________________
૧૫૫
નરકાધિકાર.]
સાતે પૃથ્વીના પ્રસ્તટનું અંતર. ભાંગવા. ભાંગતાં જે આવે તેટલું દરેક નરક પૃથ્વીમાં પ્રસ્તટ પ્રસ્તટનું અંતર જાણવું. ૨૫૪
ટીકાર્થ – દરેક પૃથિવીના બાહલ્યનું જે પરિમાણ કહેલ છે તેમાંથી ઉપર ને નીચે એક હજાર જન નરકવિહીન હોવાથી કુલ બે હજાર યોજન બાદ કરવા. પછી પ્રત્યેક પૃથ્વીમાં જેટલા પ્રસ્તટ હોય તેની સંખ્યાને ત્રણ હજારવડે ગુણતાં જે સંખ્યા આવે એટલા જન બાદ કરવા. બાદ કરતાં જે રહે તેને પિતાના પ્રસ્તટની સંખ્યામાં એક ઊણ કરતાં જે આવે તેટલાવડે ભાંગવા. ભાંગતાં જે આવે તેટલું પ્રસ્તટ પ્રસ્તટ વચ્ચે અંતર સમજવું. કઈ પૂછે કેપ્રતટની સંખ્યામાં એક ઊણ કરીને શામાટે ભાગ ચલાવે, પૂરી સંખ્યા કેમ ન ચલાવવો? તેને ઉત્તર આપે છે કે-“અહીં પ્રસ્તટનું અંતર જાણવાનું છે. અંતર બધે રૂપોન જ થાય છે. ચાર આંગળીના આંતરા ત્રણ જ થાય છે, તેથી આંતરા જાણવા માટે પ્રસ્તટની સંખ્યામાં એક ઊણ કરીને ભાગાકાર કરવાનું કહેવું છે.” હવે એ કરણ દરેક પૃથ્વીમાં કરી બતાવે છે.
પ્રથમ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૮૦૦૦૦ જનનું કહેવું છે. તેમાંથી ઉપર નીચેના હજાર હજાર યોજન બાદ કરતાં ૧૭૮૦૦૦ એજન રહ્યા. તેમાંથી પ્રથમ પૃથ્વીના ૧૩ પ્રસ્તટને ત્રણ હજારવડે ગુણતાં ૩૯૦૦૦ આવ્યા, તે બાદ કરતાં ૧૩૯૦૦૦ રહ્યા. તેને પ્રસ્તટની સંખ્યા ૧૩માંથી એક બાદ કરી બારવડે ભાંગતાં ૧૧૫૮૩ આવ્યા ને ૪ વધ્યા તેને બારવડે ભાગતાં ૩ આવ્યા. એટલે રત્નપ્રભાના પ્રત્યેક પ્રસ્તટનું અંતર ૧૧૫૮૩ જનનું જાણવું. (આ જ ભાવાઈની અહીં એક ગાથા છે તે અમે લખી નથી )
બીજી શર્કરા પ્રભા પૃથ્વીનું બાહત્ય ૧૩ર૦૦૦ યોજનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર જન બાદ કરતાં ૧૩૦૦૦૦ યોજન રહે. તેમાંથી બીજી પૃથ્વીના ૧૧ ખતરોને ત્રણ હજારવડે ગુણતાં આવેલા ૩૩૦૦૦ એજન બાદ કરીએ એટલે ૯૭૦૦૦ એજન રહે. તેને બીજી પૃથ્વીના ૧૧ પ્રસ્તટમાંથી એક ઊણ કરી દશવડે ભાંગતાં ૯૭૦૦ એજન આવે. એટલું બીજી પૃથ્વીમાં દરેક પ્રસ્તટનું આંતરૂં જાણવું.
ત્રીજી વાલુકાપ્રભાનું બાહુલ્ય ૧૨૮૦૦૦ જનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૨૬૦૦૦ એજન રહે. તેમાંથી ત્રીજી પૃથ્વીના નવ પ્રતરને ત્રણ હજારવડે ગુણતાં ૨૭૦૦૦ આવે તેટલા બાદ કરતાં બાકી