________________
દેવાધિકાર. ]
ચંતકોના ચિહ્નો ને વર્ણવિભાગ. ટીકાર્થ –દક્ષિણ દિશાના પિશાચને ઇંદ્ર કાળ, ઉત્તર દિશાને મહા કાળ, દક્ષિણ દિશાને ભૂતોને ઈંદ્ર સુરૂપ, ઉત્તર દિશાને પ્રતિરૂપ, એ રીતે યક્ષના પૂર્ણભદ્ર ને માણિભદ્ર, રાક્ષસના ભીમ ને મહાભીમ, કિન્નરના કિન્નર ને કિપુરૂષ, કિંપુરૂષના સત્પરૂષને મહાપુરૂષ, મહારગના અતિકાય ને મહાકાય અને ગન્ધના ગીતરતિ ને ગીતયશ નામના ઇંદ્ર જાણવા. ૫૯-૬૦.
હવે એ પિશાચાદિ નિકાના ચિન્હો કહે છે -- चिंधाई कलंबज्झए, सुलसवडे तह य होइ खटुंगे। असोय चंपए वि य, नागे तह तुंबरू चेव ॥ ६१ ॥
ટીકાર્ય –પિશાચાદિ આઠ નિકાયના અનુક્રમે આ પ્રમાણે ચિન્હો જાણવા. પિશાચના ધ્વજમાં કદમ્બવૃક્ષનું ચિન્હ, ભૂતને સુલસ નામની વનસ્પતિ વિશેષનું ચિન્હ, યક્ષને વટવૃક્ષનું, રાક્ષસને ખટ્વાંગનું, કિન્નરોને અશોકવૃક્ષનું, કિપુરૂષને ચંપકવૃક્ષનું, મહારગને નાગવૃક્ષનું અને ગંધને તુંબરૂવૃક્ષનું ચિન્હ જાણવું. ( આમાં ૭ ચિન્હો તે વૃક્ષના જ છે. ) ૬૧.
હવે પિશાચાદિને વર્ણ વિભાગ કહે છે– सामावदाय जरका, सव्वे वि य महोरगा सगंधव्वा । अवदाया किंपुरिसा, सरक्खा हुंति वन्नेणं ॥ ६२॥ काला भूया सामा य, पिसाया किन्नरा पियंगुनिभा। gો વિમાગો, વંતરા સુરવરા
ટીકાર્ય–શ્યામ છતાં જે અવદાત એટલે નિર્મળ હોય તે શ્યામાવદાતા કહીએ, તેવા વર્ણવાળા સેવે યક્ષ, સવે મહારગ અને સર્વે ગંધર્વો છે. અવદાત એટલે શુભ્ર–ઉજવળ વર્ણવાળા કિંપુરૂષ અને રાક્ષસ છે. ભૂત કૃષ્ણવર્ણવાળા છે, પિશાચ શ્યામવર્ણના છે અને કિન્નર પ્રિયંગુ સરખા ( નીલ ) વર્ણવાળા છે. આ પ્રમાણે વર્ણવિભાગ વ્યન્તરના ઈદ્રોને ( ઉપલક્ષણથી તે જાતિના દેવનો પણ ) જાણ. ૬૨-૬૩.
૧ અહીં વાણુવ્યંતરોની આઠ નિકાય અને તેના ૧૬ ઈંદ્રો સંબંધી કાંઈપણ હકીકત કોઇપણ કારણથી આપવામાં આવેલ જણાતી નથી.