેત્રપલ્યેાપમ ષ્ટિવાદમાં વાળાાન
એવા દશ કાટાકાટ સૂક્ષ્મ ક્ષેત્રપક્ષેાપમવડે એક સૂક્ષ્મ ક્ષેત્રસાગરાપમ થા છે. એ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યાપમ ને સાગરાપમવડે પ્રાયે હૃષ્ટિવાદમાં જ દ્રવ્યપ્રમાણ કરાય છે, અન્યત્ર કરાતુ નથી.
( એ જ અ ને કહેનારી શાસ્રાંતરમાં પ્રસિદ્ધ એવી ૧૭ ગાથા ટીકામાં આપેલી છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારના પક્લ્યાપમ સંબધી હકીકત જ હાવાથી અહીં તે ગાથાઓ કે તેના અર્થ આપેલ નથી. )
જે દશ હજાર વર્ષથી વધારે અને પક્ષ્ચાપમથી ઓછી વ્યંતરાની સ્થિતિ તે બધી મધ્યમ સ્થિતિ જાણવી. તે કહ્યા વિના પણુ સ્વયમેવ સમજી શકાય તેમ હાવાથી સાક્ષાત કહેલ નથી. એ રીતે અન્યત્ર પણ મધ્યમ સ્થિતિ સમજી લેવી. ૪. હવે ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે:—
चमर बलि सारमहिअं सेसाण सुराण आउअं वुच्छं । दाहिण दिवडपलिअं दो देसूणुत्तरिल्लाणं ॥ ५ ॥
ગાથા :—ચમરેદ્રનું એટલે દક્ષિણ દિશાના અસુરકુમારના ઈંદ્રનુ તેમ જ ત્યાંના શેષ દેવાનુ એક સાગરાપમનુ અને ઉત્તરદિશાના અસુરકુમારના ખલીંદ્રનું તેમ જ તેના શેષ દેવાનુ એક સાગરાપમ ઝાઝેરૂં આયુષ્ય જાણવું. બાકીની ભવનપતિની નવ નિકાયના દક્ષિણ દિશાના દેવાનું દાઢ પાપમનુ ને ઉત્તરદિશાના નવિનકાયના દેવાનુ કાંઇક ઊણું એ પત્યેાપમનુ આયુષ્ય જાણવું. ટીકા અહીં ભવનવાસી દેવેા દશ પ્રકારના છે. તે આ પ્રમાણે— અસુરકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણ કુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર ૫, દ્વીપકુમાર ૬, ઉધિકુમાર ૭, દિકુમાર ૮, વાયુકુમાર ૯, સ્તનિતકુમાર ૧૦. તે દરેક બે પ્રકારના છે.–મેરૂપર્વતની દક્ષિણ બાજુમાં રહેનારા અને મેરૂપર્વતની ઉત્તર ખાજુમાં રહેનારા. તેમાં અસુરકુમારનિકાયમાં દક્ષિણદિશા તરફના દેવાના ઇન્દ્ર ચમર નામના છે અને ઉત્તર ખાજીના દેવાને ઈંદ્ર બલિ નામના છે. તેમનુ એટલે ચમરેંદ્ર ને ખલીંદ્રનું ઉત્કૃષ્ટ આયુ સાગરોપમ ને સાગરોપમથી અધિક છે એટલે કે ચમર નામના દક્ષિણ ખાજીના અસુરેન્દ્રનું આયુ પરિપૂર્ણ એક સાગરાપમનુ અને લિ નામના ઉત્તર ખાજુના અસુરેદ્રનુ કાંઇક અધિક એક